Wednesday, May 26, 2021

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) દ્વારા સમાજબંધુ કે જેમને નોકરી ગુમાવી દીધી છે તેમના માટે નોકરી ની વ્યવસ્થા હેતુથી વોટ્સએપ પર જોબ ગ્રુપ બનાવવામાં આવ્યું...



પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) દ્વારા હાલ કોરોના મહામારી માં ઘણા વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા બહેનો એ નોકરી ગુમાવી દીધી છે તેમના માટે નોકરી ની વ્યવસ્થા થાય એ હેતુથી વોટ્સએપ પર જોબ ગ્રુપ બનાવેલ છે. તેમાં જેને જોબ ની જરૂર છે અને જેને માણસો ની જરૂર છે તે પણ અમારા આ ગ્રુપ માં જોડાશો જેથી અમે નોકરી ઇચ્છુક લોકો ને નોકરી અપાવી શકીએ.

વિશ્વકર્મા સમાજના સભ્યો જે કંપની ના માલિક છે તે પણ આ ગૃપ માં જોડાય અને જો આપની કંપની માં નોકરી માટે જગ્યા હોય તો અમારી સંસ્થા ને જાણ કરે જેથી અમે સમાજ સુધી એ મેસજ પહોંચાડી શકીએ
આ ગ્રુપ માં જોડાવા માટે નીચે આપેલા નંબર પર ફક્ત વોટ્સએપ મેસેજ કરવો જનો રીપ્લાય આપી દેવા માં આવશે

પંચાલ સુનિલ:-6356016496
પંચાલ મયંક:-7567535176
પંચાલ શૈલેષ:-9586808484
પંચાલ કેતન:-9725367056

લુહાર સમાજ સમાચાર

Email alvsindia@gmail.com








Monday, May 24, 2021

કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર ફક્ત વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દતક લઇ તેમનો એજયુકેશન ખર્ચ ઉપાડશે




આપડો સમાજ, આપડી જવાબદારી અંતર્ગત કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર ફક્ત વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દતક લઇ તેમનો એજયુકેશન ખર્ચમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ મદદરૂપ બનશે.

તમારા ધ્યાનમાં સમાજના આવા બાળકો હોય તો નીચે આપેલા નંબર પર ફોન કરી જાણ કરવા વિનંતી તેમજ આ સેવાયજ્ઞમાં યોગદાન આપવા નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી.

કોન્ટેક્ટ : +91-9898991110 /+91-9925369970

"WE STAND FOR YOU"

દરેક સમાજ બંધુને વિનંતીકે આ મેસેજ વધુને વધુ ફોરવર્ડ કરવા વિનંતી જેથી સમાજના જરૂરીયાતમંદ વિધાર્થી લાભ લઇ શકે.

લિ.. પંચાલ યુવા સંગઠન - ગુજરાત પ્રદેશ
માહિતી : પ્રીતિબેન પિત્રોડા - ગઢશીશા (કચ્છ)








Monday, May 17, 2021

ગુજરાત માટે રાહતના સમાચાર, વાવાઝોડુ નબળુ પડ્યુ - હાર્દિક પિત્રોડા



અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું. આ તરફ ગુજરાતમાં 1.5 લાખ કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

18 મે ભારતના હવામાન વિભાગે મંગળવારે જણાવ્યુ હતું કે, ચક્રવાત તૌકતે સોમવારની મધરાતે સૌરાષ્ટ્રના દીવ અને ઉનાના બીચ તથા ગુજરાતના તટિય વિસ્તારમાં ટકરાયા બાદ વાવાઝોડુ નબળુ પડ્યુ છે.

રાજસ્થાન અને યુપીના વિસ્તારોમાં આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકની અંદર યુપી, હરિયાણા અને રાજસ્થાનના અમુક વિસ્તારમાં હલ્કાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાત માથે થોડી રાહત થઈ છે.

