Monday, August 31, 2020

સાહિત્ય કોલમ - "જીંદગી જીવવાની જડીબુટ્ટી"


નમસ્કાર દોસ્તો મારી આ ટુંકીવાર્તા કે બોઘન આમતો નાનુ અને સરળ છે પણ તેમાં છુપાએલ સંદેશ આજના જીવનની ખરી વાસ્તવિકતા વર્ણવે છે જે ન્યાયમૂર્તિ સાહેબના રૂપે સમાજને આગવી સોચ કેળવવાની વાત શિખવે છે..

તો ચાલો માણીયે ટુંકી વાર્તા...



"જીંદગી જીવવાની જડીબુટ્ટી"

ગીતાબેન અને તેમના દિકરા અનુરાગની પત્ની મિતાંગીના ઘરેલું જીવનના નાના અવઢવ અને મનચડાવની વાત આખરે ઘરેલું ઝધડાથી લઈને સુપ્રીમ કોર્ટના દરવાજે પહોચી હતી અને શાંત અને સૌમ્ય જીવન શૈલીમાટે ઉદાહરણ આપતા પરિવારની વાતો સમાજ અને ગામના મોઢે વગોવાઈ રહી હતી

આખરે બને સાસુ વહુની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જર્જે કૌટુંબિક વિખવાદનો ઉકેલ લાવતા નામદાર ન્યાયમૂર્તિ સાહેબે ઠપકા સાથે ગીતાબેનને અમૂલ્ય અને ઉપયોગી સલાહ આપી કે...

      

1. ક્યારેય તમારા પુત્ર અને પુત્રવધૂ ને તમારી સાથે રાખવા ઉત્સુક ન બનો. 
તેમને પોતાની રીતે પોતાનું ઘર લઈ જુદા રહેવા સમજાવો. એમ કરવાથી પુત્ર સાથે અને તેના સાસરિયા સાથે સારા સંબંધો રહે છે અને પુત્ર ને પોતાનું ઘર પોતે જ બનાવવાની જવાબદારી પણ છે તે હકીકત નું ભાન થાય છે.

2. તમારી પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં. 
તેને તમારી મિત્ર માનો. તમે તમારા પુત્ર ને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય, કારણ કે તમે ક્યારેક જો કોઇ વાતે વઢશો કે ઠપકો આપશો તો એ જીંદગીમાં ક્યારેય નહીં ભુલે, કારણ કે તે એવું માનતી હોય છે કે તેને સુધારવાનો કે વઢવાનો હક તેની મા નો છે તમારો નહીં.

3. તમારો પુત્ર હવે પરણેલો અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે એટલે તેની પત્નીના ચારિત્ર્ય ની અને તેની આદતો ને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં.

4. જ્યારે તમે સાથે રહેતા હો ત્યારે પણ એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી તમને તમારી પુત્રવધૂ પ્રેમથી વિનંતી ન કરે ત્યાં સુધી રોજીંદા જીવનમાં તેમના છોકરા સાચવવા કે કપડાં ધોવાથી લઈને કોઈ કામ જો તમારાથી થઈ શકે તેમ હોય તોજ તે કરવાની જવાબદારી લેવી અને કામ કરી આપ્યા પછી કોઇ પણ પ્રકારની આશા રાખવી જોઈએ નહીં.

5. જ્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી કે ઝઘડાઓ થયા હોય તે બાબતે તમારે બહેરા અને મુંગા થઈ જવું. આજકાલના પુત્ર અને પુત્રવધૂ ને તેમની અંગત બાબતમાં કોઈનો ચંચુપાત ગમતો નથી. આ તેમનો અંગત મામલો છે અને તેનો ઉકેલ તેમને જ લાવવા દો અને આ ઉમરે આવું થતું જ હોય છે તેમ માનો.

6. તેમના સંતાનો એ તેમના જ છે અને તેમને કેમ ઉછેરવા તે અને સારા સંસ્કાર આપવાની અને કેમ ભણાવવા તે સૌ જવાબદારી તેમની જ છે તમારી હરગીઝ નથી તે ખાસ સમજો.

7. તમારી પુત્રવધૂ તમારી લાગણી સમજે, તમારી વાત માને કે તમારી સેવા કરે એ જવાબદારી તમારા પુત્રની છે પુત્રવધૂની નહીં તે ખાસ ધ્યાનમાં રાખો. તમે તમારા પુત્રને કેવી રીતે ઉછેર્યો છે અને કેવા સંસ્કાર આપ્યા છે તેના ઉપર બધું નિર્ભર છે.

