Wednesday, July 20, 2022

લુહાર સમાજ રાજકોટની બાર વર્ષની નાની દિકરીએ કોલસો બનાવવાનું ડેમો મશીન બનાવ્યું..





















લુહાર વાળા મહેક જયેશભાઇ રાજકોટ જે રાજકોટની ધોળકીયા સ્કૂલમાં ધોરણ-7 માં અભ્યાસ કરે છે તેમણે ધોળકીયા સ્કૂલ દ્વારા તારીખ -20/07/2022 બુધવારના રોજ આયોજિત ગણિત-વિજ્ઞાન પ્રદશન 2022 પ્રોગ્રામમાં ભાગ લઈ પોતાની સ્કુલ મિત્ર સાથે મળી પોતાનાં પિતા જયેશભાઈ વાળા જે SK engineering નામે વર્ક શોપ ચલાવે છે 


તેમની પાસે માર્ગદર્શન મેળવી કોલસા બનાવવાનું મશીન બનાવી ભારી લોક નામના મેળવી છે અને 12 વર્ષની નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી લુહાર સમાજ નું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે, અને લુહાર સમાજની નાની ઢીંગલી (દીકરી) એવી વાળા મહેક જયેશભાઈ ને સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી - લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" તથા લુહાર સમાજ સમાચાર પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com



Saturday, July 16, 2022

વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન (GVBO) ના અમદાવાદ ચેપટરની બીજી બીઝનેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું...























વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન (GVBO) ના અમદાવાદ ચેપટરની બીજી બીઝનેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે

✅ મીટીંગ સવારે હાઇ ટી અને લન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે.

✅ મીટીંગમાં આવવા ઇચ્છતા ઉધોગકારોને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ : 20/07/2022

DATE    : 22/07/2022, શુક્રવાર
TIME    : 09:00 AM TO 12:30 PM
PLACE : HOTEL SILVER CLOUD, AASHRAM ROAD, OPP. GANDHI AASHRAM, AHMEDABAD.

" Let's grow together " 

વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે
9898991110, 8460666600, 99099 59996, 8000516262


લુહાર સમાજ સમાચાર
આપનો સમાજ, આપણા સમાચાર
પત્રકાર જયદિપ પિત્રોડા - મોરબી
Email :  alvsindia@gmail.com



Monday, July 11, 2022

લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ શ્રી બળવંતભાઈ મિસ્ત્રી (પરમાર) ભાવનગરની લુહાર સમાજની બંને છાત્રાલયની મુલાકાતે...















લુહાર સુથાર પંચાલ સમાજ જ્ઞાતિગૌરવ શ્રી બળવંતભાઈ મિસ્ત્રી પરમાર (મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર ,વૈદ્યાનિક અને સંસદીય બાબતોના માન.  કેબીનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના અધિક અંગત સચિવ, વર્ગ-૧)- ગાંધીનગર દ્વારા આપણા સમાજના બંને છાત્રાલયો ભાવનગરની ગત તા.૧૦-૦૭-૨૨ ને રવિવારે શુભેચ્છા મુલાકાત લીધી હતી


શ્રી બળવંતભાઈ મિસ્ત્રી દ્વારા પી સી પરમાર છાત્રાલય ખાતે કરેલ  રુ.૧૧૦૦૦/-( અગિયાર હજાર) નું કરેલું તિથિ ભોજનદાન બોર્ડિંગનાં  પ્રમુખશ્રી આશિષભાઈ રાઠોડ તથા  હોદ્દેદારો સાથે ભૂતકાળમા પોતે રહેલા તેની ગાથા વર્ણવેલ.


સાથે છાત્રાલયનાં  પ્રમુખશ્રી આશિષભાઈ રાઠોડ તથા  ટ્રસ્ટી  તેમજ સ્ટાફની સેવાકીય પ્રવૃતિઓને તેમણે બિરદાવી હતી, અને સ્વચ્છ અને સુઘડ વાતાવરણ સાથે વ્યવસ્થા જાળવી રાખવા બાબત ટ્રસ્ટ સંચાલકોની પ્રશંસા પણ કરી હતી.બોર્ડિંગ તથા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરેલ.હોદ્દેદારો તથા જ્ઞાતિબંધુઓ હાજર રહી નોટબુક અને પુષ્પગુરછ દ્વારા સ્વાગત  સન્માન કરેલ. શ્રી મિસ્ત્રીની સાથે તેમના પત્ની તેમજ મોટાભાઈનો પરિવાર સાથે હાજર રહેલ.ત્યારબાદ અલ્પાહાર લઈ છૂટા પડેલ..   

લુહાર સમાજ સમાચાર
માહિતી : શ્રી પી.સી.પરમાર છાત્રાલય
રિપોર્ટ બાય : ભરતભાઈ રાઠોડ - વિશ્વકર્મા ટુડે ભાવનગર

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com