Monday, March 23, 2020

કોરોના ના પગલે લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના" ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી દ્વારા દરેક લુહાર સમાજ જ્ઞાતી જનોને સંદેશ...

સ્થિતિ ખુબ જ કપરી થવાની છે.

USA આજે ૧૪૫૫૦ નવા કેસ. ટોટલ ૩૮૭૫૭ કેસ થઈ ગયા ફક્ત ૮ દિવસ માં. આજ ની મોત:૯૮

Italy તો પુરે પૂરું ધોવાય ગયું છે. આજે નવા કેસ ૫૫૬૦. ટોટલ ૫૯૧૩૮. આજની મોત: ૬૫૧ ઈટલી ની વસ્તી બરોબર આપણા ગુજરાત જેટલી છે. નવા દર્દીઓ માટે હવે ત્યાં જગ્યા છેજ નહિ.





Spain ની કમર તૂટી ગઈ છે. આજ ના નવા કેસ: ૩૧૦૭. ટોટલ ૨૮૬૦૩. આજના મોત: ૩૯૫


ભારત નું મેડિકલ ઈન્ફ્રાસટ્રક્ચર આટલા કેસ સંભાળવા સક્ષમ નથી એ નકરી હકીકત છે.

માટે કેસ ન વધે એ એકજ રસ્તો છે અને social distancing એકમાત્ર ઉપાય

આપણે થાળી વગાડી લીધી એટલે સમસ્યા મટી નથી. અતિશય કાળજી લેવાની અત્યારથી જરૂર છે. આવનારો ૧ મહિનો જાહેર માં જવાનું સંપૂર્ણ પણે ટાળો




૧) જરૂરી ચીજવસ્તુઓ લેવા ઘરનું કોઈ પણ એકજ વ્યક્તિ નીકળશે. ફક્ત માસ્ક નહિ ચાલે. માસ્ક અને હાથના રબર ના ગ્લોવ ન ખરીદ્યા હોય તો ખરીદી લો. આંખ ઉપર sunglasses પેહરી નેજ નીકળો. જરૂરી સામાન લઈ સીધા ઘરે.

૨) ૬૦ ની ઉપર ના અને ૧૦ થી નાના તો સંપૂર્ણ પણે ઘરેજ રહે એની તકેદારી રાખો. જેટલા મોત થયા છે એમાં ૯૮.૬% લોકો ૬૦ થી ઉપરના છે.

૩) swiggy zomato માંથી ડિલિવરી બંધ કરી દો.

૪) ૪ થી વધારે લોકો એ ભેગા થવું નહિ. સાંજે ગપ્પા ગોષ્ઠી કરવાથી બાકી બીજી બધી કાળજી ઓ નો કોઈ અર્થ નથી.

૫) આવનારો એક મહિનો નક્કી કરશે કે આપણો દેશ ૫ મહિના પછી પાછો ઊભો થશે કે પછી આવનારા ૨ વરસ સુધી પત્તો નહિ ખાય.

આ મેસેજ ને અત્યારેજ ફોરવર્ડ કરો. તાળીઓ થી આપણે આપણા ડોકટરો ને વધાવ્યા. નક્કી કરીશું કે આવનારા દિવસો માં એમની તકલીફો નહિ વધારીએ.

લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના"
ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી - નરેન્દ્રભાઈ હંસોરા મારા
દ્વારા દરેક લુહાર સમાજ જ્ઞાતી જનોને સંદેશ છે

"સાવધાન રહો, સ્વચ્છ રહો"


🇮🇳જય હિંન્દ..
🚩જય લુહાર સમાજ...





No comments:

Post a Comment