8. તમારી નિવૃત્તિનું પ્લાનિંગ તમારી રીતે તમારે જ કરવાનું હોય છે. તેમાં પુત્ર મદદરૂપ થાય તો સારી વાત છે પણ તમારે તેની આશા રાખવી નહીં. તમારી અડધી કરતાં વઘુ જીંદગી પસાર થઈ ગઈ છે અને હજુ ઘણું જીવવાનું છે, જોવાનું છે, જાણવાનું છે, માણવાનું છે તેમ સમજી નિવૃત્તિનું પ્લાનિંગ કરવું.

9. તમારી નિવૃત્તિ કેવી અને કેટલી સુંદર રીતે માણવી એ ફક્ત તમારા ઉપર નિર્ભર છે. જે અને જેટલી શક્ય હોય તે બધી જ મજા કરો અને બને તો તમારી બધી જ બચત બધી જ સંપત્તિ જીવતાજીવત જે યોગ્ય લાગે તે મોજ મજામાં વાપરી નાખો જેથી ભરપૂર જીંદગી જીવ્યા નો સંતોષ થાય.

તમારા પૌત્ર પૌત્રી તમારા પુત્ર એ તમારા કુટુંબ ને દુનિયા ની આગવી સોગાદ છે એમ માનો. અને આજ છે  જીંદગી જીવવાની જડીબુટ્ટી...

અને પ્રેમાઅક્ષુ સાથે ગીતાબેન અને મિતાંગી પોતાના ઘર તરફ રવાના થયા...



આલેખન : જયંતીભાઈ હિરજીભાઈ મારુ - જામનગર
કોન્ટેક : 9427257052

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ ન્યુઝમાં જ્ઞાતી બંધુઓના લેખ, કવિતા, અને આપના સમાચાર કે લેખ સંબંઘીત મંતવ્યો આવકાર્ય છે 

આપના લેખ સાહિત્યકે કોલમ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા સાથે આપનો ફોટોગ્રાફ, સરનામું અને મોબાઈલ નંબર લખવા...

કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com


Sunday, August 30, 2020

રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા રાજકોટ લુહાર જ્ઞાતી ભાઈઓ માટે માનવતા મહેકી કર્યુ પ્રેરણાત્મક કાર્ય.....






રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા તા.22/07/20 ના દિવસે જ્ઞાતી ઉત્કર્ષ વિચાર વિમર્શ માટે અગત્યની મિટિંગ મળી હતી જેમાં સર્વાનું મતે નિર્ણય લેવાયો હતોકે લોકડાઉન ના  કપરા કાળમાં ધંધા/રોજગાર શરૂ થયા પછી પણ ધણા ખરા આપણા જ્ઞાતી ભાઈ હજુ ધણી હાડમારી નો સામનો કરી રહ્યાં છે તો તેવા જરૂરિયાત મંદ લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટ નું વિતરણ કરિએ જેથી સાતમ/આઠમ જેવા આપણા મહતમ ઉત્સવમાં તેમના પરિવારમાં ઉત્સાહ જણવાઈ રહે 


અને ત્યાર બાદ સર્વાનું મતે નિર્ણય લેવાયો કે આ વખતે સાતમ/આઠમ ના તહેવાર નિર્મિતે આપણે આપણા લુહાર ભાઈઓ જે ખરેખર જરૂરિયાત મંદ છે તેઓને શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે અને આ કિટનો લાભ લેવા માટે રાજકોટના જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ અને બહેનોએ તા. 23 જુલાઈથી 2 અગષ્ટ સુઘીમાં કંચનબેન સિધ્ધપુરા મો.- 9924844843 ટાઈમ સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન ફોન કરી પોતાનુ નામ/સરનામું અને મોબાઈલ નંબર લખાવી  પોતાની કિટ બુક કરાવી લેવા શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા અનુરોઘ કરાયો હતો 




ત્યાર બાદ તા. 7 અગષ્ટ થી 9 અગષ્ટ એમ કુલ ત્રણ દિવસ સુઘી બપોરના 03:30 થી 07:30 સુધી આ કિટનું વિતરણ કરાયુ હતું અને
આ કામગીરીમાં લુહાર સોશ્યલ ગૃપના મુખ્યત્વે :

