Saturday, June 25, 2022

પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ - અમદાવાદ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશના અમદાવાદ ચેપ્ટરનુ લોન્ચિંગ કરવામાં આવ્યું...




















વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી તારીખ: 25/06/2022 શનિવારના રોજ હોટલ સિલ્વર કલાઉડ, અમદાવાદ ખાતે પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ   અમદાવાદ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશના અમદાવાદ ચેપ્ટરનુ લોન્ચિંગ કરવામાં આવ્યું. 


જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ, જપનભાઇ પંચાલ, આકાશભાઈ ડોડીયા, મેહુલભાઇ પંચાલ, સુહાગભાઇ પંચાલ દ્વારા દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.  ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના હસ્તે લોન્ચિંગ કરી GVBO ( ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશ) ના અમદાવાદ ચેપટરની  શરૂઆત કરવામાં આવી. જેમાં ગેસ્ટ સ્પીકર તરીકે ડો.નિલમબેન પંચાલ દ્વારા એન્ત્રીપેન્યોરશીપના વિષય પર વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બિઝનેસ પ્રેઝન્ટેશન તેમજ નોલેજેબલ સેમીનાર થકી ઉધોગ સાહસિકોએ વિચારોની આપ લે કરી હતી.

લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com


Monday, June 20, 2022

શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ,શ્રી પી સી પરમાર છાત્રાલય ભાવનગર ખાતે રેકોર્ડ બ્રેક ૪૦,૦૦૦ નોટબુક-રજીસ્ટરનું વિનામૂલ્યે વિતરણ થયું....










LCB - લુહાર ક્રાઇમ નિવારણ બોર્ડ


સાહિત્ય પચારક સમિતિ અધ્યક્ષ









ગત તારીખ ૧૮ અને ૧૯-૦૬-૨૦૨૨ નાં રોજ  ભાવનગર ખાતે લુહાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને નિશુલ્ક (વિનામૂલ્યે) ૪૦,૦૦૦ જેટલી નોટબુક વિતરણ થયેલ. આ મોટી સંખ્યામાં વિનામૂલ્યે વિતરણ કરનાર લુહાર જ્ઞાતિની કદાચ પ્રથમ શિક્ષણ સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ,શ્રી પી સી પરમાર છાત્રાલય ભાવનગર હશે. આ શિક્ષણનાં સેવાયજ્ઞમાં શ્રી લુહાર જ્ઞાતિ સમસ્ત તેમજ લુહાર જ્ઞાતિ ભાવનગરના દાતાશ્રીઓનો સારો સહકાર મળેલ છે.
 
નોટબુક રજિસ્ટર વિતરણની સાથોસાથ  સેવાભાવી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને વિશ્વકર્મા સેવા સંગઠન (સંયોજક શૈલેષભાઈ હરસોરા) દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસનુ સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં ૧૩૩ જેટલા જ્ઞાતિ ભાઈઓ-બહેનોએ  પ્રાથમિક આરોગ્યની તપાસ કરાવેલ. ઉપરોક્ત કાર્યમાં સહયોગી થનાર વ્યકિતઓનો સહુનો શ્રીઆશિષભાઈ પી.રાઠોડ પ્રમુખશ્રી અને વ્યવસ્થાપક સમિતિ,શ્રી પી.સી. પરમાર છાત્રાલય ભાવનગર દ્વારા આભાર વ્યકત કરાયો હતો.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com





Friday, June 10, 2022

લુહાર સમાજ મોરબીનું ઝળહળતું ગૌરવ ખાખરાળા ગામના લુહાર નીતિનભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાના પુત્ર ગૌતમ મકવાણા








લુહાર સમાજ સમાચાર - ખાખરાળા ગામના લુહાર નીતિનભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાના પુત્ર ગૌતમ નીતિનભાઈ મકવાણા દ્વારા તારીખ: 28/05/2022 ના રોજ હરિયાણામાં થયેલ નેશનલ ચેમ્પિયનશિપ માં ગુજરાતમાંથી સિલેક્ટ થઇ હોકી સ્પર્ધામા પ્રથમ ક્રમાંકે વિજેતા થઇને ગોલ્ડ મેડલ મેળવ્યો 


સાથે તેમણે પોતાના માતા-પિતા તથા મકવાણા પરિવાર સાથે લુહાર સમાજ મોરબી નું ગૌરવ વધાર્યું છે. તેમની આ અનોખી સિધ્ધિ બદલ સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબી તેમજ શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી સાથે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી તાલુકા ટીમ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com
Cell - 9512171071