જોધપુરમાં હાઈએલર્ટ, 117 લોકોને નોટિસ આપી મકાન ખાલી કરાવ્યા


વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં અસર વર્તાવાની સંભાવના છે. જેને ધ્યાને રાખીને પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયુ છે. તૌકતે વાવાઝોડાને જોતા જોધપુર શહેરમાં 72 કલાકનું હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. નગરપાલિકાએ અહીં જર્જરિત ઈમારતોનું તાત્કાલિક સર્વે કરીને 116 લોકોને નોટિસ ફટકારી તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપી દીધો છે.

હવામાન વિભાગે મધરાતે એક ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, રાજ્યમાં અતિ ગંભીર હાલતમાં હવે ગંભીર વાવાઝોડુ રહ્યુ છે. જેથી અનુમાન છે કે, વાવાઝોડુ ઘણા બધા અંશે નબળુ પડ્યુ છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, વાવાઝોડુ તટિય વિસ્તારમાંથી પસાર થઈ ચુક્યુ છે, તેનો પાછળનો ભાગ જમીની સ્તરથી આગળ વધી રહ્યો છે.

ભીષણ વાવાઝોડુ સોમવારે રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ ગુજરાતભર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તટિય વિસ્તારમાં ટકરાયુ હતું. આ અગાઉ વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે વરસાદ અને ગુજરાતમાં લગભગ 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા.

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

લક્ષદ્વિપ પાસે અરબી સમુદ્રમાં ગત શુક્રવારે સર્જાયેલું વાવાઝોડુ દરિયામાં સિવિયર, વેરી સિવિયર અને આજે રાત્રે એક્સ્ટ્રીમલી સિવિયર બનીને મહાવિનાશક, ભયાનક તાકાત સાથે તે સૌરાષ્ટ્રના ઉના, દિવના દરિયા પાસે ત્રાટક્યું છે . વાવાઝોડાનો છેડો દિવને સ્પર્શ થયો ત્યાં મોડી સાંજથી જ કલાકના 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા લાગતા અને મુશળધાર વરસાદ તૂટી પડતા વિજપૂરવઠો બંધ કરી દેવાયો છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ખાસ કરીને ઉના, વેરાવળ, અમરેલી આસપાસના સાગર કાંઠાના ગામોમાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસરો વર્તાઈ હતી .લાંબા અરસા બાદ પ્રથમવાર પ્રચંડ શક્તિશાળી વાવાઝોડુ કે જે સમગ્ર ગુજરાતમાં પસાર થતી વખતે નબળુ પડીને ડીપ્રેસનમાં ફેરવાતું નથી પરંતુ, વાવાઝોડા તરીકે જ પસાર થનાર હોય તંત્ર હાઈએલર્ટ પર રખાયું છે.

લુહાર સમાચાર - રિપોર્ટર હાર્દિક પિત્રોડા

વાવાઝોડા તોફાનની આંખની એટલે શું, આવો જાણીએ રસપ્રદ માહિતી...




ગુજરાતમાં વાવાઝોડાનો કહેર અને ભય જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ તસ્વીરોમાં કહેવામાં આવે છે કે આ અત્યંત ગંભીર સ્તરનું ચક્રવાતી તોફાન રહેલું છે. તેની આંખો આ સમયે ગુસ્સા સાથે ગુજરાત ઉપર નજર રાખીને બેઠી છે. જ્યારે આ ચક્રવાતની આંખો શું હશે? તે તોફાન, ઝડપી પવન અને વરસાદ સાથે શું રહેશે. કેવી રીતે તેની તીવ્રતા અને ભયાનકતા નક્કી કરવામાં આવે છે.

તો આવો જાણીયે ચક્રવાતની આંખની રસપ્રદ કહાની.

કોઇ પણ વાવાઝોડાના મધ્ય ભાગ એટલે કે કેન્દ્રને આંખ અથવા આઇ કહેવાય છે. કોઇ પણ વાવાઝોડા તોફાનની આંખની પહોળાઇ એટલે કે વ્યાસ એવરેજ તરીકે 30થી કિલોમીટર સુધીની રહેલું હોય છે.
આંખની ચારે તરફ ફરતા વાદળ રહેલા હોય છે. આંખની નીચે આંખની દીવાલ રહેલી હોય છે. આ એક પ્રકારથી ઝડપથી ફરતા વાદળો હોય છે. આ ત્યારે બનતુ હોય છે જ્યારે ચક્રવાતી તોફાનનું સ્તર ગંભીર રહેલુ હોય.

