____________________________________
મળેલ વિગત મુજબ બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજના અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા જ્ઞાતિબંધુઓ સાથે પ્રથમ જનરલ મીટીંગ ઓઢવ, અમદાવાદ ખાતે પ્રમુખ શ્રી વિશાલભાઇ પંચાલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી
જેમાં બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજના મંત્રી ધીરજભાઈ પંચાલ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ પંચાલ, કારોબારી સભ્ય કનુભાઈ પંચાલ, નવનીતભાઇ પંચાલ, મહેન્દ્રભાઇ પંચાલ, જાગૃતિબેન પંચાલ, બાવન ગોળ પંચાલ સમાજની યુવા કમિટી તેમજ મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજને એક કરી આગળ વધારવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. ભવિષ્યમાં સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજને નવી ઊંચાઈ પર લઇ જવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: 9512171071

































