Saturday, October 31, 2020

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) લઈને આવી રહ્યું છે. ફેસબુક લાઈવના માધ્યમથી "નમસ્તે ડોક્ટર સાહેબ" (ભાગ 17)

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) લઈને આવી રહ્યું છે. ફેસબુક લાઈવના માધ્યમથી
"નમસ્તે ડોક્ટર સાહેબ" (ભાગ 17)
મેડીકલ ક્ષેત્રના તજજ્ઞ ડોક્ટરો વચ્ચે વાર્તાલાપ - ડોકટર દ્વારા સવાલોની પ્રસ્તુતિ અને ડોકટર દ્વારા સાચું માર્ગદર્શન.

●ડૉ. જય પંચાલ M.B.B.S D.N.B, P.G.D.P.M, F.I.P.M, F.E.S.D ( India, UK, Germany, Romania)  (દુખાવાની સારવાર ના સ્પેશિયાલિસ્ટ)
મોબાઈલ - 7480908090

●ડૉ. સોહમ ગોહીલ MD, DNB
(કિડનીના રોગોના સ્પેશિયાલિસ્ટ)              Mobile 9023236557

આ શનિવારનો વિષયકીડની ડાયાલીસીસ વિશે વિશેષ માર્ગદર્શન આપવા માં આવશે.

તેમજ તમે કૉમેન્ટ માં તમારા પ્રશ્નો લખી શકો છો અને જવાબ મેળવી શકો છો
આપ આના વિષે અગાઉથી પ્રશ્નો પૂછવા અને માર્ગદર્શન મેળવવા માટે નીચે આપેલા નંબર પર ડૉ. જય પંચાલ ને વોટ્સએપ કરી શકો છો.
ફોન નંબર:-7480908090
તારીખ:31/10/2020
વાર શનિવાર
રાત્રે 8 કલાકે

આ પ્રોગ્રામ નિહાળવા માટે અમારી નીચે આપેલી લિંક પર ક્લિક કરો...
https://www.facebook.com/groups/561285880973683/?ref=share

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
ઈમેલ : alvsindia@gmail.com

Thursday, October 29, 2020

સ્ત્રી - ક્યારેક વહેતુ ઝરણું તો ક્યારેક સાવ કોરું તળાવ, ધર્મમાં રહેલી આસ્થા કહો તો પણ કંઈ ખોટું તો નથી જ ! - જીગર કવૈયા

નવરાત્રીનાં નવ દિવસ માતાની પૂજા ભક્તિ કર્યા બાદ દસમે દિવસે હતા તેવા ને તેવા .
સમાજમાં મર્દ થઈને ફરતા માનસિક નામર્દોને આજનો આ લેખ સમર્પિત.

દેવીની ઉપાસના ભક્તિભાવથી કરતો પુરુષ ઘરની લક્ષ્મીને કેમ તરછોડે છે ?
અઘરો સવાલ નથી પરંતુ માનસિકતા હલકી છે એટલે કદાચ ! જવાબ આપવામાં ફાંફા પડી જાય છે.

જમવા બેઠા હોય 'ને ક્યારેક પીરસેલા અનાજમાં એક વાળ દેખાય ત્યાં તો જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એ રીતે પોતાની પત્ની, દીકરી કે વહુવારું પર ત્રાટકી પડે છે. યાદ રાખજો પોતાની કમજોરી છુપાવવા જ લોકો બીજા પર ગુસ્સો કરતા હોય છે. કોઈ એ સમજવા તૈયાર નથી કે ગરમ ચૂલા પાસે બેસીને રસોઈ કરતી દીકરી કે વહુ પરસેવે રેબઝેબ હોય છે. ઉનાળામાં 45° તાપમાન હોય છતાં બીજા 45° તાપમાન હોય એવા ચૂલા પાસે બેસીને સમયસર આપણને રસોઈ જમાડે તે લક્ષ્મી ખરેખર વંદનને પાત્ર છે. તેને ધિક્કારો નહીં. જમવામાં ક્યારેક વાળ આવી પણ જાય તો ગુસ્સામાં આવીને તાંડવ કરવા કરતાં તેની ભાવનાને સંતોષવા વાળ દૂર કરી ચૂપચાપ જમી લેવું.

