ગત તારીખ ૧૮ અને ૧૯-૦૬-૨૦૨૨ નાં રોજ ભાવનગર ખાતે લુહાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને નિશુલ્ક (વિનામૂલ્યે) ૪૦,૦૦૦ જેટલી નોટબુક વિતરણ થયેલ. આ મોટી સંખ્યામાં વિનામૂલ્યે વિતરણ કરનાર લુહાર જ્ઞાતિની કદાચ પ્રથમ શિક્ષણ સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ,શ્રી પી સી પરમાર છાત્રાલય ભાવનગર હશે. આ શિક્ષણનાં સેવાયજ્ઞમાં શ્રી લુહાર જ્ઞાતિ સમસ્ત તેમજ લુહાર જ્ઞાતિ ભાવનગરના દાતાશ્રીઓનો સારો સહકાર મળેલ છે.
નોટબુક રજિસ્ટર વિતરણની સાથોસાથ સેવાભાવી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને વિશ્વકર્મા સેવા સંગઠન (સંયોજક શૈલેષભાઈ હરસોરા) દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસનુ સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં ૧૩૩ જેટલા જ્ઞાતિ ભાઈઓ-બહેનોએ પ્રાથમિક આરોગ્યની તપાસ કરાવેલ. ઉપરોક્ત કાર્યમાં સહયોગી થનાર વ્યકિતઓનો સહુનો શ્રીઆશિષભાઈ પી.રાઠોડ પ્રમુખશ્રી અને વ્યવસ્થાપક સમિતિ,શ્રી પી.સી. પરમાર છાત્રાલય ભાવનગર દ્વારા આભાર વ્યકત કરાયો હતો.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com



















No comments:
Post a Comment