ગુજરાતમાં આમતો દરેક મોટા જ્ઞાતિ પ્રસંગે સ્થાનિક પત્રકાર મિત્રોને ઉત્સવના ફોટા વિડિયો કે આમંત્રણ પત્રિકા દ્વારા પ્રેસ મિડિયા વિભાગમાં જાણકારી અપાઈ છે
પરંતુ ગુજરાત પ્રદેશમાં લુહારજ્ઞાતિ મંડળમાં સૌપ્રથમ વખત ભાવનગર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહારજ્ઞાતિ વિદ્યોતેજક મંડળ એટલેકે શ્રી પી સી પરમાર કુમાર છાત્રાલય અને શ્રી એલ આર ચૌહાણ કન્યા છાત્રાલય ના ઉપક્રમે પ્રથમ વખતજ લુહાર/સુથાર, પંચાલ સમાજના પત્રકાર મિત્રોની એક પત્રકાર પરિષદનું આયોજન ગત તારિખ: 15-09-2024 રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં શ્રી આશિષભાઈ પ્રેમજીભાઈ રાઠોડ (પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ ભાવનગર) દ્વારા વાતની શરૂવાત માં મુદ્દો જાહેર કરાયો હતો કે આજના સમયમાં જ્યારે ઉત્ક્રાંતિ અને વિકાસશીલ કાર્યો બાબતે આજનો યુવા વર્ગ જાગૃત થતો જાય છે ત્યારે સમસ્ત લુહારનાં અમુક યુવાઓ ને પોતાનાં કેરિયર અને ભવિષ્યને લઈને યોગ્ય નિર્ણય નથી કરી શકતા, અથવા તો આર્થિક સ્થિતિ સામાન્ય હોઈ તે કાબેલિયત હોવા છતાં આગળ પોતાની લાઈફ સેટલ નથી કરી શકતા. તે બાબતે સમાજ દ્વારા કેવા પગલાં લેવા જોઈએ.
ત્યારે ત્યાં ઉપસ્થિત મોટાભાગના પત્રકાર મિત્રોએ પ્રસ્ટતા સાથે ઉકેલ કહિયો કે હાલ આપડા સમાજમાં દીકરીઓ પ્રમાણે દીકરાઓ માં શાશ્રતા (અભ્યાસ) દર ઓછો છે, તે બાબતે જે રિતે P C પરમાર સાહેબની પહેલના પગલે કુમાર છાત્રાલય નું નિર્માણ થયું તે રિતે દરેક મોટા ટાઉન શહેરમાં આપડા સમાજની હોસ્ટેલ તથા સંકુલ સ્થાપિત કરવામાં આવે..
ત્યારે સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ ભાવનગરનાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ એ જાહેરત કરી હતીકે હાલ હંગામી દરેક પ્રકારની પરીક્ષાઓ કલાસ વન, કલાસ ટુ કે UPSC કે GPSC કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ માટે ગાંધીનગર મુખ્ય સેન્ટર ગણાય છે ત્યારે આપડે ગુજરાતનાં બધાં ટ્રસ્ટ મંડળને સાથે રાખી ત્યાં ગુજરાત લેવલનું એક સંગઠન કરી સ્પર્ધાત્મક પરીક્ષા યુપીએસસી જીપીએસસી માટે ગાંધીનગર ખાતે આપણા સમાજના વિદ્યાર્થીઓ રહીને ભણી શકે એ માટેનું એક સંકુલ બનાવવા પહેલ કરીએ તેમાં જ્યાં પણ જરૂર જણાય ત્યાં ભાવનગર લુહાર જ્ઞાતિ બોર્ડ હંમેશા તત્પર રહી કાર્ય કરશે..
(ભાવનગર લુહાર સમાજના 900 થી પણ વધુ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવેલ)
બીજા મુદ્દામાં સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ ભાવનગરના ટ્રસ્ટી મંડળે પ્રસ્તાવના મૂકી હતી કે હાલ અમો ભાવનગર ખાતે અમારા ટ્રસ્ટ દ્વારા અને બીજા લુહાર સામાજિક કાર્યકરો દ્વારા વિવિઘ સમાજ લક્ષી પ્રવુતિઓ હાથ ધરી કાર્ય કરી રહ્યું છે તે ગુજરાતનાં તમામ લુહારજ્ઞાતિ મંડળમાં શરૂ કરવામાં આવે..
તેમાં તેમની સેવાકીય સહાય જોઈએ તો..