કમલેશભાઈ સિદ્ધપુરા
શૈલેષભાઇ કવૈયા
કંચનબેન સિદ્ધપુરા - ભાજપ
રાજુભાઈ સિધ્ધપુરા
દિલીપભાઈ સિધ્ધપુરા
પ્રકાશભાઈ ડોડિયા વગેરે મેમ્બરો જહેમત ઉઠાવી હતી

સાથે રાજકોટ લુહાર સમાજના મહિલા મંડળની બહેનોએ પણ ભારે જહેમત ઉઠાવી જ્ઞાતી ઉત્કર્ષનુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ

આ પ્રસંગે રાજકોટ સાંસદ સભ્ય અભયભાઈ ભારદ્વાર્જ અને ભૂત પૂર્વ મેયર દક્ષાબેન બોળીયા એ પણ મુલાકાત લીધી હતી



ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કપરા સમયમાં જ્ઞાતી ભામાશાના રૂપે શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા 1100 અનાજ ની કિટનું વિતરણ કરાયું હતુ અને તેયવિતરણ કર્યા બાદ સાતમ/આઠમના તહેવારોમાં જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ ને મિઠાઈ તથા ફરશાણ કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને આવનારા સમયમાં પણ કપરા કાળમા લુહાર જ્ઞાતીના જરૂરિયાત મંદ પરિવારોને મદદ કરવા માટે પણ રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ કટીબંઘ રહેશે તેવુ ગૃપ સભ્યોએ ALVS ઈન્ડિયા ન્યુઝને જણાવ્યુ છે


ALVS ઈન્ડિયા ન્યુઝ 
લુહાર સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
રિપોર્ટર સંજય સોલંકી 
કોન્ટેક : 9662299445


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ ન્યુઝમાં જ્ઞાતી બંધુઓના લેખ, કવિતા, અને આપના સમાચાર કે લેખ સંબંઘીત મંતવ્યો આવકાર્ય છે

આપના લેખ સાહિત્યકે કોલમ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા સાથે આપનો ફોટોગ્રાફ, સરનામું અને મોબાઈલ નંબર લખવા...
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com












Tuesday, August 18, 2020

શિક્ષક શ્રી પંચાલ ચંદ્રકાન્તભાઈ પી.ને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા






શ્રી દેરડી (જાનબાઈ) ના પ્રાથમિક શિક્ષક શ્રી પંચાલ ચંદ્રકાન્તભાઈ પી.ને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના  પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા.



(લાઠી મુકામે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી દરમ્યાન પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું.)

લાઠી.બાબરા. તા.૧૬ ઓગષ્ટ.
       લાઠી ખાતે આયોજીત ૧૫ મીઓગષ્ટ ૭૪ મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી નિમિત્તે  મામલતદાર શ્રી મનાત સાહેબ ,ટી ડી ઓ શ્રી મકવાણા સાહેબ તથા અન્ય અધિકારીગણ તેમજ બી. આર.સી. લાઠી ની ઉપસ્થિતિ માં  "પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર" અર્પણ કરી શ્રી ચંદ્રકાન્તભાઈ પી ને સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૯-૨૦ ના દ્રિતીય સત્ર દરમ્યાન સમગ્ર ક્લસ્ટર માં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપુર્ણ પ્રયોગો, સામાજીક ક્ષેત્ર વગેરે માં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું. ત્યારે શાળા પરિવાર, શિક્ષણ વિભાગ, ગ્રામજનો સહિત સર્વો કોઈએ શિક્ષક શ્રી પંચાલ ચંદ્રકાન્તભાઈ પી ને અભિનંદન આપ્યા હતા.


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
રિપોર્ટર જયેશ મકવાણા - ઢસા 


આપના આર્ટિકલ, લેખ અને મંતવ્યો આવકાર્ય છે
કોન્ટેક : 9512171071
 Email : alvsindia@gmail.com







