Sunday, June 6, 2021

"લુહાર જ્ઞાતિ ના તારલા"...


વ્હાલા સ્નેહીજનો, મિત્રો....
જુનાગઢ શહેરમાં આપણી લુહાર જ્ઞાતિ ના જતીનભાઈ મણીલાલ વાઘેલા તેમના બે ભાઇઓ સાથે રહે છે. જેઓ સ્કુટર, કાર વગેરે નું બોડીકામ , રેફરીજેટર રીપેરીંગ તથા લે વેચ નું કામકાજ કરી રહ્યા છે.

જતીનભાઈ વાઘેલા તથા એમનાં પત્ની નો અભ્યાસ ઓછો છે.   તેમને બે મુકબધીર પણ પેન્સીલ આર્ટ તથા પોટ્રેઇટ આર્ટ ના ઉભરતા  ઇશ્વરીય આશીર્વાદ ધરાવતા કલાકાર સંતાનો છે. તેમની ઉંમર 22 વર્ષ ની છે. 

મિત્રો સંજોગવશાત આ બાળકો સામાન્ય બાળક ની જેમ અભ્યાસ નથી કરી શક્યા.... સામાન્ય સ્કૂલ માં 9 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. પરંતુ એમના માં જે કલાકાર છુપાયેલ છે એ ને આપણે ઉજાગર કરી ને સમાજ માં બહાર લાવી આ બાળક નું ભવિષ્ય બહેતર બનાવવા માં મદદરૂપ બનીએ.

આ સાથે એમનાં અમુક ચિત્રો આપેલા છે..👇


 

આ બાળક ને સારાં માગૅદશૅક , સારું પ્લેટફોર્મ મલે તો એનાં માં છુપાયેલી કલાકારી બહાર આવી શકે.

આપ સહુ મિત્રો ને વિનંતી છે કે આપના ધ્યાન માં આ બાળક ને મદદરૂપ થઇ શકે એવી સંસ્થા, વ્યક્તિ હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી...

મેહુલ ઓધવજી ભાઈ કારેલીયા
(વસઇ મુંબઈ - વતન ધોરાજી)
8329386110






લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com


No comments:

Post a Comment