ગંભીર રહેલા વાવાઝોડાની અંખી અધ્ધવચ્ચે ખાલી જોવા મળે છે. આ ખાલી જગ્યા 30 થી લઇને 65 કિલોમીટર વ્યાસ જોવા મળી શકે છે. પરંતુ તેની ચારે બાજુ ઝડપથી ફરતા વાદળ, સામાન્ય હવા, કડકડતી વિજળી અને વરસાદ રહેલો હોય છે. સામાન્ય સ્તરના વાવાઝોડામાં આંખ બને તો છે પરંતુ તે ગંભીર ચક્રવાતની આંખની દીવાલ બનાવી શકતું નથી. તેના ઉપર એક વાદળનું કવર ચડેલું જોવા મળે છે.

કોઇ પણ પ્રકારના તોફાનની આંખ તે સાઇક્લોનનું જિયોમેટ્રિક સેન્ટર કહેવાય છે. આ બે પ્રકારના રહેલા હોય છે. ક્લિયર આઇ એટલે સ્પષ્ટ આંખ જેમાં એક ગોલો સ્પષ્ટ રીતે ચક્રવાત વચ્ચે જોવા મળે છે. બીજો ફિલ્ડ આઇ એટલે તેમાં આંખ તો બને છે પરંતુ તેની અંદર સામાન્ય અથવા મધ્યમ સ્તરના તોફાની વાદળ ફસાયેલા નજરે પડે છે. આ કારણોસર જ્યા પણ ચક્રવાતી તોફાનની આંખ રહેલી હોય છે, ત્યા ઝડપી પવન જોવા મળે છે પરંતુ વરસાદ ઓછો જોવા મળે છે.

ખાસ કરીને કોઇ પણ વાવાઝોડાના આંખની તસ્વીર સેટેલાઇટ અથવા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી લેવાતી હોય છે. કેમકે કોઇ ટેકનિક અથવા માણસ વાવાઝોડાના તોફાન વચ્ચે જવાની હિમ્મત કરતો નથી. તેની માટે ખાસ કરીને હરિકેન હંટર્સ નામનું વિમાન ચક્રવાત ઉપર મોકલવામાં આવતું હોય છે. જેનાથી તે ત્યાથી તેની આંખ અને તીવ્રતાને જાણી શકે છે. કોઇ પણ વાવાઝોડાની આંખથી જ તેની તીવ્રતા વિશે જાણી શકાય છે.

જેટલી મોટી અને ઉંડી આંખ રહેલી હોય છે તેટલુ જ ભયાનક તોફાન રહેલું હોય છે. પરંતુ તમે આ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે ચક્રવાતી તોફાનનો સૌથી શાંત અને નુકસાન ના પહોચાડનારો વિસ્તાર તેની આંખ જ રહેલી હોય છે. કારણ કે ત્યા ના તો વરસાદ પડતો હોય છે અને ના તો વિજળી કડકતી હોય છે. જ્યારે ક્યારેક આંખો વચ્ચે ઝડપી હવાની સ્થિતિ બનતી જોવા મળે છે. કારણ કે આજુબાજુ ઝડપથી ફરતા વાદળ હવાને પહેલા ખેંચી લેતા હોય છે.

લુહાર સમાચાર - પત્રકાર મયુર પિત્રોડા

તાઉતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે - જયદીપ પિત્રોડા




મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.

મુખ્યમંત્રીએ મોડી રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને આ વાવાઝોડાની ગતિ, સ્થિતી અને તીવ્રતા વિશેની રજેરજની માહિતી મેળવી હતી.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમીક્ષા બેઠક સંદર્ભમાં વિગતો આપતા જણાવ્યું કે, તાઉતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે. ભારે પવન અને વરસાદ શરૂ થયા છે. વાવાઝોડાને સંપૂર્ણપણે લેન્ડફોલ થતાં 2 કલાક લાગશે.

