રાજકોટ ખાતે અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ જે હાલ લુહાર સુથાર મેરેજ ગ્રુપના નામથી whatsapp માધ્યમથી લુહાર સુથાર સમાજનાં દિકરા અને દીકરીઓના બાયોડેટા વિના મૂલ્યે અને વગર સ્વાર્થે અપલોડ કરી ભગીરથ કાર્ય કરે છે જેઓ અગામી સમયમાં લુહાર સુથાર સીવણ ક્લાસ ની શરૂઆત કરી રહ્યા છે જે ખાસતો મહિલા વર્ગ જે મિડલ ક્લાસ ફેમીલીથી છે અને જે રોજમદાર વર્ગથી આવી રહિયા છે તેમને આજનાં યુગમાં આ કાર્ય ખુબજ જરૂરી બની રહેશે, વધુમાં ટ્રસ્ટ સભ્ય અમૃતલાલ વાઘેલા એ જણાવ્યું છે કે અમારાં દ્વારા ઓન લાઈન સીવણ ક્લાસ ટૂંક સમય માં ચાલુ થશે જેમના માટે આપની પાસે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે સીવણ નું કામ સીખી આપ રોજના ૨૦૦ થી ૫૦૦ રૂપિયા કમાઈ શકો છો આ સીવણ ક્લાસ બિલકુલ નિશુલ્ક રહેશે ફ્કત એક પાસપોર્ટ ફોટો અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ અમારાં કોન્ટેક્ટ નંબર ૮૪૦૧૮૦૫૫૧૧ પર મોકલી આપવાનો રહેશે જેથી આપનું નામ રજીસ્ટર થઇ જશે આ સીવણ ક્લાસ ફ્કત બહેનો માટે જ છે આપ ગુજરાતના કોઈ પણ સિટી કે ગામમાં થી જોઇન્ટ થઇ શકશો અને આપ મોબાઈલ ફોન પર Zoom એપ્લિકેશન ડાઉનલોડ કરી આપ સીવણ નું કામ કરી શક્શો જેમને જરૂર હોય તેઓ અમારા નંબર પર ડોક્યુમેન્ટ મોક્લી દેશો સીવણ ક્લાસ હિન્દી અને ગુજરાતી ભાષા માં શિખવવામાં આવશે કોઈ પણ સીટી કે ગામડાંની બહેનો લાભ લઈ શકશે અત્યારે હાલ કોરાનાની મહામારી માં આપ સીવણ નું કામ કરી અને પરિવારને આર્થિક રીતે પગભર બની મદદ કરી શકો છો દીકરી હોય તો માં બાપને અને વહુ હોય તો પોતાના પતિ સાસુ સસરા ની મદદ કરી શકે છે. અમો નાની એવી સેવા આપી રહ્યા છીએ જો આપને જરૂરિયાત નો હોય તો જેમને જરૂર છે તેઓ સુધી પહોંચાડી આપ સેવાનું કામ કરી શકો છો,.
રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી ભાવેશભાઈ
ખરેખર અમૃતભાઈ વાઘેલા અને તેમના ટ્રસ્ટ મિત્રો સમાજ સેવાનું એક ઉમદા કાર્ય કરી રહિયા છે, ત્યારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાનાં રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી ભાવેશભાઈ પિત્રોડાએ પણ લુહાર સમાજ સમાચાર ને જણાવ્યું છે કે આ કાર્યમાં અમારી ટીમ તેમનાં કાર્યને બિરદાવે છે અને જ્યાં જરુર જણાશે ત્યાં અમારી ટીમ તેમની સાથે જ રહેશે..
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com
કોન્ટેક : 09512171071 / 09898438163





















No comments:
Post a Comment