Friday, August 14, 2020

ભાવનગર ખાતે લુહાર સુથાર કન્યા છાત્રાલય નું થયેલું ખાત મુહૂર્ત






ગોહિલવાડની ધીંગી ધરા ભાવનગર મુકામે શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ દ્વારા શ્રી એલ.આર. ચૌહાણ કન્યા છાત્રાલય બિલ્ડિંગનું આજરોજ તારીખ ૧૩-૦૮-૨૦ નાં રોજ દાતાશ્રીઓ, જ્ઞાતિપ્રમુખશ્રી, જ્ઞાતિ  અગ્રણીઓ, જ્ઞાતિબંધુઓ તેમજ પી સી પરમાર છાત્રાલય પ્રમુખશ્રી અને  કાર્યવાહક કમિટી ની ઉપસ્થિતિ માં  દાતાશ્રીઓ સર્વ શ્રી ભૂમિ દાતાશ્રી સ્વ.લવજીભાઇ રણછોડભાઈ  ચૌહાણ પરિવાર દિહોર વાળા હાલ ભાવનગર,
 ગ.સ્વ.અરુણાબેન રમણીકભાઇ તેમજ દિલીપભાઈ હરજીવનભાઈ રાઠોડ નાં
વરદ હસ્તે  ખાતમુર્હુત કરવામાં આવેલ

સ્વ.લવજીભાઈ રણછોડભાઈ ચૌહાણ પરિવાર દ્વારા ભૂમિ દાન

ગ.સ્વ.અરુણાબેન રમણીકભાઇ ચુડાસમા ભાવનગર દ્વારા એક રૂમ નું ૨.૨૧.૦૦૦/- નું પ્રથમ દાન જાહેર

સ્વ.મુકતાબેન નાગજીભાઈ રાઠોડ
હસ્તે - સુરેશભાઈ નાગજીભાઈ રાઠોડ  ( તળાજા વાળા, હાલ પુના)દ્વારા એક  રૂમ નું ૨.૨૧.૦૦૦/- દાન

૫૧.૦૦૦/-પોપટભાઈ લક્ષ્મણભાઈ પિત્રોડા ભાવનગર

મુખ્ય દાતાશ્રી તરીકે અમદાવાદ સ્થિત  મૂળ ભાવનગરનાં   સ્વા. જયાબેન હરજીવનભાઈ અને સ્વ. હરજીવનભાઈ કુબેરભાઈ  રાઠોડ  હસ્તે પુત્રરત્ન શ્રી દિલીપભાઈ રાઠોડ દ્વારા ૧૧.૦૦.૦૦૦/-(અગિયાર લાખ) નું દાન જાહેર કરાયું

સહુ પધારેલા જ્ઞાતિજનોએ અભિનંદન અર્પી શુભકામનાઓ પાઠવેલ

દાન ની વધુ વિગત  પછીના વિશ્વકર્મા ટુડે અંક માં પ્રસિદ્ધ થશે  

જે કોઈને દાન કરવું હોય તો નીચે જણાવ્યા મુજબ નો  સંપર્ક કરવો

આશિષ ભાઇ રાઠોડ પ્રમુખશ્રી            
 મો -૯૩૨૭૯૩૨૭૭૭ ઉપપ્રમુખશ્રી
ભરતભાઈ ચુડાસમા 
મો-૯૪૨૬૨૨૧૦૧૭
વિપુલભાઈ હરસોરા ઉપપ્રમુખશ્રી
મો-૯૪૨૬૨૨૧૪૫૬
 
ઓછામાં ઓછું એક ફૂટ નાં ૧૫૦૦/- લેખે ૫ ફૂટ નું દાન ૭૫૦૦/- દાન કરી શકાશે જેનું નામ તકતી માં લખાશે વધુ માહિતી માટે ઉપરોક્ત મોબાઈલ પર સંપર્ક કરવો


ALVS ઈન્ડિયા ન્યુઝ 
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
માહિતિ - આશિષભાઈ  રાઠોડ 
અહેવાલ - વિશ્વકર્મા ટુડે તંત્રીશ્રી
શ્રી ભરતભાઈ રાઠોડ ભાવનગર 

Saturday, August 8, 2020

મોરબીના લુહાર સમાજ યુવા પ્રતિભા અને જે.કે. બેકરી & નમકિનના માલીક કિશન પિત્રોડાનો આજ જન્મ દિવસ










મોરબીના લુહાર સમાજ યુવા પ્રતિભા અને જે.કે. બેકરી & નમકિનના માલીક કિશન પિત્રોડાનો આજ જન્મ દિવસ છે જે જે.કે. મશીન ટુલ્સ અને લુહાર જ્ઞાતી અગ્રણી અશ્વિનભાઈ પિત્રોડાનો પૌત્ર અને પરેશભાઈ પિત્રોડાના પુત્ર છે કિશનભાઈ પોતે પણ નાની ઉંમરમાં જે.કે. ઈન્ડસ્ટ્રીઝ અને જે.કે. બેકરીનો બિઝનેશ સંભાળી રહ્યા છે સાથે BBA નો અભ્યાસ પુર્ણ કરી હાલ MBA પણ ભણી રહ્યા છે 

