Monday, August 2, 2021

અમદાવાદના પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) દ્વારા જરૂરિયાતમંદ પરિવારને આર્થિક સહાય કરવામાં આવી...



માહિતિ મુજબ વિશ્વકર્મા સમાજના ભાઈ વિપુલભાઈ.ચંદુભાઈ પંચાલ (ઉંમર ૪૨ વર્ષ) (ગામ: હિંમતનગર, જી. સાબરકાંઠા) નો રોડ અકસ્માત થયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેમની સારવાર કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સ્વાસ્થ્ય માં કોઈ સુધારો થયો નથી અને તેઓ ઘણા સમયથી પથારી વશ છે. જેથી આ પરિવારમાં કોઈ આવક નથી કેમ કે આવક નો એક માત્ર શ્રોત વિપુલભાઈ  હતા. જેથી તેમના પરિવાર ધ્વારા વિશ્વકર્મા સમાજ તેમને મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આ પરિવારની વાત પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) ના ધ્યાનમાં આવી હતી અને તેમના પરિવારને મદદ થાય તે માટે સંસ્થાના સભ્યો અને વિશ્વકર્મા સમાજના સેવાભાવી ભાઈઓ તથા બહેનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી હતી તથા વિપુલભાઈ ની સારવાર માટે પરિવાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી.


આર્થિક સહાય આપવા માટે સંસ્થાના સભ્યોનો અને સમાજના સેવાભાવી ભાઈઓ તથા બહેનોનો તથા વિશ્વકર્મા સમાજ સિવાય ના માનવસેવા માં માનનારા લોકો નો પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન આભાર માને છે.


પ્રાઈફ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) સમાજના તમામ સંસ્થાઓ,સંગઠનો અને સમાજના દાતાશ્રીઓ ને વિનંતી કરે છે કે વિપુલભાઈ ને મદદ કરવા માટે આગળ આવે..


વિપુલભાઈ ને મદદ કરવા માટે પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશનનો અથવા વિપુલભાઈ ના પરિવારનો સંપર્ક કરી શકો છો

અલકાબેન પંચાલ વિપુલભાઈ ના પત્ની 8849740030 ગૂગલ પે નંબર


લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com







No comments:

Post a Comment