Friday, December 31, 2021

ગીરનાર ક્ષેત્રમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી વિશ્વમભર ભારતી બાપુ દ્વારા સ્થાપિત શ્રી ભારતી આશ્રમમાં ઉજવાશે ત્રિદિવસીય દિવ્ય મહોત્સવ, લુહાર સમાજને અનુદાન થકી સહભાગી બનવા મહંતશ્રી નું સુચન...











સંત અને શૂરાની પવિત્ર ભૂમિ ગીરનાર ક્ષેત્રમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી વિશ્વમભર ભારતી બાપુ દ્વારા સ્થાપિત શ્રી ભારતી આશ્રમ સેવાકીય પ્રવૃત્તિ થી ધમધમી રહ્યો છે આપણે જેમાં ૩૬૫ દિવસ ભોજન અને ભજનની સરવાણી અવિરત આવી રહ્યા છે અહિ મંદિર, સત્સંગ, ગૌસેવા, સંતસેવા, ઔષધાલય, સ્કૂલ, ગુરુકુળ, કુંભમેળામાં ઉતારો તથા કુદરતી આફત સમયે જરૂરિયાત મુજબની સેવાકીય પ્રવૃત્તિ થકી શ્રી ભારતી આશ્રમ સદા અગ્રેસર રહ્યો છે આ સંસ્થાના આદ્ય સંસ્થાપક બ્રહ્મલીન પરમ પૂજ્ય ભારતીબાપુ વર્ષો સુધી યોગ અને સાધના દ્વારા આશ્રમની ભૂમિને પાવન કરી તારીખ: 11/04/2021 નાં રોજ આજ ભૂમિ પર સમાધિસ્થ થયા, જેનાં શોડશી ભંડારાનું આયોજન આજ આશ્રમમાં થવા જઈ રહ્યું છે આયોજન આગામી તારીખ: 25 ફેબ્રુઆરી શુક્રવારનાં પાવન દિવસે સવારે નવ વાગ્યે ધ્વજારોહણ તથા તારીખ: 26,27,28 ફેબ્રુઆરી તેમ ત્રિદિવસીય યજ્ઞ તેમજ પૂજ્ય ભારતી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, સંત ભંડારો, ધર્મસભા, સંતવાણી, સત્સંગ સભા તથા આવેલ અતિથી ગણો માટે ઉતારા અને પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે,


આ મહોત્સવની ઉજવણી માટેની આમંત્રણ પત્રિકા અપવા માટે તારીખ: 30/12/2021 નાં દિવસે આશ્રમનાં લઘુ મહંતશ્રી મહાદેવ ભારતી બાપુ મોરબી મુકામે 1, શ્રી લુહારજ્ઞાતિ બોર્ડીગ અને ભોજશાળા તથા 2, સોરઠીયા લુહાર વાડી ખાતે મહેમાન બની આવ્યાં હતાં, જયાં તેમનાં અમૃત તુલ્ય પ્રેમ વચ્ચેનો થકી તેમણે આમંત્રણ પત્રિકા વાચી સંભળાવી હતી, તેમજ જાણકારી આપી હતી કે -


- આગામી દિવસોમાં લુહાર સમાજના ગૌરવ સાથે સમસ્ત ભારત દેશના લુહાર કુલભૂષણ આદ્ય બ્રહ્મલીન પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી શ્રી વિશ્વમભર ભારતી બાપુ જેમણે પોતે લુહાર સમાજ ઉત્કર્ષ માટે અદૃતિમ સેવા કરિ હતી જેમનું ઋણ લુહાર સમાજ કયારેય નહીં ભૂલે તેવી વિરલ વ્યક્તિત્વ નાં પરમ શિષ્યશ્રી એવા મહંતશ્રી અને અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યકશ્રી ૧૦૦૮ શ્રી મહંત સ્વામીશ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાશે,


તો આ મહોત્સવમાં સમસ્ત લુહાર સમાજ મોરબી પોતાનાં તન, મન અને ધનથી સેવા, સહકાર આપે તેવી ભારતી આશ્રમ મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુએ સુચન સાથે અનુરોધ કરેલ છે


મોરબી મુકામે મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુ સાથે લુહાર યુવા ગૌરવ અને બગસરા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટી અને બગસરા કોંગ્રેસ કોર્પોરેટર શ્રી ચિરાગભાઈ પરમાર પણ પોતાનાં સાથી મિત્રો બકુલભાઈ કવા તથા અલ્પેશભાઈ સાથે પધાર્યા હતા, જેમનું મોરબી લુહાર સમાજ દ્વારા ઉમળકા ભેર સ્વાગત સત્કાર કરવામાં આવ્યાં હતાં


મોરબી ખાતે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા ટ્રસ્ટ પ્રમુખશ્રી ધીરજલાલ પિત્રોડા, ટ્રસ્ટ ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ મારૂ, ટ્રસ્ટ મંત્રીશ્રી નરશીભાઈ પિત્રોડા તથા કારોબારી મંડળ અને યુવક મંડળ સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા,


જ્યારે વિશ્વકર્મા વાડી (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડલ) નાં ટ્રસ્ટ પ્રમુખશ્રી હરિભાઈ પિઠવા, ટ્રસ્ટી રાજુભાઈ સિદ્ધપુરા, ટ્રસ્ટી વિનુભાઈ વારા તથા કારોબારી સમિતિ અને યુવક મંડળ સભ્યો હાજર રહ્યાં હતાં


