તા.૨૪-૧૦-૨૦૨૧ ના રોજ થી ઓનલાઇન સોસિયલ મીડિયા ના માધ્યમથી પોલીસ કર્મીઓ પોતાની માંગો ને લઈને અભીયાન ચલાવી રહ્યા છે જેની મુખ્ય માંગ પગાર માં વધારો તેમજ નોકરી ના સમય ની છે.
જેને લઈ ને અનેક સંસ્થાઓ,સંગઠનો તેમજ નેતાઓ સમથૅન આપી રહ્યા છે જેમાં આજે NSUI ના દિગ્ગજ વીદ્યાર્થી-નેતા તેમજ ગુજરાત વીશ્વકમૉ યુવા સેના ના મહામંત્રી મેહુલ પંચાલ દ્ધારા પોલીસ કર્મીના આ આંદોલન ને સમથૅન આપવામાં આવ્યું છે
અને વધુ માં જણાવવા માં આવ્યું કે પોલીસ કર્મીઓ ને લઈને લોકો ની ખંડણીખોર ની માનસિકતા હોવાથી ધણા લોકો આંદોલન ને મજાક માં લઇ રહ્યા છે પરંતુ તમામ કર્મીઓ એ બેઈમાન હોતા નથી અને આ કમૅચારીઓ ચાહે કોઈ આંદોલન હોય,રેલી હોય,દંગાઓ હોય, તહેવાર હોવા છતાં પોતાની ચિંતા છોડી લોકો ને સુરક્ષા આપે છે તેમજ પોલીસ કર્મીઓને માત્ર ૧૮૦૦ નો ગ્રેડ પે આપવામાં આવે છે જે ખુબ ઓછો છે.
લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email: alvsindia@gmail.com
No comments:
Post a Comment