Monday, May 27, 2024

અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા લુહાર સમાજના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવશે..





અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા  લુહાર સમાજના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવશે..

જેની બજાર કિંમત ૩૫ થી ૪૦ રૂપિયા છે. તે નોટબુક ફકત ૨૦ રૂપિયા માં આપવામાં આવશે



જેમાં એક આધારકાર્ડ ની ઝેરોક્ષ ચાલુ વર્ષની માર્કસ્લીપ ની ઝેરોક્ષ માર્કસ્લીપ ની પાછળ ક્યાં ધોરણ માં અભ્યાસ કરે છે તે લખવો જરૂરી છે.
જ્યારે નોટબુક લેવાં આવો ત્યારે ઝેરોક્ષ સાથે લઈ આવવાની રહેશે વિદ્યાર્થીઓને (૧૦) નોટબુક આપવામાં આવશે

નોટબુક વિતરણ
તારીખ ૨૮/૫/૨૦૨૪, મંગળવાર  રોજ સાંજે 5 થી 6 કરવામાં આવશે.
નોટબુક વિતરણ સ્થળ :
1, શ્રી કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિ ભુજ - સંપર્ક : 8758037130
2, ચિંતનબેન નિલેશભાઈ વાઘેલા ના ઘરે . ગઢશીશા - કચ્છ
સંપર્ક : 9913262755

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact : 9512171071



Saturday, May 25, 2024

ગાંધીનગર ખાતે વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા " ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ " યોજાશે..




વિશ્વકર્મા સમાજના દીકરા દિકરીઓને સારું શોક્ષણ મળી રહે તેમજ વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના નિશુલ્ક તાલીમ વર્ગો, ટેકનીકલ અને નોન ટેકનીકલ તાલીમ વર્ગો તેમજ રહેવા જમવાની વ્યવસ્થા સાથેની ઉત્તમ હોસ્ટેલની વ્યવસ્થા ઉભી કરવાના ઉમદા ઉદેશ સાથે વિશ્વકર્મા ધામ બનાવવાના ઉપલક્ષમાં વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને નવું બળ મળે તેમજ સમાજ એકજુટ થાય અને આંતર રાષ્ટ્રીય સ્તરે સમાજની મજબુત છબી ઉભી કરી સમાજને વૈશ્વિક ફલક લઇ જવા માટે તારીખ 4 અને 5 જાન્યુઆરી 2025નાં રોજ ગીફ્ટ સિટી, ગાંધીનગર ખાતે " ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ " નું આયોજન વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે. 


ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ માં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય લેવલના ઉધોગ સાહસિકો ભાગ લેશે. જેમાં એક્ષીબીઝનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ક્ષાના બાયર્સને સેલર અને સેલરને બાયર્સ મળી રહેશે તેમજ ખ્યાતનામ ઓધોગિક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.  ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ થકી નવા યુવા ઉધોગ સાહસિકો તૈયાર કરવામાં મદદરૂપ બનશે તેમજ નિષ્ણાત વક્તાઓ તથા સફળ ઉધોગપતિઓ દ્વારા બિઝનેશ મેનેજમેન્ટ અંગે વક્તવ્યો યોજાશે આમ વિશ્વકર્મા સમાજની દેશની સૌથી મોટી સમિટ ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ તરીકે આગામી સમયમાં ગીફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાશે.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact : 9512171071