આજ રોજ વિશ્ચકર્મા ભગવાનની જયંતીની જાહેર રજાના અનુસંધાને પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠન,
અમદાવાદ શહેરની ટીમ દ્વારા અમદાવાદ કલેકટર શ્રીને આવેદનપત્ર આપી જહેર રજાની માંગણી કરવામાં આવી. જેમાં પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ,
સાથે ટુંક જ સમયમાં ગુજરાતના દરેક જીલ્લામાંથી આવેદનપત્ર આપવામાં આવશે તેવું પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર) ને જણાવ્યું છે
હવે આવનાર વખતમાં જોવાનું રહ્યું કે આ જાહેર રજા સરકાર દ્વારા કાયમી થાઈ તો આપણા લુહાર/સુથાર સમાજને કેટલો ફાયદો થાઈ છે તે...
પત્રકાર મયુર પિત્રોડા
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com












મારા વિશ્વકર્મા દરેક બંધુઓ ને મારી નમ્ર વિનંતી છે કે હું ઘણા સમયથી આ જાહેર રજાના પોસ્ટરો અને બેનરો વાંચું છું તો મારે એ સમજવું છે કે કદાચ સરકાર જાહેર રજા આપે તો આપણા સમાજના શું ફાયદો બરાબર મારી વિચારધારા અને મારા મંતવ્ય પ્રમાણે વિશ્વકર્મા સમાજ ના ૮૦ થી ૯૦ ટકા લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાય સાથે જોડાયેલા છે કોઈને કારખાના છે કોઈ ફર્નિચર કે લેબલ સાથે જોડાયેલા છે કોક ઉદ્યોગો સાથે જોડાયેલા છે માં ૧૦થી ૧૫ ટકા લોકો એવા છે કે જે ગવર્મેન્ટ કે કોઈ નોકરી સાથે જોડાયેલા છે અને આ ગવર્મેન્ટ નોકરી જોબ માં આપણા કરતાં અન્ય સમાજના લોકો વધુ છે તો કદાચ જાહેર રજા સરકાર આપી દે તો આપણા સમાજને શું ફાયદો મારે એ જાણવું છે બીજી વસ્તુ કે મારા મંતવ્ય પ્રમાણે હું એવું વિચારી શકું છું કે આપણે દરેક વિશ્વકર્મા વંશજ ને એવી પ્રેરણા જગાડવી જોઈએ કે વિશ્વકર્મા તેરસ ના દિવસે પોતાનો ધંધો રોજગાર સ્વયંભુ બંધ રાખે અને દાદા ની જે જગ્યા પૂજા થતી હોય ત્યાં હાજરી આપે એવી ભાવના દરેકમાં જાગૃત થાય તેવા આપણે અઘાટ પ્રયાસ કરવા જોઈએ અને શરૂઆત કરવી જોઈએ બાકી મોટે ભાગે આજે રોજગાર સાથે જોડાયેલા લોકો જ આપણા વિશ્વકર્મા વંશજ આજે આ દિવસે રજા નથી રાખતા અમાસ જેવી અમાસ નું પાલન નથી કરતા આખા મહિનામાં એક રજા રાખવાની હોય તો નથી રાખતા વરસની અંદર એક વિશ્વકર્મા તેરસ ની રજા હોય ત્યારે પણ અમુક લોકો રજા નથી રાખતા તે પોતાના વ્યવસાય સાથે જોડાયેલા રહે તો આપણે એ લોકોને પહેલી જાગૃત કરવા પડે વિશ્વકર્મા ધર્મ વિશે જાગૃત કરવા પડે અને એ લોકોને પ્રેરણા દિલથી થવી જોઈએ કે આજે મારા દાદાનો મારા ભગવાન મારા ઇષ્ટદેવ છે જન્મ જયંતિ છે કે હું આજે રજા રાખું છું અને એમની પૂજા અર્ચના કરી અને એમાં સહભાગી બનવું મારું મંતવ્ય એવું છે પણ કદાચ આ જાહેર રજા સરકાર આપે તો એનો સમાજને શું ફાયદો મને જણાવવા નમ્ર વિનંતી છે મારો નંબર 7600 477611 છે તમે ગમે ત્યારે ફોન કરી શકો છો જય વિશ્વકર્મા દાદા
ReplyDeleteઆજે સમાજ લોકો બે ભાગ મા વેંચાઈ ગયા છે કોઈ ચોક્કસ નિણર્ય કરતા નથી હમણાં વચ્ચે ૧૭ સપ્ટેમ્બરના દિવસે જાહેર રજાની માંગણી ની શરૂઆત કરી હતી હવે બહુ ચર્ચા કરી બહુ મગજમારી થઈ વિશ્વકર્મા તેરસ મા મહીના ની તે ગુજરાત મા વષૉ થી ઉજવવામાં આવે છે તો પછી ૧૭ સટેબર કેમ મેં ઘણી બધી લાઈવ કરી અને લોકોને જણાવ્યું હવે વિશ્વકર્મા તેરસ ની જાહેર રજા આવે છે યુપી એમપી વાર ૧૭ સપ્ટેમ્બરની કરે છે સરકાર પોતે કન્ફ્યુઝન થઈ જશે કે આ સમાજ ને વિશ્વકર્મા તેરસ ની કઈ રજા જાહેર કરૂ શું કરવું છે હકીકતમાં તો આપણા ગુજરાતની અંદર વિશ્વકર્મા તેરસ માં મહિનાની રજા આપવી જોઈએ અને એમાં દરેક વિશ્વકર્મા વંશજ છે સ્વયંભૂ બંધ કરવું પડે તો શક્ય છે કે આપણે આપણા મોટેભાગે ગવર્મેન્ટ નોકરી સાથે જોડાયેલા બહુ ઓછા છે વેપાર ધંધા રોજગાર સાથે જોડાયેલા છે એટલે પહેલા એમના જાગૃત કરો વિશ્વકર્મા વંશજો ને ધર્મ વિશે આપણે કોણ છીએ આપણી ઓળખ આપો પછી આગળ બધી ચર્ચાઓ આપણે કરીશું અને રજા તો ઓટોમેટીક થઈ જશે કારણ કે આપણે આપણો રોજગાર છે આપણું છે આપણે બંધ કરીશું તો આપણને કોઈ રોકનાર છે નહિ એટલે આપણે પોતે આપણે રજા રાખી શકીએ એમ છીએ તો આપણે રજા રાખવામાં કંઈ વાંધો નથી આપણને કોઈ રોકટોક નથી એક દિવસ બધા બંધ રાખીને જોવે મારૂ માનવુ એવુ છે કે 90% સમાજ બંધ પાળતો થઈ જશે 90% સમાજ તે રજા ઉપર છે સ્વયંભૂ તો 10% જેવા છે જે નોકરી સાથે જોડાયેલા છે નોકરી જશે
ReplyDeleteજય વિશ્વકર્મા