Monday, August 3, 2020

ભગવાન શિવજીની અર્ધ પરિક્રમા કેમ ..? જાણો મહેન્દ્ર સુથારની પાસે...







શિવજી ની અડધી પરિક્રમા કરવાનો નો રિવાજ છે , એ એટલા માટે કે ભગવાન શિવજી ના સોમસુત્ર ને લાંઘી નથી શકતા, જ્યારે આપણે અડધી પરિક્રમા કરિયે છીએ ત્યારે તેને ચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે, શિવલિંગ ને પ્રકાશ નું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એને ચંદ્ર... તમે આકાશમાં અર્ધ-ચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ શિવલિંગ ફક્ત તેનું પ્રતીક નથી પરંતુ આખું બ્રહ્માંડ જ્યોતિર્લિંગ સમાન છે. 
"અર્ધ સોમસુત્રાન્થમયાર્થ": શિવ પ્રદક્ષિનિ કુર્વાણ સોમસૂત્ર ન લંગાયેત્। ઇતિ વચનામૃત. ''
સોમસુત્ર એટલે શું ?
શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે. ભગવાન શિવની પ્રદક્ષિણામાં સોમસુત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, નહીં તો દોષ મળે છે. સોમસુત્રનો વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને જે પાણી કે દૂધ નો અભિષેક કરવામાં આવે છે તે સોમસુત્ર નું સ્થાન છે 
સોમસુત્ર ને કેમ ન લાઘવું જોઈએ ?
સોમસુત્રમાં શક્તિનો સ્રોત છે, તેથી તેને લાઘતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલી પ્રવાહી નિર્મિત અને પાંચ અંતષ્ઠ વાયુ કે પ્રવાહ ઉપર વિપરીત અસર પડે છે જેથી દેવદત્ત અને ધનંજય વાયુ તેમજ અન્ય  વાયુના પ્રવાહને અવરોધે છે. જેથી આપણા શરીર અને મન પર અસર પડે છે...તેથી શાસ્ત્રોક્ત આદેશ એ છે કે શિવનો અર્ધચંદ્રાકાર પરિક્રમા કરવી જોઈએ
શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે સોમ સૂત્રને લાકડા, પાંદડા, પથ્થર, ઈંટ, વગેરેથી ઢંકાઇને રાખવાથી પછી તેના ઉપર પરિક્રમા કરવાથી દોષ નથી લાગતો પરંતુ શાસ્ત્રો મા એમ પણ કહેવાયું છે કે ‘શિવ્યાર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ જેનો મતલબ છે કે શિવ ની અર્ધ પરિક્રમા કરવી જોઈએ
કઈ બાજુથી કરવી જોઈએ પરિક્રમા ?
પરિક્રમા હંમેશા ડાબી બાજુ થી શરૂ કરી ને જમણી બાજુ જે અભિષેક નો પ્રવાહ હોય ત્યાં સુધી જઇને પાછો વિપરીત દિશા મા આવીને પુરી કરવી જોઈએ...!


માહિતિ અને આલેખન મહેન્દ્ર સુથાર

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે...

No comments:

Post a Comment