લુહાર સમાજના યુવાઓ માટે કારકિર્દી ધડતરનો મહત્વનો બોઘ પોતાના કાર્ય કુશળથી સમજાવતા કિશન પિત્રોડાનો આજ જન્મ દિવસ હોય ત્યારે તેમના મિત્રો સ્નેહિજનો તેમના મો. નંબર 7878780088 પર તેમને શુભેચ્છાઓ અને બર્થડે વિશ કરી રહ્યા છે

ત્યારે ALVS ઈન્ડિયા ન્યુઝ પરિવાર તરફથી પણ કિશન પિત્રોડાને જન્મ દિવસની ઢેર સારી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ...


શુભેચ્છક :
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
મોરબી બ્યુરો રિપોર્ટર
કિશોર બી. કવૈયા સાથે જયદિપ પી. પિત્રોડા 



+919081697191







મોરબીના લુહાર સમાજ યુવા પ્રતિભા અને જે.કે. બેકરી & નમકિનના માલીક કિશન પિત્રોડાનો આજ જન્મ દિવસ છે જે જે.કે. મશીન ટુલ્સ અને લુહાર જ્ઞાતી અગ્રણી અશ્વિનભાઈ પિત્રોડાનો પૌત્ર અને પરેશભાઈ પિત્રોડાના પુત્ર છે કિશનભાઈ પોતે પણ નાની ઉંમરમાં જે.કે. ઈન્ડસ્ટ્રીઝ અને જે.કે. બેકરીનો બિઝનેશ સંભાળી રહ્યા છે સાથે BBA નો અભ્યાસ પુર્ણ કરી હાલ MBA પણ ભણી રહ્યા છે 

લુહાર સમાજના યુવાઓ માટે કારકિર્દી ધડતરનો મહત્વનો બોઘ પોતાના કાર્ય કુશળથી સમજાવતા કિશન પિત્રોડાનો આજ જન્મ દિવસ હોય ત્યારે તેમના મિત્રો સ્નેહિજનો તેમને શુભેચ્છાઓ અને બર્થડે વિશ કરી રહ્યા છે

ત્યારે લુહાર સમાજ સમાચાર પરિવાર તરફથી પણ કિશન પિત્રોડાને જન્મ દિવસની ઢેર સારી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ...


શુભેચ્છક :
J.K. મશીન ટુલ્સ મોરબી
જય કિશન ઇન્ડસ્ટ્રીઝ - મોરબી
જે.કે. બેકરી એન્ડ નમકીન - મોરબી



લુહાર સમાજ સમાચાર
Email alvsindia@gmail.com




Thursday, August 6, 2020

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) ના સભ્યો "નમસ્તે ડૉક્ટર સાહેબ" પ્રોગ્રામની ભવ્ય સફળતા જોઈને હવે લાવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે નો પ્રોગ્રામ એટલેકે "શિક્ષણ જ્યોત"







પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) ના સભ્યો "નમસ્તે ડૉક્ટર સાહેબ" પ્રોગ્રામની ભવ્ય સફળતા જોઈને હવે લાવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે નો પ્રોગ્રામ એટલેકે "શિક્ષણ જ્યોત"

જેમાં વિશ્વકર્મા સમાજના ખ્યાતનામ અને શિક્ષણ જગતમાં જોડાયેલા નામાંકિત અનુભવી મહાનુભાવો સાથે સંવાદ વિષય-વિચાર, કેરીયરને લગતું માર્ગદર્શન તથા શિક્ષણને લગતી કોઈપણ પ્રક્રિયા કે પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપતો લાઈવ કાર્યક્રમ ફેસબુક ના માધ્યમથી દર રવિવારે રાત્રે 8.00 વાગે ફેસબુક પર માત્ર પ્રાઈડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટિમના ગૃપ પર યોજાશે

આ પ્રોગ્રામમાં દર રવિવારે અલગ અલગ ક્ષેત્રમાં નિષ્ણાત શિક્ષણ જગત સાથે જોડાયેલા નામાંકિત મહાનુભાવો આવશે અને તમને માર્ગદર્શન આપશે. 

