ટંકારા તાલુકાની લજાઈ કુમાર શાળાની પૂર્વ વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની કાવ્ય ગાન સ્પર્ધા રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવતા શાળા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેણે સ્પર્ધામાં ગાયેલું ઝવેરચંદ મેઘાણી રચિત ગીત કસુંબીનો રંગ ગીત ગઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ટંકારાની લજાઈ કુમાર શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત રાજ્યકક્ષાની કાવ્ય ગાન સ્પર્ધા રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ આ શાળાની પૂર્વ વિદ્યાર્થીની મારૂ સ્નેહા હસમુખભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
































