અને ત્યારબાદ રાજ્ય પરથી વાવાઝોડાને પસાર થતા અન્ય 2 કલાક લાગશે. આમ રાત્રીના 1 વાગ્યા સુધી વાવાઝોડું અને તેને પગલે વરસાદ- ભારેપવન ફૂંકાવાનું ખાવાનું ચાલુ રહેશે.


મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાનું કેન્દ્ર- આઈ પસાર થતી હોય તે જગ્યા પર તીવ્રતા ઓછી હોય છે. પરંતુ આજુબાજુના મોટા વિસ્તારમાં ભારે પવન ચાલુ રહે છે. આથી વાવાઝોડુ જતું રહ્યું તેવી ગેરસમજ ન થાય અને નિષ્કાળજી કે બેદરકારી કોઈ ન રાખે તેવી ખાસ અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાને પગલે અમુક તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો છે, વૃક્ષો પડવાના ઘટના બની છે. વહીવટીતંત્ર લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને જાનમાલની નુકસાની થાય નહીં તે રીતે કામગીરી કરી રહ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાને પગલે કોઇ વ્યક્તિ કે કોઈ દર્દીને ક્યાંય ફસાય તો તેમને એરલિફ્ટ કરવા માટે દેશની વાયુસેના સાથે સંકલન કરીને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાયુસેનાની આવશ્યક ટુકડીઓ આ માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ માટેની દવા, ઓક્સિજન અને ઇન્જેક્શનનો પુરવઠો અગાઉથી જ પહોંચાડી દેવામાં આવ્યો છે જેથી આ વાવાઝોડા દરમિયાન કોરોના સંક્રમિત લોકોની સારવારમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય.

મુખ્યમંત્રીએ આ અગાઉ ઉનાના મામલતદાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઉનાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી, ખાસ કરીને કોવિડ સંક્રમિતોને કોઇ જ તકલીફ ન પડે તે જોવા ખાસ તાકીદ કરી હતી.

વધુ માહીતી અને જાહેર સૂચના સંબંધિત સમાચાર વાંચવા માટે મારી સાથે બન્યા રહો.

લુહાર સમાચાર
જયદીપ પિત્રોડા

Sunday, May 16, 2021

તાઉતે વાવાઝોડુ અપડેટ: લુહાર સમાચાર - જયદીપ પિત્રોડા




👉હાલ ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે.
👉મુંબઈ થી 150 કીમી દૂર છે.
👉ગુજરાત મા જ આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે.
👉 હાલ 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે
👉જામનગર 8 નંબર નુ સિગ્નલ આપવા આવ્યુ છે.
👉વેરાવળ મા 10 નંબર નુ સિગ્નલ આપવા મા આવ્યુ છે
👉ભારે થી અતિભારે વરસાદ ની આગાહી.
👉એસ.ટી ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ
👉દરીયાકિનારા ના અનેક લોકો ને સ્થળાંતર ની કામગીરી પુરજોશ મા ચાલુ.
👉 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર


લુહાર સમાચાર - જયદીપ પિત્રોડા


લુહાર સમાચાર માં જાણો વાવાઝોડાની હરેક અપડેટ - જયદીપ પિત્રોડા




વાવાઝોડાની આફત : વેરાવળથી વાવાઝોડું ૫૩૦ કી.મી. દુર ઃ જામનગર, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ, વેરાવળ જિ.માં હાઈ એલર્ટ
બંદરો ઉપર ભયજનક સિગ્નલ : વેરાવળ નજીક સરકતુ વાવાઝોડુઃ દરિયામાં મોજા ઉછળતા કાંઠાળ વિસ્તારમા લોકોને સાવધાન કરાયા
જિલ્લા તંત્ર, વીજટીમો, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમો સ્ટેન્ડટુ ઃ બચાવ રાહત માટેની તૈયારી પૂર્ણ
। રાજકોટ । સંભવિત વાવાઝોડા પૂવે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાજકોટમાં તોફાની પવન સાથે મોડી રાત્રીના વરસાદના છાંટા પડયા હતા જયારે જામનગર, મોરબી, ટંકારા, વાંકાનેરમાં વરસાદનું ઝાપટું પડી ગયું હતું દરિયામાં આજે કરંટ જોવા મળ્યો હતો અને મોટા લોઢ ઉછળ્યા હતા અને આવતિકાલે ત્રાટકનાર તોકતે વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્રના રપ૦ ગામ ખાલી કરાવી ૫૮૨૧૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આજે રાજકોટમાં દિવસભર વાદળછાયો માહોલ રહ્યા બાદ મોડી રાત્રીના રાજકોટમાં વાવાઝોડાનું ટ્રેલર જોવા મળ્યું હતું ધૂળની આંધી સાથે ૧૫ મીનીટ સુધી સૂસવાટા મારતા તોફાની પવન ફુંકાતા અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો હતો તોફાની પવનના કારણે અનેક વિસ્તારમાં હોડિગ્સ-બેનર હવામાં ઉડયા હતા અને અનેક જગ્યાએે વુક્ષો તૂટી પડયા હતા તોફાની પવન સાથે વરસાદના છટાં પણ પડયા હતા રાજકોટ ઉપરાંત જામનગરમાં પણ રાતના ૭ઃ૩૦થી ૮ વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદ પડયો હતો તોફાની પવનના કારણે શહેરમાં અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.તેમજ મોરબી, ટંકારા અને વાંકાનેરમાં બપોરબાદ વરસાદ પડતા દિવસભર છવાયેલ ઉકળાટમાં થોડી રાહત સાથે વાતાવરણમાં ઠંડક પસરી હતી.




અરબ સાગરમાં ઉદભવેલ તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર ભણી આગળ વધતા ૨૫૦થી વધુ ગામડાં ખાલી કરવામાં આવ્યા છે અને ૫૮૨૧૩ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે વાવાઝોડું આવતિકાલે સવારે સૌરાષ્ટ્રના દરીયા કિનારે ત્રાટકે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.
વાવાઝોડાની અસર આવતિકાલ સોમવારથી જ શરૂ થઈ જશે રાજકોટ, દ્વારકા,જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે જાનહાની ન થાય તે માટે તાલુકા અને જિલ્લા મથકો ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે વેરાવળ વાવાઝોડું ૯૮૦ કી.મી દુર હતું વાવાઝોડાએ સ્પીડ પકડી હોય તેમ આજે વેરાવળથી ૫૩૦ કી.મી. દુર છે અને આવતિકાલે સવાર સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવી પહોચે તેવી શકયતા છે.
વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં મોટા મોટા મોજાના લોઢ ઉછળી રહ્યા છે.
પોલીસ અને કલેકટર તંત્ર દ્રારા દરિયાકાંઠાના ગામડાઓમાં પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આજે જામનગરના ૨૨ ગામોમાંથી ૨૯૦૦, સોમનાથમાં ૩૭૭૩, પોરબંદરના ૪૦ ગામોમાંથી ૭૦૦૦, જુનાગઢના માંગરોળ અને માળીયાહાટીના તાલુકામાંથી ૨૫૦૦૦, જાફરાબાદ- રાજુલા તાલુકામાંથી ૬૦૦૦, દ્વારકામાં ૧૨૪૪૦, મોરબીમાંથી ૧૧૦૦ લોકોનું અને રાજકોટ જિલ્લામાંથી ૩૫૮નું સ્થાળાતંર કરવામાં આવ્યું છે. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયાહાટીના તાલુકા અને પોરબંદરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાના કારણે બંદરો ઉપર ભયજનક નંબરના સિગ્નલ ચડાવી દેવામાં આવ્યા છે માછીમારીને દરિયો ખેડવાની પણ મનાઈ કરવામાં આવી છે દરીયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે સ્થળાંતર કરવામાં આવેલા લોકોને શાળા, શેલ્ટર હાઉસમાં ઉતારા આપી તેઓને ફુડ પેકેટ આપવામાં આવ્યા છે.
શહેરો અને હાઈવે ઉપર લગાવવામાં આવેલ મોટા હોર્ડિગ્સ અને બેનરો ઉતરી લેવામાં આવ્યા છે કોઈ જાનહાની ન થાય તે માટેના યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે પીજીવીસીએલની ૫૮૫ ટીમોને ફીલ્ડમાં ઉતરી દેવામાં આવતા જર્જરીત વીજ વાયર અને થાંભલા તાબડતોબ બદલવામાં આવ્યા છે શહેર અને જિલ્લા મથકો ખાતે એમ્બ્યુલન્સોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવા વચ્ચે તોકતે વાવાઝોડું આવતિકાલે ત્રાટકનાર હોવાની હવામાન વિભાગની આગાહીના પગલે ૧૧ જિલ્લાના વહિવટી તંત્રને એલર્ટ બની ગયું છે જામનગર, પોરબંદર, સોમનાથ, જુનાગઢ,વેરાવળ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટજાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ, દ્વારકા, જામનગર,મોરબીમાં ૯૦થી૧૨૦ની સ્પીડે પવન ફૂંકાશે- । રાજકોટ ।
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તોકતે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે વાવાઝોડાની અસર આવતિકાલ સોમવારથી જ શરૂ થઈ જશે તેના કારણે રાજકોટ, મોરબી, દ્વારકા, જામનગરમાં ૯૦થી ૧૨૦ અને પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વાવાઝોડાનું જોર બમણું રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ૧૦૦થી૧૩૫ કી.મી.ની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
વાવાઝોડાના કારણે આવતી કાલે સોમવારે રાજકોટ,જામનગર, પોરબંદર, જુનાગઢ,મોરબી, દ્વારકા,સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જયારે મંગળવારના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, સોમનાથ, બોટાદ, દિવમાં ભારેથી અતિભો વરસાદ પડશે બાકીના જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

