Sunday, August 1, 2021

શ્રી સોરઠીયા લુહાર સમાજ પોરબંદર ટ્રસ્ટ મંડળ દ્વારા લુહાર સમાજ પોરબંદર માટે આવાસ યોજના ફોર્મ બાબતે અગત્યની જાહેરાત...




શ્રી લુહાર સમાજ પોરબંદરને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા આવાસ યોજનાના મકાનો પોરબંદરમાં બોખીરા ખાતે મકાનો બનાવેલ છે.પોરબંદર નગરપાલિકા સંયુક્ત આયોજન દ્વારા પોરબંદરમાં રહેતા  જેમને ઘરનું ઘર ના હોય તેમને આપવાના છે.તેમાં આપણા લુહાર સમાજને લાભ મળે તે માટે  પોરબંદર ધારાસભ્ય તથા પોરબંદર નગરપાલિકા સાથે એક મીટિંગ કરી.
આપણા સમાજના લોકોને આવાસ યોજનામાં મકાન મળે તે માટેના ફોર્મ 
શ્રી સોરઠીયા લુહાર સમાજ પોરબંદર ટ્રસ્ટ આગળ ફોર્મ આવી ગયેલ છે.જે કોઈ વ્યક્તિને મકાન લેવા માટે ફોર્મ ભરવાનું હોય તે વ્યક્તિ ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકશે  
👉   ફોર્મ લેવા માટે ટ્રસ્ટી શ્રી સુનિલભાઈ સિધ્ધપુરા નો સંપર્ક કરવો .

કોન્ટેક્ટ - 9879939871 

તેમની દુકાનેથી ફોર્મ મેળવી લેવું .
ફોર્મ લેવા જતાં પહેલાં ફોન કરી લેવો.

નોંધ... આપણા સમાજના લોકો આપણી આજુબાજુ રહેતા લોકોને પણ જાણ કરવા નમ્ર વિનંતી કદાચ કોઈ વોટ્સએપના વાપરતું હોય તો તેમને આ યોજનાનો લાભ મળે તેવા પ્રયાસો કરવા નમ્ર વિનંતી.

👉 ફોર્મ મેળવી લીધા બાદ વધુ માહિતી માટે પોરબંદર નગરપાલિકાનો સંપર્ક કરવો અથવા પોરબંદર ભાજપ કાર્યાલય ગ્લોબલ હોસ્પીટલની બાજુમાં.

👉અત્યારે હાલ પુરતા નગરપાલીકાએ સોરઠીયા લુહાર સમાજના ૨૫ ફોર્મ આપેલા છે જરુર પડ્યે આગળ વધારાના ફોર્મ  માગીશું.

માહિતિ : દેવતનખી ધામ બોખીરા ટ્રસ્ટી - અશોકભાઈ સિધ્ધપુરા

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
આપનાં ધંધા રોજગારની કે હાર્દિક શભકામના ની જાહેરાત માટે સંપર્ક કરો.









No comments:

Post a Comment