આ પ્રસંગે લુહાર સમાજ મહા સંગઠ્ઠન પાર્ટી (લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના) નાં સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પત્રકાર મયુરભાઈ પિત્રોડા, રાષ્ટ્રીય સેનાધ્યક્ષશ્રી પંકજભાઈ રાઠોડ, રાષ્ટ્રીય યુવા સંગઠન મંત્રીશ્રી હાર્દિક પિત્રોડા, ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા, મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેશભાઈ પિત્રોડા, મોરબી જિલ્લા પ્રમુખશ્રી વાસુદેવભાઇ રાઠોડ તેમજ મોરબી શહેર પ્રમુખ શ્રી વિનોદભાઇ કવૈયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં


આ દરેકે દરેક વ્યક્તિઓ દ્વારા ભારતી આશ્રમ લઘુ મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુનું ફુલહાર અને ટ્રસ્ટીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સ્વામીશ્રીએ અગામી દિવસોમાં લુહાર સમાજ સંગઠ્ઠન માટે કંઈ રીતના પગલાં લેવા તે બાબતે પણ વિશેષ પ્રવચન આપી માર્ગદર્શન પૂરી પાડયુ હતું,


ભવનાથ તળેટીમાં ઉજવતા આ મહોત્સવમાં સમસ્ત લુહાર સમાજ મોરબીનાં દરેક વ્યક્તિઓ પોતાનાં તન, મન અને ધનથી સેવા, સહકાર આપે તેવી ભારતી આશ્રમ મહંત સ્વામીશ્રી પૂજય મહાદેવ ભારતી બાપુએ સુચન સાથે અનુરોધ કરેલ છે સાથે આ ભગીરથ કાર્યમાં મોરબી પંથકમાં થી જેકોઈ વ્યકિત પોતાની યથાશકિત દાન, ફાળો આપવા માંગતા હોય તેઓ નિચે આપેલ બંને નંબર પર સંપર્ક કરી આપી શકે છે,.

👉 મનસુખભાઈ રાઠોડ - 9879231319
👉 મુકેશભાઈ પીઠવા.   - 9879910772


લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com




Thursday, December 23, 2021

પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા પંડીત દીન દયાલ, ઉપાધ્યાય ઓડીટોરીયમ હોલ, અમદાવાદ ખાતે વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2021 યોજાયો...



પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા પંડીત દીન દયાલ, ઉપાધ્યાય ઓડીટોરીયમ હોલ, અમદાવાદ ખાતે વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2021 યોજાયો...


તારીખ : 19/12/2021 રવિવારે સાંજે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા પંડીત દીન દયાલ, ઉપાધ્યાય ઓડીટોરીયમ હોલ, અમદાવાદ ખાતે વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2021 યોજાયો હતો જેમાં મા.રાજયકક્ષાના મંત્રીશ્રી જગદિશભાઇ વિશ્વકર્મા (પંચાલ), પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી વિશાલભાઇ પંચાલ,


પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી જશુભાઇ પંચાલ, બાબુકાકા ઉર્ફ સુબોધભાઇ પંચાલ, ફાઉન્ડરી અશોસીયેશનના ચેરમેન વગેરેએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. 


જેમા 20 થી વધુ વિવિધ કેટેગરીમાં સામાજીક, અૌધોગિક, સંગીત, ફિલ્મ જગત જેવી કેટેગરીમાં વિશ્વકર્મા સમાજની વિભુતીઓને સન્માનીત કરવામાં આવી હતી...



લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071 / 9898438163
Email : alvsindia@gmail.com






























Tuesday, December 21, 2021

પ્રાઇડ ઓફ પંચાલવિશ્વકર્મા ટીમ ટૂંક સમયમાં લાવી રહ્યા છે વિશ્વકર્મા વંશજના ઔધોગિક ધંધાદારી મિત્રો માટે "વિશ્વકર્મા બિઝનેસ સમીટ - 2022"...

















પ્રાઇડ ઓફ પંચાલવિશ્વકર્મા ટીમ ટૂંક સમયમાં લાવી રહ્યા છે વિશ્વકર્મા વંશજના ઔધોગિક ધંધાદારી મિત્રો માટે "વિશ્વકર્મા બિઝનેસ સમીટ - 2022."
અમારા આ આયોજન ના ફાયદા
(1) એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા વેપાર-ઉદ્યોગમાં પરસ્પર ઉપયોગી થવું.
(2) સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવું.
(3) શિક્ષીત અને દિક્ષીત યુવાઓને
સમાજના મજબૂત વર્ગનું જરૂરીયાતમંદ વર્ગ સાથે જોડાણ
(4) સન્માન સાથે રોજગારીની તકો પૂરી પાડવામાં ઉપયોગી થવું
(5) નવા ડિલર, ડિસ્ટ્રીબ્યુટર-રિટેલર ચેનલનું નિર્માણ
(6) નવા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન અને નાણાંકીય સગવડોનો સમન્વય
(7) એક પ્લેટફોર્મ પર હજારો વ્યવસાયિકો સાથે જોડાણની તક
(8) ધંધાકીય પ્રશ્નો-અડચણ નિવારણના ઉત્તમ પ્રયાસ.
આ આયોજન ના સહભાગી થવા નીછે ના નંબર પર સંપર્ક કરો
(9) નાના-મોટા કારખાનેદારો એકબીજા ના સંપર્ક માં આવે અને બિઝનેસ વ્યાપ વધે.
(10) આ સમગ્ર પોગ્રામ જમવા સાથે બેન્કવિટ હોલ માં રાખવા માં આવશે.

નોંધ - વધારે માહિતી માટે ઉપર પોસ્ટર માં આપેલા નંબર પર સંપર્ક કરવો

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com