1, આર્થિક સ્થિતિએ નબળા પરંતુ ભણવામાં હોશિયાર હોય તેવા વિર્ધાર્થિ ને સ્કુલ ફી સહાય.
2, જરૂરિયાત મંદ લુહાર બંધુને મેડીકલ હેલ્પ સહાય,.
3, ભાવનગર લુહાર સમાજના સ્ટુડન્ટ્સને વિના મૂલ્યે નોટબૂક વિતરણ
4, ભાવનગર લુહાર સમાજમાં કોઈ ઘેર મુત્યુ થતાં અન્નપૂર્ણા સહાય (ભોજન પોચતું કરવું)
5, દર વર્ષે ભાવનગર લુહાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને 850 ની આજુબાજુ ઇનામ આપવામાં આવે છે
અને બીજા જે લુહાર સમાજ સામાજિક કાર્યકરો દ્વારા ચાલતી બ્લડ બેંક જેમાં દર્દીને લોહી પોચડવાની કામગીરી કરે છે તેમજ બીજા સામાજિક કાર્યકર જે ઓર્થોપેડીક સારવાર અર્થે ટ્રકચર સાધનોની વિના મૂલ્યે સહાય પુરી પાડે છે..
તે સિવાયની પણ બીજી સામાજિક ચર્ચાઓએ આ પત્રકાર પરિષદમાં પ્રાણ પૂર્યા હતાં..
(ભાવનગરનાં 3000 થી પણ વધુ લુહારજ્ઞાતિ જનોએ આ કાર્યક્ર્મ નિહાળ્યો હતો)
જૉકે આ પરિષદમાં આપણા સમાજના નામાંકિત પત્રકાર મિત્રો જેમાં 1, શ્રી પ્રવીણભાઈ મકવાણા - અમરેલી (લોક સામના ન્યૂઝ) 2, શ્રી ભરતભાઈ રાઠોડ - ભાવનગર (વિશ્વકર્મા ટુડે મેગઝીન) 3, શ્રી મયુરધ્વજ એમ. પિત્રોડા - મોરબી (લુહાર સમાજ સમાચાર) 4, શ્રી કનુભાઈ પરમાર - વડોદરા (RR ન્યૂઝ - રેડ રોઝ સમાચાર) 5, શ્રી નિર્મલભાઇ મકવાણા - જુનાગઢ (લુહાર દર્પણ ન્યૂઝ) 6, શ્રી સોનલબેન વાળા - રાજકોટ (એંકર તથા રિપોર્ટર - લોક સામના ન્યૂઝ) 7, શ્રી પિયુષભાઈ લુહાર - મહુવા (એક્સપ્રેસ ન્યૂઝ) 8, શ્રી મેહુલભાઈ કારેલીયા - મુંબઈ (વિશ્ર્વકર્મા લુહાર ટાઈમ ન્યૂઝ) 9, શ્રી વિનોદભાઈ મકવાણા - જુનાગઢ (સીટી ન્યૂઝ) વગેરે આમંત્રણ માનનીય પત્રકાર મિત્રો પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.
(ભાવનગર લુહાર સમાજની આન બાન શાન એટલે વિશ્વકર્મા સર્કલ - ચોક ભાવનગર)
પત્રકાર મિત્રોને ઉપસ્થિત રહેવા બદલ ભાવનગર લુહાર સમાજ વતી શ્રી આશિષભાઈ પ્રેમજીભાઈ રાઠોડ (પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ ભાવનગર) દ્વારા સર્વે પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો,
(લુહાર સમાજ કામગીરીનો ઉત્તમ ખજાનો એટલે એલ.આર. ચૌહાણ કન્યા છાત્રાલય)
જ્યારે સમસ્ત લુહાર સમાજ પત્રકાર મિત્રો તરફથી પત્રકાર અને યુવા વક્તાશ્રી પિયુષભાઈ લુહારે શ્રી સૌરાષ્ટ્ર લુહારજ્ઞાતિ વિદ્યોતેજક મંડળ ભાવનગરના તમામ ટ્રસ્ટીઓ અને ખાસ શ્રી આશિષભાઈ પ્રેમજીભાઈ રાઠોડ (ગવરમેન્ટ ઓફિસર) નો આભાર વ્યક્ત કરી લુહાર સમાજ પત્રકાર મિત્રોની પ્રથમ પત્રકાર પરિષદ યોજીવા બદલ તમામ આયોજક મિત્રોનો આભાર વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી..
______________________________________
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
કોન્ટેક્ટ : 09512171071