તમારી પાસે શિક્ષણને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો તમારા દરેક પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપવામાં આવશે...

વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જગતની માહિતી વિનામૂલ્યે પૂરી પાડતો કાર્યક્રમ એટલે શિક્ષણ જ્યોત જોવાનો ચૂકતા નહિ એ માટે અમારી ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર) તરફથી તમામ સમાજ બંધુઓને વિનંતી કરિએ છીએ

આ પોગ્રામને જોવા માટે નીચે આપેલી લિંક ને ક્લિક કરો અને પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ)  ફેસબુક ગ્રુપમાં જોડાવો.
https://www.facebook.com/groups/561285880973683/?ref=share







ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

આપના મંતવ્યો અને લેખ ALVS ઈન્ડિયા ન્યુઝમાં આવકાર્ય છે
"આપણો સમાજ, આપણા સમાચાર"

Tuesday, August 4, 2020

સમસ્ત લુહાર સમાજનું ગૌરવ એવા પત્રકાર મયુર પિત્રોડાનો આજ જન્મ દિવસ છે ત્યારે જાણીએ .તેમના જીવન સંધર્ષની ખાસ વાતો...




મોરબીમાં તા. 04/08/1989 ને શુક્વારના રોજ જન્મેલ પિતાશ્રી લુહાર મુકેશભાઈ વેલજીભાઈ પિત્રોડા અને માતા મધુબેનના પુત્ર શ્રી મયુર મુકેશભાઈ પિત્રોડાનો આજ જન્મ દિવસ છે તે એક મઘ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ અને ઉછરેલ મયુરે 1 થી 10 ઘોરણ સુઘી ઘણી કઠિનાઈનો સામનો કરી અભ્યાસ કર્યો ત્યારે રમત ગમતની ઉંમરમાં તેઓ સ્કુલથી ઘરે આવીને તરત રમવા કે ઈતર પ્રવૃતીમાં જોડાયા વગર ઘોરણ આઠથી તેઓ કામે જતા રહેતા અને મોડી રાત્રીસુઘી સ્કુલનુ ગૃહકાર્ય કરી પરત સવારે નિયત કર્મ મુજબ સ્કુલે પહોચી જતા, આવી મુશ્કેલી ભરી સ્થિતિ છતા પણ ભણવામાં તેઓ અવ્વલજ આવતા


ત્યાર બાદ વાંકાનેર ટ્રેડ ખાતે I.T.I. નો અભ્યાસ કરી ગુજરાત ભરમાં ત્રીજા ક્રમાંકે ઉર્તિર્ણ થતા વઘુ અભ્યાસ અર્થે પોતાના રિલેટીવને ત્યાં બેંગ્લોર ગયાં જયા જર્નાલિસ્ટ અને એલ.એલ.બી. ની ડિગ્રી બેંગ્લોર યુનિવર્સસીટી ખાતે હાંસિલ કરી બેચલોરના ખિતાબ અને ઈન્ટરનેશનલ પ્રેસ વર્કર ગ્રીડના બહુમાન સાથે મોરબી પરત ફર્યા સાથે આવા કપરા અભ્યાસની સાથોસાથ તેમની સાઈડ જોબતો ચાલુજ હતી જેમાંથી તેઓ પોતાના ભણતર સાથે પોકેટ મની પણ તેમાંથીજ કાઢતા હતા


આવા કપરા સમયમાં થી પસાર થયા બાદ જર્નાલિઝમ સહિત ઉચ્ચ અભ્યાસ કરીને પત્રક માં જોડાયેલા મયુરભાઈ પિત્રોડા નો આજે તારીખ ૪-૦૮-૨૦૨૦ ના રોજ 30 મો જન્મદિવસ છે.

મયુરભાઈએ સૌપ્રથમ પત્રકારત્વની કેડી પર ધ યલો પ્રેસ મેગઝીનમાં કાર્ટુન આર્ટીસ્ટ તરિકે પગરણ કર્યુ હતુ, ત્યાર બાદ તેઓએ સૌ પ્રથમ વખત સમૃઘ્ઘ ખેતી માં પોતાનું આર્ટીકલ આજની યુવા પેઢી કઈ દિશામાં (યુવાધન - કોલમ) માં પ્રસિધ્ધ કરયું હતુ


અને મોરબીમાં અબતક, ચક્રવાત, વાત્સલય ન્યુઝ જેવા સામયીકોમાં પત્રકાર તરિકે કામ કરી પોતાની પોતીકી ડિવાઈનસીટી ન્યુઝ પેપર સોશ્યલ મિડિયા ખાતે શરૂ કરી સંવાદદાતા મટી તંત્રી બન્યા હતા..


