Monday, September 19, 2022

BSYC ટીમ દ્વારા ગુજરાતનાં મુખ્ય ટાઉન શહેરોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાશે..





















Bsyc (બ્લેકસ્મિથ યુથ કલબ) ની રાજકોટ, સુરત, વડોદરા ટીમો દ્વારા લુહાર સમાજની એકતા માટે એક દિવસીય ગરબા નાઇટ (નવરાત્રી) ના પ્રોગ્રામનું આયોજન કરવા જઈ રહ્યું છે, 

જેમાં મુખ્ય ટાઉન શહેરો તેવાં રાજકોટ માં આશરે ૧૦૦૦૦+, સુરત માં ૭૦૦૦+, અને વડોદરા માં ૩૦૦૦+ લુહારજ્ઞાતિ સમાજના ભાઈઓ બેહનો ભાગ લેશે, હાલ પ્રોગ્રામ તથા બેનરનાં પોન્સર બુકિંગ શરૂ થઈ ગયેલ છે તો આપ પણ વહેલાંસર બુકિંગ કરાવશો.

આ વર્ષ દરમિયાન રંગીલા રાજકોટ નગરીમાં BSYC ગૃપ દ્વારા ગરબા નાઇટ ની ત્રીજી સિઝન ઉજવાઈ રહી છે, જેમાં એન્ટ્રી પાસના બુકિંગ શરૂ થઈ ગયેલ છે જેમની નોંધ લેશો, આપ પોસ્ટરમાં જણાવેલ દરેક સ્થળે પાસ બુકિંગ કરી મેળવી શકો છો..
તે સિવાય વધુ માહિતી માટે સંપર્ક કરો..
રાજકોટ - દીપ મકવાણા - ૯૮૨૪૯૪૯૪૯૯
સુરત - નિતીનભાઈ પરમાર - ૯૮૨૫૧૩૮૭૩૫
વડોદરા - ભાવેશ હંસોરા - ૯૯૨૫૨૦૪૫૩૪

લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com

Sunday, September 11, 2022

વિશ્વકર્મા સમાજની એકતા ઉન્નતિ અને વિકાસ માટે અવિરત કાર્યશીલ ટિમ તેવી "પ્રાઈડ ઓફ વિશ્વકર્મા ટિમ" દ્વારા "પ્રાઈડ ઓફ વિશ્વકર્મા-હેલ્થકાર્ડ" ટૂંક સમય માં લોંચ કરાશે..








વિશ્વકર્મા સમાજની એકતા ઉન્નતિ અને વિકાસ માટે અવિરત કાર્યશીલ  ટિમ એટલે "પ્રાઈડ ઓફ વિશ્વકર્મા ટિમ" જે  સામાજિક કાર્યો માં ખૂબ સારી ભૂમિકા ભજવી રહ્યું છે. અત્યાર સુધી ફેસબુકમાં "નમસ્તે ડૉકટર સાહેબ" પ્રોગ્રામ અલગ અલગ ક્ષેત્રના  નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યો. 


આ પ્રોગ્રામ ની ભવ્ય સફળતા બાદ આરોગ્ય ને ધ્યાન માં લઇ વિશ્વકર્મા સમાજ માટે  "પ્રાઈડ ઓફ વિશ્વકર્મા-હેલ્થકાર્ડ" ટૂંક સમય માં લોંચ કરવા જઈ રહ્યા છે જેમનો લુહાર/પંચાલ સમાજ ને મેડિકલ સાથે હોસ્પિટલ કામગીરી માં ધણી રાહત થશે તેવું "પ્રાઈડ ઓફ વિશ્વકર્મા ટિમ" નાં સક્રિય સભ્યશ્રી સુનિલભાઈ પંચાલે લુહાર સમાજ સમાચાર સાથે વાતચીત દરમિયાન માહિતી આપેલ છે

લુહાર સમાજ સમાચાર
Email :  alvsindia@gmail.com