સંત અને શૂરાની પવિત્ર ભૂમિ ગીરનાર ક્ષેત્રમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી વિશ્વમભર ભારતી બાપુ દ્વારા સ્થાપિત શ્રી ભારતી આશ્રમ સેવાકીય પ્રવૃત્તિ થી ધમધમી રહ્યો છે આપણે જેમાં ૩૬૫ દિવસ ભોજન અને ભજનની સરવાણી અવિરત આવી રહ્યા છે અહિ મંદિર, સત્સંગ, ગૌસેવા, સંતસેવા, ઔષધાલય, સ્કૂલ, ગુરુકુળ, કુંભમેળામાં ઉતારો તથા કુદરતી આફત સમયે જરૂરિયાત મુજબની સેવાકીય પ્રવૃત્તિ થકી શ્રી ભારતી આશ્રમ સદા અગ્રેસર રહ્યો છે આ સંસ્થાના આદ્ય સંસ્થાપક બ્રહ્મલીન પરમ પૂજ્ય ભારતીબાપુ વર્ષો સુધી યોગ અને સાધના દ્વારા આશ્રમની ભૂમિને પાવન કરી તારીખ: 11/04/2021 નાં રોજ આજ ભૂમિ પર સમાધિસ્થ થયા, જેનાં શોડશી ભંડારાનું આયોજન આજ આશ્રમમાં થવા જઈ રહ્યું છે આયોજન આગામી તારીખ: 25 ફેબ્રુઆરી શુક્રવારનાં પાવન દિવસે સવારે નવ વાગ્યે ધ્વજારોહણ તથા તારીખ: 26,27,28 ફેબ્રુઆરી તેમ ત્રિદિવસીય યજ્ઞ તેમજ પૂજ્ય ભારતી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, સંત ભંડારો, ધર્મસભા, સંતવાણી, સત્સંગ સભા તથા આવેલ અતિથી ગણો માટે ઉતારા અને પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે,
આ મહોત્સવની ઉજવણી માટેની આમંત્રણ પત્રિકા અપવા માટે તારીખ: 30/12/2021 નાં દિવસે આશ્રમનાં લઘુ મહંતશ્રી મહાદેવ ભારતી બાપુ મોરબી મુકામે 1, શ્રી લુહારજ્ઞાતિ બોર્ડીગ અને ભોજશાળા તથા 2, સોરઠીયા લુહાર વાડી ખાતે મહેમાન બની આવ્યાં હતાં, જયાં તેમનાં અમૃત તુલ્ય પ્રેમ વચ્ચેનો થકી તેમણે આમંત્રણ પત્રિકા વાચી સંભળાવી હતી, તેમજ જાણકારી આપી હતી કે -
તો આ મહોત્સવમાં સમસ્ત લુહાર સમાજ મોરબી પોતાનાં તન, મન અને ધનથી સેવા, સહકાર આપે તેવી ભારતી આશ્રમ મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુએ સુચન સાથે અનુરોધ કરેલ છે
મોરબી મુકામે મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુ સાથે લુહાર યુવા ગૌરવ અને બગસરા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટી અને બગસરા કોંગ્રેસ કોર્પોરેટર શ્રી ચિરાગભાઈ પરમાર પણ પોતાનાં સાથી મિત્રો બકુલભાઈ કવા તથા અલ્પેશભાઈ સાથે પધાર્યા હતા, જેમનું મોરબી લુહાર સમાજ દ્વારા ઉમળકા ભેર સ્વાગત સત્કાર કરવામાં આવ્યાં હતાં
મોરબી ખાતે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા ટ્રસ્ટ પ્રમુખશ્રી ધીરજલાલ પિત્રોડા, ટ્રસ્ટ ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ મારૂ, ટ્રસ્ટ મંત્રીશ્રી નરશીભાઈ પિત્રોડા તથા કારોબારી મંડળ અને યુવક મંડળ સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા,
જ્યારે વિશ્વકર્મા વાડી (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડલ) નાં ટ્રસ્ટ પ્રમુખશ્રી હરિભાઈ પિઠવા, ટ્રસ્ટી રાજુભાઈ સિદ્ધપુરા, ટ્રસ્ટી વિનુભાઈ વારા તથા કારોબારી સમિતિ અને યુવક મંડળ સભ્યો હાજર રહ્યાં હતાં
આ પ્રસંગે લુહાર સમાજ મહા સંગઠ્ઠન પાર્ટી (લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના) નાં સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પત્રકાર મયુરભાઈ પિત્રોડા, રાષ્ટ્રીય સેનાધ્યક્ષશ્રી પંકજભાઈ રાઠોડ, રાષ્ટ્રીય યુવા સંગઠન મંત્રીશ્રી હાર્દિક પિત્રોડા, ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા, મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેશભાઈ પિત્રોડા, મોરબી જિલ્લા પ્રમુખશ્રી વાસુદેવભાઇ રાઠોડ તેમજ મોરબી શહેર પ્રમુખ શ્રી વિનોદભાઇ કવૈયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં
આ દરેકે દરેક વ્યક્તિઓ દ્વારા ભારતી આશ્રમ લઘુ મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુનું ફુલહાર અને ટ્રસ્ટીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સ્વામીશ્રીએ અગામી દિવસોમાં લુહાર સમાજ સંગઠ્ઠન માટે કંઈ રીતના પગલાં લેવા તે બાબતે પણ વિશેષ પ્રવચન આપી માર્ગદર્શન પૂરી પાડયુ હતું,
ભવનાથ તળેટીમાં ઉજવતા આ મહોત્સવમાં સમસ્ત લુહાર સમાજ મોરબીનાં દરેક વ્યક્તિઓ પોતાનાં તન, મન અને ધનથી સેવા, સહકાર આપે તેવી ભારતી આશ્રમ મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુએ સુચન સાથે અનુરોધ કરેલ છે સાથે આ ભગીરથ કાર્યમાં મોરબી પંથકમાં થી જેકોઈ વ્યકિત પોતાની યથાશકિત દાન, ફાળો આપવા માંગતા હોય તેઓ નિચે આપેલ બંને નંબર પર સંપર્ક કરી આપી શકે છે,.
👉 મનસુખભાઈ રાઠોડ - 9879231319
👉 મુકેશભાઈ પીઠવા. - 9879910772
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com























































