ઉના પાસેનાં અમોદ્રા ગામે તારીખ: 16/11/21 મંગળવારનાં રોજ મહાત્મા મૂળદાસ ટ્રસ્ટ દ્વારા સંત મહાત્મા મૂળદાસ જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો...
પ્રાપ્ત વિગત મુજબ ઉના પાસેનાં અમોદ્રા ગામે સવારે નવ વાગ્યે સંત મહાત્મા મૂળદાસની શોભાયાત્રા ગામમાં ફરી હતી જેમાં બહોળી સંખ્યામાં લુહાર સમાજ નાં ધર્મપ્રેમી ભાઈ બહેનો એ ભાગ લીધો હતો જ્યારે અમોદ્રા ગામે નિજ મંદીર પાંગ્રણમાં સવારે આશરે દસ વાગ્યે જ્ઞાતિ રત્ન સન્માન સમારોહ યોજયો હતો જેમાં લુહાર સમાજનાં શિક્ષકો, કવિ, સાહિત્યકારો, સંશોધક, સમાજ તેજસ્વી પ્રતિભા ધરાવતાં અગ્રણીઓ અને ઉપસ્થિત ઉદ્યોગપતી ઓનું સન્માન કરાયું હતું
સાથે મહિલા પ્રતિભા ધરાવતી લુહાર સમાજની નારીઓનુ પણ સન્માન કરાયું હતું, જયારે ઉપસ્થીત કવી, શિક્ષક મિત્રોએ સમાજ કેળવણી ની સલાહ સુચન આપ્યું હતું જ્યારે સાહિત્યકાર અને કલાકારોએ સમાજ ઉત્કર્ષ માટે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું
જયારે બપોરે 12:30 વાગ્યે અન્નકૂટ દર્શન ખુલા મુકાયા હતા અને ત્યારબાદ કાર્યક્રમને સમાપન કરી ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા પૂ. સંત મહાત્મા મૂળદાસ ટ્રસ્ટ અમોદ્રા ટ્રસ્ટી ગણો અને કાર્યકર સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી..
લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email: alvsindia@gmail.com


























No comments:
Post a Comment