Sunday, August 30, 2020

રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા રાજકોટ લુહાર જ્ઞાતી ભાઈઓ માટે માનવતા મહેકી કર્યુ પ્રેરણાત્મક કાર્ય.....






રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા તા.22/07/20 ના દિવસે જ્ઞાતી ઉત્કર્ષ વિચાર વિમર્શ માટે અગત્યની મિટિંગ મળી હતી જેમાં સર્વાનું મતે નિર્ણય લેવાયો હતોકે લોકડાઉન ના  કપરા કાળમાં ધંધા/રોજગાર શરૂ થયા પછી પણ ધણા ખરા આપણા જ્ઞાતી ભાઈ હજુ ધણી હાડમારી નો સામનો કરી રહ્યાં છે તો તેવા જરૂરિયાત મંદ લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટ નું વિતરણ કરિએ જેથી સાતમ/આઠમ જેવા આપણા મહતમ ઉત્સવમાં તેમના પરિવારમાં ઉત્સાહ જણવાઈ રહે 


અને ત્યાર બાદ સર્વાનું મતે નિર્ણય લેવાયો કે આ વખતે સાતમ/આઠમ ના તહેવાર નિર્મિતે આપણે આપણા લુહાર ભાઈઓ જે ખરેખર જરૂરિયાત મંદ છે તેઓને શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે અને આ કિટનો લાભ લેવા માટે રાજકોટના જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ અને બહેનોએ તા. 23 જુલાઈથી 2 અગષ્ટ સુઘીમાં કંચનબેન સિધ્ધપુરા મો.- 9924844843 ટાઈમ સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન ફોન કરી પોતાનુ નામ/સરનામું અને મોબાઈલ નંબર લખાવી  પોતાની કિટ બુક કરાવી લેવા શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા અનુરોઘ કરાયો હતો 




ત્યાર બાદ તા. 7 અગષ્ટ થી 9 અગષ્ટ એમ કુલ ત્રણ દિવસ સુઘી બપોરના 03:30 થી 07:30 સુધી આ કિટનું વિતરણ કરાયુ હતું અને
આ કામગીરીમાં લુહાર સોશ્યલ ગૃપના મુખ્યત્વે :

કમલેશભાઈ સિદ્ધપુરા
શૈલેષભાઇ કવૈયા
કંચનબેન સિદ્ધપુરા - ભાજપ
રાજુભાઈ સિધ્ધપુરા
દિલીપભાઈ સિધ્ધપુરા
પ્રકાશભાઈ ડોડિયા વગેરે મેમ્બરો જહેમત ઉઠાવી હતી

સાથે રાજકોટ લુહાર સમાજના મહિલા મંડળની બહેનોએ પણ ભારે જહેમત ઉઠાવી જ્ઞાતી ઉત્કર્ષનુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ

આ પ્રસંગે રાજકોટ સાંસદ સભ્ય અભયભાઈ ભારદ્વાર્જ અને ભૂત પૂર્વ મેયર દક્ષાબેન બોળીયા એ પણ મુલાકાત લીધી હતી



ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કપરા સમયમાં જ્ઞાતી ભામાશાના રૂપે શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા 1100 અનાજ ની કિટનું વિતરણ કરાયું હતુ અને તેયવિતરણ કર્યા બાદ સાતમ/આઠમના તહેવારોમાં જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ ને મિઠાઈ તથા ફરશાણ કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને આવનારા સમયમાં પણ કપરા કાળમા લુહાર જ્ઞાતીના જરૂરિયાત મંદ પરિવારોને મદદ કરવા માટે પણ રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ કટીબંઘ રહેશે તેવુ ગૃપ સભ્યોએ ALVS ઈન્ડિયા ન્યુઝને જણાવ્યુ છે


ALVS ઈન્ડિયા ન્યુઝ 
લુહાર સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
રિપોર્ટર સંજય સોલંકી 
કોન્ટેક : 9662299445


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ ન્યુઝમાં જ્ઞાતી બંધુઓના લેખ, કવિતા, અને આપના સમાચાર કે લેખ સંબંઘીત મંતવ્યો આવકાર્ય છે

આપના લેખ સાહિત્યકે કોલમ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા સાથે આપનો ફોટોગ્રાફ, સરનામું અને મોબાઈલ નંબર લખવા...
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com












No comments:

Post a Comment