રિપોર્ટ  જયદીપ પિત્રોડા મોરબી

Wednesday, May 12, 2021

આપણા લુહાર સમાજના ડૉક્ટર ...જે નિ:શુલ્ક રીતે કોરોના ના સારવાર ની માહિતી આપે છે...




આપણા લુહાર સમાજના ડૉક્ટર ...જે નિ:શુલ્ક રીતે કોરોના ના સારવાર ની માહિતી આપે છે.....જેવા કે ....
ડૉ. વિપુલ પંચાલ. 9974140714
ડૉ. આશિષ મકવાણા 8511111566
ડૉ. પ્રકાશ કારેલિયા 9099011336
ડૉ. જીગર ડોડીયા. 9913907971
ડૉ. હિરેન કારેલીયા 9033632004
ડૉ. ચેનાલી પિત્રોડા 9512596125
ડૉ. મોનાલી રાઠોડ  9429108618
ડૉ. ચાર્મી પરમાર 7359603809
આટલા લોકો જ્ઞાતિ માટે ફોન માં નિશુલ્ક દવા અને consultation. આપે છે... એ બદલ ખૂબ ખૂબ આભાર ...












Thursday, May 6, 2021

લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી દ્વારા ઓકસીજન બાટલાની ફ્રી માં સેવા અપાશે..



મળતી માહિતી મુજબ જણાવવાનું કે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે અને ઓક્સિજન ની ખુબજ જરૂરિયાત પડી રહી છે ત્યારે  ઓક્સિજન મળતો નથી જેના કારણે ઘણા લોકો મરણ થઈ રહ્યા છે 


આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી ભાવેશભાઈ પિત્રોડા દ્વારા થી જે કોઈને ઓક્સિજન બાટલા ની જરૂરિયાત હોય તેમને ઓક્સિજન બાટલા ફ્રી ઓફ માં આપવામાં આવશે તો જેમને ઓક્સિજનની જરૂર હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો

ભાવેશભાઈ પિત્રોડા - 7053033333
રોયલ ફેબ્રિકેશન
4, ભક્તિનગર સ્ટેશન પ્લોટ,
શ્રીરામ ડિઝલ પાસે - રાજકોટ

લુહાર સમાચાર 
Email - alvsindia@gmail.com

સંત શ્રી મહાત્મા મૂળદાસ બાપા સેવાશ્રમ ટ્રસ્ટ સાવરકુંડલા તરફથી ઓક્સિજન બાટલા તથા કીટ ફ્રી ઓફ માં આપવામાં આવશે.