બીજાની ભાવનાને ઠેસ પહોંચાડી તેના પર બરાડા પાડવામાં મર્દાનગી નથી એ તો નામર્દોની નિશાની છે. ઘણીવાર ઘણી જગ્યાએ આ બાબતનું અવલોકન કર્યું છે તેથી આજે લખવું પડ્યું. સમજદાર કો ઈશારા હી કાફી હૈ. ( બધા એ માથે ના ઓઢવું. ) અગાઉ લખ્યું જ છે કે સમાજમાં મર્દ થઈને ફરતા માનસિક નામર્દોને આજનો આ લેખ સમર્પિત છે.

(શિક્ષક & લેખક - જીગર કવૈયા - કમલાપુર)

સ્ત્રી કોઈ પણ સ્વરૂપે તમારાં ઘરે હોય, દીકરી સ્વરૂપે હોય, વહુ સ્વરૂપે હોય, કે પુત્રવધુ સ્વરૂપે હોય કે પછી મા સ્વરૂપે હોય તેનું સાચું સન્માન એ જ સાચી આરાધના 'ને એ જ સાચી ભક્તિ છે. ઘરમાં રહેલી લક્ષ્મીને ખુશ રાખો.

આલેખન : જીગર કવૈયા - કમલાપુર

ALVS ઈન્ડિયા ન્યુઝ
(લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર)
કોન્ટેક : 9512171071
ઈ-મેલ : alvsindia@gmail.com

ભકતની ભક્તિના આસ્થાનું પ્રતિક - દામોદર કુંડ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ '‘બ્રહ્મકુંડ’ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ ‘દામોદર’ નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.

નરસિંહ મહેતાની એક પંક્તિ જાણીતી છે.
‘ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ના’વા જાય.’

દામોદર કુંડ
જુનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખુબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદીર આવેલું છે.

આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન(સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી., વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલેકે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે

માહિતિ અને આલેખન :-

ALVS ઈન્ડિયા ન્યુઝ તંત્રીશ્રી..
શ્રીમતી આરતીબેન એમ. પિત્રોડા

Friday, October 23, 2020

સમાજ નું રાજકીય વર્ચસ્વ ખાડે જઈ રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે, લુહાર યુવા સમન્વય ગુજરાત પ્રભારી ઉવાચ...

હાલ ગુજરાત માં પેટા ચૂંટણી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક પક્ષો પોત પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે તન તોડ મેહનત કરી રહ્યાં છે..

મારે વાત કરવી છે આજ મારા સમાજ ના રાજકીય ક્ષેત્રફળ ની
 મારે વાત કરવી છે સમાજ ના રાજકીય વર્ચસ્વ ની.. 

પેટા ચૂંટણી માહોલ છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોત પોતાની પાર્ટી ના મોટા કદના નેતાઓ દ્વારા દરેક સમાજ ના આગેવાનો સાથે બેઠક કરી અને સમાજ ના મત ખેચવા માટે તન તોડ મેહનત કરી રહ્યાં છે ત્યારે આપણો વિશ્વકર્મા સમાજ આમાં થી બાકાત હોઈ એવું મને લાગી રહ્યુ છે. શા માટે આપડા સમાજ પાસે કોઈ પાર્ટી કે પક્ષનો નેતા મિટિંગ કરવા કે સામાન્ય સભા કરવા માટે પણ આવતો નથી, કેમ આપડી ક્યાંય ગણતરી નથી, શું આપડા વિશ્વકર્મા સમાજ ના રાજકીય ક્ષેત્ર સારું વર્ચસ્વ ધરાવતા નેતા નથી રહ્યાં છેલ્લા ઘણા સમયથી જોવું છે કે ક્યાંય એવા સમાચાર નથી કે આપડા સમાજ સાથે બેઠક કરવા માં આવી હોઈ સમાજ પાસે એવો કોઈ નેતા નથી કે જે આપડી વાત સાંભળી અને સમાજ ને અમુક મળવા પાત્ર લાભો અપાવી શકે દરેક સમાજ ના આગેવાનો સાથે અત્યારે દરેક પક્ષો બેઠકો અને સભાઓ કરી રહ્યા છે અને પોત પોતાના સમાજ માટે માંગણી ઓ મૂકી રહા છે જોતા એવું લાગે અે રાજકીય સ્થર પર સારું અેવું વર્ચસ્વ ધરાવતા નેતાઓ આપણા સમાજ ના મંચ ઉપર થી મોટા મોટા બણગા ફુક્તા એવા સમાજ ના આગેવાનો અત્યારે રાજકીય મંચ ઉપર સમાજ ને ભૂલી ગયા હોઈ એવું લાગી રહ્યું છે અને સમાજ ને હાથો બનાવી અને પોતાના સ્વાર્થ માટે રાજકીય ક્ષેત્રે સક્રીય થયા હશે. કદાચ ક્યાંય કોઈપણ પ્રકારની સમાજ ની ગણતરી થતી નથી હું ફક્ત આ પેટા ચૂંટણી ની વાત નથી કરતો ભૂતકાળ માં પણ ક્યારેય કોઈપણ પ્રકારની ની ગણતરી કે રાજકીય વર્ચસ્વ માટે કોઈપણ પક્ષ ક્યારે સમાજ સામું જોતો નથી અને ક્યાંય પણ નામ લેવાતું નથી અે તમે હું અને આપડે બધા સારી રીતે જાણીએ છીએ. 
રાજકીય વર્ચસ્વ જમાવવા અને રાજકીય પક્ષો દ્વારા આપડી ચૂંટણી ટાઈમે ગણતરી કેમ નથી થતી અે બાબતે સમાજે અને સમાજ ના આગેવાનો ને વિચારવું પડશે.

ભૂતકાળ માં આપણા સમાજ ના ઘણા રાજકીય નેતાઓ હતા અને હાલ પણ હશેજ પણ સમાજ માટે ખાસ એવું કંઈ કર્યું નથી હાલ પણ કાંઈ જોવા મળી રહ્યુ નથી સરકાર કે કોઈપણ પક્ષ સાથે બેઠક કરી અને સમાજ જે અમુક સુવિધાઓ થી વંચિત છે પછી અે સમાજ ની રાજકીય ક્ષેત્રે કારકિર્દી હોઈ, રાજકીય ક્ષેત્રે વર્ચસ્વ ની વાત હોઈ.ગરીબો માટેના લાભો હોઈ, ઉદ્યોગકાર માટે ના લાભો હોઈ, સરકાર તરફ થી સમાજ ની સંસ્થાઓ ને મળતા ફાયદાઓ હોઈ, તેના માટે કોઈ માંગણી કરી હોઈ એવુ લગભગ મારા ધ્યાન માં આવ્યું નથી ફક્ત પોતાની પ્રસિદ્ધિ માટે સમાજ ને હાથો બનાવતા હોઈ અેવું દેખાઈ રહ્યુ છે જોકે મને કોઈ પર આક્ષેપો કરવા નો અધિકાર નથી પણ આવું સામાન્ય રીતે જોતો આવ્યો છું ભૂતકાળ માં પણ અને અત્યારે પણ આવું જોવા મળી રહ્યું છે અે બધા સારી રીતે જાણે જ છે 
હવે મૂળ વાત પર આવીએ તો સમાજ, સમાજ ના આગેવાનો,અને રાજકીય ક્ષેત્રે જે જે સમાજ ના આગળ પડતાં લોકો છે એમને રાજકીય ક્ષેત્રે આપડું વર્ચસ્વ જમાવવા માટે શું કરવું જોઈએ અને શું કરવા થી આપડી આગળ ના સમય માં આપડી વાત રાજકીય પક્ષો સંભાળશે આ બાબત પર સમાજ ના આગેવાનો સાથે બેઠક કે સભા કરી અને વિચાર વિમર્શ કરવું જોઈએ ખાલી રાજકીય નેતાઓ સાથે ફોટો પડાવી લેવાથી સમાજ નો ઉદ્ધાર થવાનો નથી એના માટે સમસ્ત સમાજ ને સાથે રાખી આપડી માંગણીઓ અને મળતા દરેક લાભો માટે સરકાર સમક્ષ રજુવાત કરવી જ પડશે આવું મારું માનવું છે જોકે દરેક વખતે મને કોઈ ને કોઈ વિચાર રજૂ કરવા ની આદત છે તો પેટા ચૂંટણી નો માહોલ છે તો થોડું વિચારી મે સમાજ ને એક મારો સામાન્ય વિચાર અર્પણ કર્યો છે યોગ્ય લાગે તો આ બાબત પર વિચારી શકાય અને સમાજ ને રાજકીય ક્ષેત્રે સક્રીય કરી અને આગળ લાવી શકાય.

-Pintu Mistry-
લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રભારીશ્રી
વિશ્વકર્મા વિચાર મંચ (સમાજ ના વિચારો નુ વાવેતર)

Sunday, October 11, 2020

સ્નેહમિલન હોઈ કે પસંદગી મેળા યુવક નું ગુણ હુનર અને કાર્યના આધારે મૂલ્યાંકન થવું જોઈએ - પિન્ટુભાઈ મિસ્ત્રી...

આજ દરેક વ્યક્તિ જે રાજકિય કે સામાજીક ક્ષેત્રે કામ કરતો હોય  તેના ‘સર્ટિફિકેટો’ અને સુંદરતા ના આધારે મુલ્યાંકન થતુ હોય છે 

પણ સમાજમાં એવા ઘણા વ્યક્તિઓ છે જેઓ પરિસ્થિતિના અભાવે ભણી નથી શકતા. પણ તેનામાં ટેલેન્ટ જોરદાર હોઈ છે ભણેલા વર્ગનું એ કર્તવ્ય છે કે એવા લોકોને એમની કામની ગુણવત્તાને અધારે યોગ્ય તક પૂરી પાડે. તેમના જીવનનો વિકાસ કરે. તેમને મદદરૂપ થાય. આમ થવાને બદલે શિક્ષિત લોકો અભણ લોકોને એવી દ્રષ્ટિ થી જુએ છે જાણે કે કોઈ અછૂત હોય  અરે, માત્ર એટલું જ નહિ, વધારે ભણેલા લોકો પણ ઓછા ભણેલા લોકોને એ રીતે જુએ છે. કોઈ માત્ર B.Com કરેલ હશે તો એને C.A. ભણેલ વ્યક્તિ એવું કહેશે કે..

‘બસ, ખાલી બી.કોમ જ કર્યું..? 

તો તો આગળ વધવાના કોઈ ચાન્સ નથી !’ આવા વિધાનો કરનારને ‘શિક્ષિત અભણ’ ની કક્ષામાં મૂકવા જોઈએ. કોઈના જીવનને ‘નેગેટિવ’ વિચારોથી ભરવાનો આપણને કોઈ હક્ક હોતો નથી. આપણે કોઈપણ કાર્યમાં રસ કેળવીને આગળ વધવાને બદલે સમાજે ડિગ્રીઓને ખૂબ વધારે મહત્વ આપી દીધું છે જે આપડે હરેક પસંદગી મેળા માં જોઈએ છીયે 

કોઈની પાસે હુનર ટેલેન્ટ હોઈ તો કોઈની પાસે ભણતર સમાજે ક્યારેય ભણતર ઉપર યુવા નું વ્યક્તિત્વ નક્કી નાં કરવું જોઈએ, દરેક કાર્ય ક્ષેત્રે સફળતા મળશે. ધીરે ધીરે પણ મળશે જરૂર..

લેખક : પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજ રાઠોડ)
ગુજરાત પ્રદેશ પ્રભારીશ્રી
લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના
વિશ્વકર્મા વિચાર મંચ
(સમાજ ના વિચારો નું વાવેતર) 

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

Thursday, October 8, 2020

આખરે મોરબી લુહાર સમાજની ગુમ થનારી યુવતી મલી આવી, પણ સમગ્ર હકિકત જાણી લુહાર સમાજ ચોંકી ઉઠયો.. જાણો સંપુર્ણ અહેવાલ...

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થનાર યુવતીને શોધી કાઢાઈ,

આખરે યુવતીની સાથે શું બની હતી ધટના...?

સાથે તેમના બનેવી સંદીપ ગોહિલ સાથે શું બન્યો બનાવ...?

અને આખરે આખો તરખાટ રચનારાની પોલીસે હકીકત બહાર લાવી તેમની સામે શું કરી ધોરણસરની કાર્યવાહી...?

તો ચાલો જાણીયે આ આખા ધટના ક્રમને...

દરેક જ્ઞાતી સમાજ એક એવી કેડી છે જે હર હંમેશ  દરેક વ્યક્તિને એક મનોબળ, પિઠબળ અને પુરૂષાર્થ થકી એક ચેતના બળ પુરૂ પાડે છે,
દરેક જ્ઞાતિ જુથ સમાજ પોતાના નિયમ, કાયદાઓ અને મર્યાદાઓ સહિત બંધારણ ઘરાવતો હોય છે જેના થકી દરેક માણસ તે નિયમ કાયદા અને બંધારણીય અમલ સાથે તે જ્ઞાતી કે જુથમાં બંધાયેલ રહે છે અને તેમની સાથેજ તેમનો નિભાવ કરનાર કે અગ્રણી સભ્યો નાની મોટી સમસ્યાઓ સામે પોતાના જ્ઞાતિ જનોની મદદગારી માટે પણ તત્પર હોય છે

પણ અમુક કિસ્સામાં જયારે આ બંધારણ, કાયદો અને મર્યાદાઓ નું ઉલ્લંધન થતાં કિસ્સાઓ સમાજ માટે લાલબતી સમાન થઈ પ્રકાશમાં આવે છે ત્યારે સામેના  પક્ષના પરિવારો સાથે આખુ કુંટુંબ પણ અવઢવની ધૃણા સાથે લજ્જા અનુભવતા પોતાના સમાજ સામે ક્ષોભ જનક સ્થિતીમાં મુકાઈ જાઈ છે
અને આવોજ એક પેદીચો કિસ્સો મોરબી શહેરમાં લુહાર સમાજ માટે લાલબતી લઈને આવ્યો છે.

જેમાં ખરેખર દોષનો ટોપલો કોને સર નાખવો તે વાત પર ખુદ પોલીસ પણ મુંજાયેલી છે

મોરબીની યુવતી વાંકાનેર બહેનના ધરેથી પરત ફરતાં ઢુવા ગામ પાસે હાઈવે પર પોતાના બાઈક એકટીવા, પર્સ અને મોબાઈલ ફોન રેઢો મુકી થઈ ગુમ...

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પુત્રીને ગુમસુદા જાહેર કરનાર લુહાર નરશીભાઈ દેવજીભાઈ પઢારિયા રહે. મોરબી (મહેન્દ્રનગર તક્ષશીલ સ્કુલની બાજુમાં) વાળાએ ગત. તા.૨૨-૦૯-૨૦૨૦ ના રોજ જાહેર કરેલ હતું કે પોતાની દીકરી મોનિકા (ઉ.૨૭) પોતાનું સ્કુટર જીજે ૩૬ સી ૬૬૪૦ નંબર લઈને પોતાના ઘરેથી નીકળી વાંકાનેર મહાદેવ નગર પંચાસર રોડ પર મોટી દીકરી દીપ્તિના ઘરે ગયેલ ગયેલ હતી અને બાદમાં ગત તા. ૨૦-૦૯ ના રોજ વાંકાનેરથી પરત મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળેલ હતી અને દરમિયાન વાંકાનેરના ઢુવા ગામે મહાનદીના પુલ પર પોતાનું એકટીવા તથા મોબાઈલ અને વોલેટ મૂકી કોઈને કહ્યા વગર જતી રહેલ છે કે કોઈ અપહરણ કરી ગયેલ છે તે બાબતની શંકા હોય જે મામલે વાંકાનેર પોલીસમાં ગુમસુધા નોંધ કરી હતી

મોરબી જીલ્લા પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસને સધન તપાસ કરવા છતાં પણ ન મલી સફળતા..
આખરે એક શખ્સના બયાનથી ઉકેલાયો આખો કોયડો...

જે મામલે મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ગુમ થનાર લુહાર યુવતી મોનિકાને શોધી કાઢવા પી એસ આઈ આર પી જાડેજા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ કાર્યરત હોય દરમિયાન ગુમ થનાર મોનિકા નરશીભાઈ પઢારિયાની તપાસમાં સાહેદો તથા ગુમ થનારના બનેવી સંદીપભાઈ કિશોરભાઈ ગોહેલના નિવેદનો લેતા ગુમ થનાર અંગે કોઈ હકીકત જાણતા નથી હોવાનું જણાવેલ હોય બાદમાં બનેવી સંદીપની ઊંડાણપૂર્વક પુછપરછ કરતા ચોકાવનારી હકીકત નો પર્દાફાશ થયો હતો અને નવી સ્ટોરી સામે આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી 

સાચી હકિકત જાણીને પોલીસ પણ રહી ગઈ દંગ..
આખરે કોને દોષી ગણવો તેમાં મચી હડકંપ..

મળતી માહિતિ મુજબ ગુમ થનાર મોનિકા સાથે બનેવી સંદીપને પ્રેમ સબંધ હોય જેથી પોતે જ વાંકાનેર ખાતે પોતાની સાળી મોનિકાને મકાન ભાડે અપાવી સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું.

આખરે માસ્ટર માઈન્ડ શખ્સને કર્યો જેલ હવાલે અને યુવતીને સોપાઈ પરિવાર ને...

જેથી પોલીસે બનેવી સંદીપભાઈ કિશોરભાઈ ગોહેલ પોતે સમગ્ર હકીકત જાણતો હોવા છતાં પોલિસને સાચી હકીકત પૂરી નહિ પાડી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા અને સંદિપે સત્ય હકીકત છુપાવેલ હોય જેથી સંદીપ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ગુમ થનાર મોનિકાને તેના વાલીને બોલાવી નિવેદન નોંઘી સોપવામાં આવેલ છે

અહેવાલ : પત્રકાર મયુર પિત્રોડા 
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર બ્લોગ અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

મોરબીના ચકમપર ગામના લુહાર અને તેમના ખેડૂત મિત્રએ ભેગા મળી ને મગફળી ઉપાડવાનું મશીન બનાવ્યું, જાણીલો તેમના ફાયદાઓ...

હાલ કોરોના ની મહામારી ના કારણે મજૂરો પોત પોતાના વતનમાં જતાં રહ્યાં છે ત્યારે આવી પરિસ્થિતિ માં  ખેડૂત ના ખેતર માં થયેલ પાક ને ઉપાડવા માટે મજૂરો મળતા નથી, તથા અત્યારે સૌ કોઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાથી મોંઘીડાટ ગણાતી ઓટોમેટિક મશીનો ખેડૂત ને પોસાય તેમ નથી, તેથી તેમનો તૈયાર પાક ની  આગળ ની પ્રક્રિયા થઈ શકતી નથી માટે,

આવા સમય માં આપત્તિ ને અવસર માં બદલી ને ચકમપર ગામ માં લુહારી કામ કરતા જયેશભાઈ ભીખુભાઈ લુહાર અને તેમના ખેડૂત મિત્ર રમેશભાઈ કાલરીયા એ ભેગા મળી ને મગફળી ઉપાડવા નુ મશીન 

ખુબ ઓછી કિંમત અને માત્ર ૧ મહિનામાં બંને મિત્રો એ પોતાની કોઠાસૂઝ થી ઘરે બનાવેલછે, આ મશીન ખેતર માંથી મગફળી ઉપાડી આપે છે અને આ બંને મિત્રો એ આત્મનિર્ભર ભારત તથા મેક ઇન ઇન્ડિયા તરફ  વધવા નો અનોખો પ્રયાસ કર્યો છે. 

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર બ્લોગ અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

ખાસ નોંધ દિપાવલી અને હિન્દુ નવવર્ષ ની શુભેચ્છા જાહેરાત બુકિંગ શરૂ થઈ ગયેલ છે તો આજેજ આપણી પોતીકી ન્યુઝ માં જાહેરાત બુક કરાવો...

વાંચક મિત્રો પ્રકાશિત થનાર સમાચાર કે માહિતિ પ્રત્યે આપના મંતવ્ય અને લેખ આવકાર્ય છે લેખ કે પોસ્ટ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરિને મોકલવા વઘુ માહિતિ માટે અમારો સંપર્ક કરો