Monday, March 15, 2021

મહાશિવરાત્રી પર્વે બાળ ડાન્સર અને કલાકાર મોરબીના લુહાર ધ્યાન વિજયભાઈ પરમાર રે શિવજીનો અવતાર ધારણ કરી આકર્ષણ જગાવ્યું...


મોરબી શહેરમાં મહાશિવરાત્રી પર્વના દિવસે ઠેર ઠેર ધાર્મિક કાર્યો યોજાયા હતા ત્યારે ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન બન્યા હતા અને સૌ કોઈએ પોતાની રીતે ભગવાનની ભક્તિ કરી હતી ત્યારે મોરબીના લુહાર ધ્યાન વિજયભાઈ પરમાર જે બાળ ડાન્સર અને બાળ કલાકાર તરિકે વિખ્યાત છે

તેમણે શિવરાત્રી પર્વ નિમિતે ભગવાન શિવજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું ભગવાન શિવજીનો અવતાર ધારણ કરીને લુહાર ધ્યાન વિજયભાઈ પરમારે ભગવાન શિવની આરાધના કરી હતી અને તેમના ચાહકોમાં આકર્ષણ જમાવ્યું હતું

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

આ સમાચારના પોન્સર છે




Saturday, March 6, 2021

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ આયોજીત યોગ શિક્ષણ તાલીમ કાર્યક્રમમાં શિક્ષક અને શાળા સંચાલકશ્રી નિલેશભાઈ પિત્રોડાને સન્માનિત કરાયા...

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ આયોજીત યોગ શિક્ષણ તાલીમ કાર્યક્રમમાં શિક્ષક અને શાળા સંચાલકશ્રી નિલેશભાઈ પિત્રોડાને સન્માનિત કરાયા.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ આયોજીત યોગ શિક્ષણ તાલીમ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર તરીકે સક્રિય ભાગીદારી નોંધાવી હતી
અને ચાર દિવસ સુધી જિલ્લા કક્ષાના યોગ શિક્ષણ અને દેશી રમતોની પ્રાયોગિક કાર્યશાળામાં ઉપસ્થિત રહી પ્રસંશનિય કામગીરી કરવા બદલ શ્રી જ્ઞાનજ્યોત વિર્ધાલય પ્રાથમિક શાળા મોરબીના શિક્ષક અને સંચાલક શ્રી નિલેશભાઈ ધીરજલાલ પિત્રોડા સાહેબને સન્માનિત કરવામાં આવ્યા 

તે બદલ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ મોરબી જિલ્લા  મેમ્બર ટીમ તરફથી નિલેશભાઈ પિત્રોડા સાહેબ કે જે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી પણ છે તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છિયે...
આપણો સમાજ, આપણા સમાચાર
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
ઈમેલ - alvsindia@gmail.com 

Friday, March 5, 2021

શ્રી સમસ્ત દેશાવર લુહારજ્ઞાતિની વાડી ભવનાથ તળેટી જુનાગઢ ખાતે ભવનાથ વાડી પાંચ દિવસ બંધ રહેશે


સરકારશ્રીના આદેશ મુજબ કોરોના મહામારીમાં ઉછાળો આવતા મહાશિવરાત્રીનો મેળો આમ જનતા માટે પબ્લિક માટે સંપૂર્ણ બંધ રાખેલ છે જેનુ સંપૂર્ણ પાલન કરવાની આપણે ફરજ છે 
માટે ટ્રસ્ટી મંડળની ઈમરજન્સી મીટિંગ તા.04/03/2021ના રોજ બોલાવેલ તેમાં સર્વાનુમતે વાડી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે 

તો સમગ્ર દેશમાંથી આવતા જ્ઞાતિજનોને નમ્ર વિનંતી કે મહાશિવરાત્રીના મેળાના પાંચ દિવસ જુનાગઢ  ભવનાથ લુહારવાડી બંધ રાખવાની હોવાથી સમગ્ર લુહાર જ્ઞાતિ એ નોંધ લેવી.

આગામી તારીખ : 07/03/2021ને રવિવાર થી
  11/03/2021ને ગુરુવાર સુધી દિવસ 5 (પાંચ) સંપૂર્ણ બંધ રહેશે.

નોંધ:-આ મેસેજ સમગ્ર ગ્રુપોમાં મુકવા વિનંતી.

માહિતિ : પ્રમુખશ્રી હરેશભાઈ કારેલીયા તેમજ ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવેલ છે.

ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
ઈમેલ : alvsindia@gmail.com 

Wednesday, March 3, 2021

મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ ટાઉનહોલ ખાતે યોજાયો, જેમાં મોરબી લુહારજ્ઞાતિ ગૌરવ રાજભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું...


મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ ટાઉનહોલ ખાતે યોજાયો. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રીશીશપાલજીએ હાજરી આપી. 
જેમાં મોરબીના અનેક યોગ ટ્રેનરો, યોગકોચ, ડોકટર, વીઆઇપી મહેમાનો તથા મોરબીની જનતાએ લાભ લીધો. 
જેમાં આપણા મોરબી લુહાર જ્ઞાતિના રાજભાઈ ભુપતભાઇ પરમારનું મોરબી ખાતે આયુર્વેદનો પ્રચાર તથા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ માટે સન્માન કરવામાં આવ્યું. 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સાથે રાજભાઈએ સંવાદ કર્યો અને લુહારજ્ઞાતિ તથા અન્યલોકોને વિનામૂલ્યે યોગ શીખવાડવા માટે અપીલ કરી અને તેમની અપીલના પ્રતિઉત્તરમાં થોડા જ સમયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેમને યોગ તાલીમ આપવામાં આવશે 
અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ રાજભાઈ પરમાર થોડા જ સમયમાં બધાને આયુર્વેદની સાથે યોગ પણ શીખવશે.