હાલ તેઓ ડિવાઈનસીટી ન્યુઝ સિવાયની આર.આર. ન્યુઝ અને લુહાર/સુથાર સમાજ પેપર એ.એલ.વી.એસ. ન્યુઝ પણ સંભાળી રહ્યા છે




સાથે લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના" નામનો એન્જયો પણ ચલાવી રહ્યા છે સાથે તેઓ અનેક લુહાર જ્ઞાતિ ના સંગઠન સાથે જોડાઈને સમાજ સેવા અને પત્રકારત્વમાં લોકસેવા સાથે જોડાયેલા મયુરભાઈ પિત્રોડાને મિત્રો સગા સ્નેહીઓ તરફથી મોબાઇલ નંબર 9512171071 ઉપર જન્મદિવસ મુબારક ને વરસાદ થઇ રહ્યો છે

ત્યારે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર) તરફથી મયુરભાઈને જન્મ દિવસની અનેક શુભકામનાઓ...

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
આલેખન - ALVS ઈન્ડિયા ન્યુઝ 
પત્રકાર જયદિપ પિત્રોડા - મોરબી


Monday, August 3, 2020

ભગવાન શિવજીની અર્ધ પરિક્રમા કેમ ..? જાણો મહેન્દ્ર સુથારની પાસે...







શિવજી ની અડધી પરિક્રમા કરવાનો નો રિવાજ છે , એ એટલા માટે કે ભગવાન શિવજી ના સોમસુત્ર ને લાંઘી નથી શકતા, જ્યારે આપણે અડધી પરિક્રમા કરિયે છીએ ત્યારે તેને ચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે, શિવલિંગ ને પ્રકાશ નું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એને ચંદ્ર... તમે આકાશમાં અર્ધ-ચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ શિવલિંગ ફક્ત તેનું પ્રતીક નથી પરંતુ આખું બ્રહ્માંડ જ્યોતિર્લિંગ સમાન છે. 
"અર્ધ સોમસુત્રાન્થમયાર્થ": શિવ પ્રદક્ષિનિ કુર્વાણ સોમસૂત્ર ન લંગાયેત્। ઇતિ વચનામૃત. ''
સોમસુત્ર એટલે શું ?
શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે. ભગવાન શિવની પ્રદક્ષિણામાં સોમસુત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, નહીં તો દોષ મળે છે. સોમસુત્રનો વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને જે પાણી કે દૂધ નો અભિષેક કરવામાં આવે છે તે સોમસુત્ર નું સ્થાન છે 
સોમસુત્ર ને કેમ ન લાઘવું જોઈએ ?
સોમસુત્રમાં શક્તિનો સ્રોત છે, તેથી તેને લાઘતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલી પ્રવાહી નિર્મિત અને પાંચ અંતષ્ઠ વાયુ કે પ્રવાહ ઉપર વિપરીત અસર પડે છે જેથી દેવદત્ત અને ધનંજય વાયુ તેમજ અન્ય  વાયુના પ્રવાહને અવરોધે છે. જેથી આપણા શરીર અને મન પર અસર પડે છે...તેથી શાસ્ત્રોક્ત આદેશ એ છે કે શિવનો અર્ધચંદ્રાકાર પરિક્રમા કરવી જોઈએ
શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે સોમ સૂત્રને લાકડા, પાંદડા, પથ્થર, ઈંટ, વગેરેથી ઢંકાઇને રાખવાથી પછી તેના ઉપર પરિક્રમા કરવાથી દોષ નથી લાગતો પરંતુ શાસ્ત્રો મા એમ પણ કહેવાયું છે કે ‘શિવ્યાર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ જેનો મતલબ છે કે શિવ ની અર્ધ પરિક્રમા કરવી જોઈએ
કઈ બાજુથી કરવી જોઈએ પરિક્રમા ?
પરિક્રમા હંમેશા ડાબી બાજુ થી શરૂ કરી ને જમણી બાજુ જે અભિષેક નો પ્રવાહ હોય ત્યાં સુધી જઇને પાછો વિપરીત દિશા મા આવીને પુરી કરવી જોઈએ...!


માહિતિ અને આલેખન મહેન્દ્ર સુથાર

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે...