I.H. Panchal, Deputy collector Anand Dist.
સાબરકાંઠા ના અરવલ્લી ના મૂળ વતની શ્રી ઈશ્વર ભાઈ પંચાલ પ્રાથમિક શાળા માં શિક્ષક હતા, પરંતુ તેમને કંઈક અલગ કરવું હતું માટે શિક્ષક ની નોકરી ની સાથે સાથે ઘરે વાંચી નેજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરવા માંડ્યા ,કોચિંગ કલાસેસ માં જવું શક્ય નતું માટે ઘરે જ જાતે 5 વર્ષ સુધી મહેનત કરી ને પ્રથમ પ્રયાસે પ્રીલીમ અને મૈન પરીક્ષા પાસ કરી , પરંતુ ઈન્ટરવ્યું માં સફળ ના થઇ શક્યા, છતાં પણ તેઓ હિંમત ના હાર્યા અને બીજા સતત 5 વર્ષ મહેનત કરી, આમ કુલ 10 વર્ષ ની અથાગ મહેનત અને પરીશ્રમ બાદ તેમની પસંદગી મામલતદાર તરીકે ભરૂચ જિલ્લા માં કરવા માં આવી , ત્યાર બાદ બીજા જુદા જુદા જિલ્લા માં ફરજ બજાવ્યા બાદ તેમની કાર્યશૈલી ને જોતા ગુજરાત સરકાર તરફ થી તેમનું પ્રમોશન થયું
હાલ તેઓ આણંદ જિલ્લા માં નાયબ કલેકટર તરીકે ની ફરજ પર છે ,સાહેબે 11 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી, ઈશ્વર પંચાલ સાહેબ સ્વભાવે ખુબ સામાન્ય છે , સમાજ માં નાના મોટા પ્રોગ્રામ માં હાજરી આપે અને જો કોઈ વિદ્યાથી તેમને મળવા જાય તો સાહેબ તે વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરે, એટલુજ નઈ પરંતુ જો કોઈ ફેસબુક માં પણ ટીપ્પણી કરી ને સાહેબ ને પરીક્ષા લક્ષી પ્રશ્ન પૂછે તો સાહેબ અચૂક જવાબ આપે.
(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com







No comments:
Post a Comment