કોરોના ની મહામારી ચાલી રહી છે અને ઓક્સિજન ની ખુબજ જરૂરિયાત પડી રહી છે ત્યારે ઓક્સિજન મળતો નથી જેના કારણે ઘણા લોકો મરણ થઈ રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણા લુહાર સમાજ તરફ થી જે કોઈ ને ઓક્સિજન કીટ તેમજ ઓક્સિજન બાટલા ની જરૂરિયાત હોય તો તેમને આપણા લુહાર સમાજ તરફ થી ઓક્સિજન બાટલા તથા કીટ ફ્રી ઓફ માં આપવામાં આવશે તો જેમને ઓક્સિજન કીટ જરૂર હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો
ઓક્સિજન બાટલો તેમજ કીટ ના ડિપોઝિટ પેટે રૂ.5000/- આપવાના રહેશે જે રકમ ઓક્સિજન બાટલો તેમજ કીટ પરત આપશો ત્યારે તેમને પરત આપી દેવામાં આવશે.


આ સેવાયજ્ઞમાં સ્વૈચ્છીક સહયોગ રાશિ અર્પણ કરવા ઈચ્છતા દાતા આવકાર્ય છે.

લુહાર જ્ઞાતિ સમાજ સાવરકુંડલા
મનુભાઈ ચુડાસમા.       9499750663
કનુભાઈ સોલંકી          9427555632
બકુલભાઈ ચુડાસમાં     9824943800
અલ્પેશભાઈ મકવાણા  9427748077
સુરેશભાઈ કારેલીયા     9409077485                       




નોંધ :  ઓક્સિજન કીટ લેવા આવો ત્યારે ડોક્ટરશ્રી નો દર્દીને ઓક્સિજન કીટ આપવા માટે નો લેટર તથા આધાર કાર્ડ તથા ડિપોઝિટ રૂપિયા 5,000  સાથે લાવવા. જે રકમ ઓક્સિજન કીટ જમાં કરાવ્યે પરત આપવામાં આવશે

લુહાર સમાચાર
કોન્ટેક - 9512171071
Email - alvsindia@gmail.com

Wednesday, May 5, 2021

મોરબીના લુહાર રતિલાલભાઈ પરમારને આંતરરાષ્ટ્રીય સંગ્રહકર્તા એવોર્ડથી નવાજવામાં આવ્યા...

મોરબીના લુહાર રતિલાલભાઈ પરમારને આંતરરાષ્ટ્રીય સંગ્રહકર્તા એવોર્ડથી નવાજવામાં આવ્યા...


 મોરબીના રહેવાસી રતિલાલભાઈ પરમારને ઉત્તરપ્રદેશ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે તેમના કરન્સી કલેક્શન અને સેલીબ્રીટી બૂકના સંગ્રહ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે 


મોરબીના રહેવાસી રતિલાલભાઈ પરમારને અનોખો શોખ હોય જેઓએ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મતારીખ વાળી નોટો સહીત અમિતાભ બચ્ચન સહિતના કલાકારોની જન્મ તારીખ વાળી નોટોનો સંગ્રહ તેમજ નામી સેલીબ્રિટીની પિક્ચર રીલીઝ થઇ હોય તે તારીખ વાળી નોટોનો અનોખો સંગ્રહ કર્યો હોય જે બદલ તેમને ઉત્તરપ્રદેશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેમને એવોર્ડ એનાયત કરાયો છે ઇન્ટરનેશનલ કલેક્શન એવોર્ડ ૨૦૨૧ એનાયત કરાયો છે ત્યારે મોરબીનું પણ ગૌરવ તેમને વધાર્યું છે










લુહાર સમાચાર
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com

Tuesday, May 4, 2021

શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ, શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ (લુહાર બોર્ડિંગ) અને ઇન્ડિયન રેડ ક્રોસ સંસ્થાના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ થશે..




શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ, શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ (લુહાર બોર્ડિંગ) અને ઇન્ડિયન રેડ ક્રોસ સંસ્થાના સહયોગથી કોવિડ કેર સેન્ટર આવતીકાલે બપોરે એક વાગ્યાથી શરૂ થશે


સારી ગુણવત્તાની સુવિધા સાથે ડો.અને પેરામેડીકલ સ્ટાફની દેખરેખ હેઠળ શરૂ થશે આપણા સમાજના દર્દીને જમવા ચા-કોફી નાસ્તો અને દવા વિના મૂલ્યે અપાશે.

લુહાર સમાચાર
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com















Saturday, May 1, 2021

સુરત વિશ્વકર્મા સમાજ માટે જેસી પંકજ પીઠવા અને ટિમ તથા BSYC બ્લેકસ્મિથ યુવા સંગઠન દ્વારા ઓક્સિજન સાથે ફક્ત સુરતમાં એમ્બ્યુલન્સ સેવા ફ્રી માં શરૂ કરવામાં આવી...


સુરત વિશ્વકર્મા સમાજ માટે લુહાર, સુથાર, કડીયા, કુંભાર, સોની માટે જેસીઆઈ સુરત સમ્રાટ ,જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ માંથી જેસી પંકજ પીઠવા અને ટિમ તથા BSYC બ્લેકસ્મિથ યુવા સનગઠન દ્વારા ઓક્સિજન સાથે ફક્ત સુરતમાં એમ્બ્યુલન્સ ફ્રી ફ્રી માં શરૂ કરવામાં આવશે


રવિવારે બપોર પછી આ સેવા ચાલુ થશે.. 20 થી 25 આઇસોલેશન કેન્દ્ર છે..ત્યાં પણ ફ્રી સારવાર મળશે..


તથા કોઈમાં જરા પણ કોરોના જેવા લક્ષણ હોય તો ફોન કરજો સારી સુવિધાવાળી જગ્યા પર ગોઠવણ કરી આપવામાં આવશે, અને આજુબાજુમાં આપના બંધુ ને જાણ કરવા અને આફતના સમયે ફોન કરવા પણ અનુરોધ કરાયો છે

એમ્બ્યુલન્સ સેવા માટે કોન્ટેક્ટ - જેસી પંકજ પીઠવા સુરત - 9825794616



લુહાર સમાચાર
Cell - 9512171071
Email - alvsindia@gmail.com

શ્રી ભાવનગર લુહારજ્ઞાતિ દ્વારા ભાવનગર શહેરમાં વસ્તા જ્ઞાતિજનો માટે દવા મિથેલીન બ્લુ નું ફ્રી વિતરણ કરાશે...




શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા ભાવનગર શહેરમાં વસ્તા જ્ઞાતિજનો માટે હાલ ચાલતી કોરોનાની મહામારીમાં કોરોનામાં કારગત નિવડેલ દવા મિથેલીન બ્લુ નું ફ્રી વિતરણ કરવામાં આવશે 


ફક્ત જ્ઞાતિજનોને ઘર દીઠ એક બોટલ આપવામાં આવશે..આવતીકાલે તારીખ 2-5-2021 ના સવારથી નીચેના સ્થળથી વિતરણ કરવામાં આવશે

(1) લુહાર જ્ઞાતિની વાડી 
અલકા ટોકીઝ પાસે

(2) ચિત્રા જી આઈ ડી સી રેસિડેન્ટ
જયંતીભાઈ ચિત્રોડા

(3) ઘોઘારોડ
ગોરધનભાઇ ડોડીયા શક્તિ નિવાસ પાસે

(4) કાળિયાબીડ રામમંત્ર મંદિર પાસે 
નયન ઓટો ગેરેજ
 નયનભાઈ હરસોરા

(5) લીલા સર્કલ પાસે
 ગુરુકૃપા ડાયમંડ કોલેટ 
રસિકભાઈ સિધ્ધપુરા





લુહાર સમાચાર