રાજકોટ શહેરમા લુહાર સમાજનો અનોખો સ્નેહમિલન કાર્યક્રમ ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવાયો જાણો સંપૂર્ણ અહેવાલ
વિગત મુજબ ૧, શ્રી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળ રાજકોટ / ૨, શ્રી લુહાર સેવા સમાજ રાજકોટ તથા શ્રી લુહાર હિતેચ્છુ મંડળ - રાજકોટની ત્રણેય સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ નું આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખશ્રી પ્રવીણભાઈ આસોડિંઆ (શ્રી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળ - રાજકોટ) તથા પ્રમુખશ્રી યોગેશભાઈ સી. સોલંકી (શ્રી લુહાર સેવા સમાજ - રાજકોટ) તથા પ્રમુખશ્રી ભૂપતભાઈ એમ. ડોડીયા (શ્રી લુહાર હિતેચ્છુ મંડળ - રાજકોટ) ની અપાર મહેનત, લગન અને સમાજ ભેગો કરવાની નેમ સાથે આ ત્રણેય પ્રમુખશ્રી તરફ આયોજન કરાયું હતું જેેેમાં તેેેમની એકતા આ પ્રસંગમાં જોવા મળી હતી, સમાજ ના વિશાળ કાર્યક્રમ દરમિયાન આવેલ મહેમાનો જેમાં રાજકોટ શહેર તેમજ મોરબી, વાંકાનેર, આટકોટ, જામનગર, અમદાવાદ, અને મોડાસા થી આવેલ હતા. આવેલ મહેમાનોમા શ્રી જે. પી. રાઠોડ (સતી લોયણ માતા ટ્રસ્ટ - આટકોટ) તથા મંડળ ના સદસ્યો, શ્રી પ્રવિણભાઈ પરમાર (PSI), શ્રી રાજુભાઈ હંસોરા, શ્રી ગોપાલભાઈ મારુ (લુહાર સમાજ મંડળ - મોરબી), શ્રી અંબાલાલ મારુ (લુહાર સમાજ મંડળ - વાંકાનેર), શ્રી કનકરાય પરમાર (લુહાર પ્રગતી મંડળ - જામનગર), શ્રી જયંતિભાઈ પરમાર (ચંડી ચામુંડા અતિથિ ગૃહ - ચોટીલા), શ્રી કિશોરભાઈ રાઠોડ (પત્રકાર - ધોરાજી, શ્રી રાજુભાઈ પિત્રોડા (લુહાર સમાજ અગ્રણી - ગોંડલ), શ્રી મયુરભાઈ મિસ્ત્રી (સંયોજક - વિશ્વકર્મા સાહિત્ય ભારત તથા વિશ્વકર્મા પ્રચારક), શ્રી ઘનશ્યામ ભાઈ પંચાલ (અધ્યક્ષ ABVP), શ્રી મીનલબેન પંચાલ (ચેયરપસૅન - હેપી હાર્ટ ફાઉંડેશન),શ્રી રજનીકાંત હરસોરા (વિશ્વકર્મા લુહાર ધર્મ), શ્રી અશોકભાઈ રાઠોડ (ટ્રસ્ટી - ચોટીલા), શ્રી પ્રવીણભાઈ પરમાર (મંત્રી - ચોટીલા), શ્રી પ્રવીણભાઈ મકવાણા (એડિટર - લોક સામના ન્યૂઝ ચેનલ), શ્રી પ્રવીણભાઈ કવૈયા (સંત વાણી ગ્રુપ), શ્રી ચંદુભાઈ પઢારીયા (લુહાર ઉદ્યોગપતિ), પરેશભાઇ દાવડા (દિવ્યકેસરી ન્યુઝ), શ્રી રમેશભાઈ મકવાણા (બાલવી), શ્રી સંજયભાઈ તલસાનિયા (વિશ્વકર્મા પ્રચારક), શ્રી ડૉ. મધુલીકાબેન, શ્રી કંચનબેન સિધધપુરા (BJP- મહિલા મોરચા), શ્રી કિર્તીબેન કવૈયા, અને અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન માટે શ્રી યોગેશભાઈ સોલંકી તથા શ્રી મંગેશભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું જે કાર્યક્રમ ને રૂપરેખા આપવામાં સફળ રહ્યા હતા.
કાર્યક્રમ મા આવેલ મહેમાનો દ્વારા સામાજિક અને શૈક્ષણિક વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને અમદાવાદ થી આવેલ સંજયભાઈ તલસાનિયા દ્વારા વિશ્વકર્મા નું સરસ જ્ઞાન આપ્યું જે આજની પેઢી માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે તેમજ મયુરભાઈ દ્વારા સમાજ મા યુવાનો ને કમાન આપવા અને તેમને સમાજ તરફ પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાઓ ના પ્રમુખ શ્રી ઓ ને આગ્રહ કરવામાં આવ્યો હતો તેમણે વિશ્વકર્મા ના મંત્ર માટે બાળકો ને પ્રેરિત કરવાનું પણ કહ્યું હતું. શેક્ષાંણિક ને મહત્વ આપવા માટે તમામ સમાજજનો ને આગ્રહ કર્યો હતો.
સમાજ ની એકતા ના સરસ વિચારો સમાજ સમક્ષ મૂકાયા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે હમેશાં તત્પર રહેતા એવા શ્રી પ્રવીણભાઈ આસોડિંઆ, શ્રી મગનભાઇ પિત્રોડા, શ્રી ભરતભાઇ પિત્રોડા, શ્રી ભૂપતભાઈ હંસોરા, શ્રી ભૂપતભાઈ આસોડિંઆ, શ્રી ભૂપતભાઈ પરમાર, શ્રી ડૉ. એસ. એસ. પરમાર, શ્રી ચંદુભાઈ પિત્રોડા, શ્રી મનસુખ ભાઈ સોલંકી, શ્રી ભરતભાઈ મારુ, શ્રી પ્રકાશભાઇ પિત્રોડા, શ્રી ચંદુભાઈ ઉમરાણીયા, શ્રી ભાવેશભાઈ પિત્રોડા (રોયલ), શ્રી હિતેશભાઇ પિત્રોડા, શ્રી વિલાસ ભાઈ પિત્રોડા, શ્રી રોહિત ભાઈ પિત્રોડા, શ્રી નિતીન ભાઈ પિત્રોડા, શ્રી સુધીર ભાઈ રાઠોડ, કૈલાશભાઈ રાઠોડ, શ્રી જયંતિભાઈ ચૌહાણ, શ્રી નરેશભાઈ પરમાર, શ્રી ભૂપતભાઈ ડોડીયા, શ્રી કૃષ્ણકાંત ડોડીયા, શ્રી મહેન્દ્રભાઇ દાવડા, શ્રી જયેશભાઇ પીઠવા, શ્રી ભોળા ભાઈ પરમાર અને શ્રી પ્રકાશભાઇ ડોડીયા આ બધા જ ખૂબ મહેનત કરી એકતરિત કરવામાં સફળ રહ્યા અને કાર્યકર્તા તરીકે કામ ની ફરજ બજાવતા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત સમાજની બહેનોની સંખ્યા ખૂબ વધુ પ્રમાણ માં જોવા મળી એ સમાજ માટે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળી રહ્યું છે તે ઝલક જોવા મળી હતી
આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મોટા પ્રમાણમાં જ્ઞાતિજનો આવ્યા અને કાર્યક્રમ ની શોભા વધારી હતી.
અહેવાલ : મંગેશભાઈ મિસ્ત્રી રાજકોટ
રિપોર્ટર : સંજયભાઈ સોલંકી રાજકોટ
No comments:
Post a Comment