Wednesday, July 22, 2020

શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ - રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે...







શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા મિટિંગમા લેવાયેલો નિર્ણય સાતમ/આઠમના તહેવારોમાં લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે 




મળતી માહીતી મુજબ રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા તા.22/07/20 ના દિવસે જ્ઞાતી ઉત્કર્ષ વિચાર વિમર્શ માટે અગત્યની મિટિંગ મળી હતી જેમાં સર્વાનું મતે નિર્ણય લેવાયો છેકે લોકડાઉન ના  કપરા કાળમાં ધંધા/રોજગાર શરૂ થયા પછી પણ ધણા ખરા આપણા જ્ઞાતી ભાયો હજુ ધણી હાડમારી નો સામનો કરી રહ્યાં છે તો તેવા જરૂરિયાત મંદ લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટ નું વિતરણ કરિએ જેથી સાતમ/આઠમ જેવા આપણા મહતમ ઉત્સવમાં તેમના પરિવારમાં ઉત્સાહ જણવાઈ રહે અને ત્યાર બાદ સર્વાનું મતે નિર્ણય લેવાયો કે આ વખતે સાતમ/આઠમ ના તહેવાર નિર્મિતે આપણે આપણા લુહાર ભાઈઓ જે ખરેખર જરૂરિયાત મંદ છે તેઓને શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે અને આ કિટનો લાભ લેવા માટે રાજકોટના જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ અને બહેનોએ તા. 23 જુલાઈથી 2 અગષ્ટ સુઘીમાં કંચનબેન સિધ્ધપુરા મો.- 9924844843 ટાઈમ સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન ફોન કરી પોતાનુ નામ/સરનામું અને મોબાઈલ નંબર લખાવી  પોતાની કિટ બુક કરાવી લેવા શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા અનુરોઘ કરાયો છે


ત્યાર બાદ તા. 7 અગષ્ટ થી 9 અગષ્ટ એમ કુલ ત્રણ દિવસ સુઘી બપોરના 03:30 થી 07:30 સુધી આ કિટનું વિતરણ કરાશે

આ કામગીરીમાં લુહાર સોશ્યલ ગૃપના મુખ્યત્વે 
કમલેશભાઈ સિદ્ધપુરા
શૈલેષભાઇ કવૈયા
કાચનબેન સિદ્ધપુરા ભાજપ
મનસુખભાઈ ડોડિયા
સંજયભાઈ સોલંકી
સુરેશભાઇ પરમાર
હરેશભાઈ પરમાર
પ્રકાશભાઈ ડોડિયા વગેરે મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે 

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કપરા સમયમાં જ્ઞાતી ભામાશાના રૂપે શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા 1100 અનાજ ની કિટનું વિતરણ કરાયું હતુ અને તેયવિતરણ કર્યા બાદ સાતમ/આઠમના તહેવારોમાં જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ ને મિઠાઈ તથા ફરશાણ કિટનુ વિતરણ કરવામાં આવશે


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email - alvsindia@gmail.com 

જ્ઞાતી બંધુઓના મંતવ્ય અને લેખ આવકાર્ય છે...






No comments:

Post a Comment