Monday, July 11, 2022

લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ શ્રી બળવંતભાઈ મિસ્ત્રી (પરમાર) ભાવનગરની લુહાર સમાજની બંને છાત્રાલયની મુલાકાતે...















લુહાર સુથાર પંચાલ સમાજ જ્ઞાતિગૌરવ શ્રી બળવંતભાઈ મિસ્ત્રી પરમાર (મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર ,વૈદ્યાનિક અને સંસદીય બાબતોના માન.  કેબીનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના અધિક અંગત સચિવ, વર્ગ-૧)- ગાંધીનગર દ્વારા આપણા સમાજના બંને છાત્રાલયો ભાવનગરની ગત તા.૧૦-૦૭-૨૨ ને રવિવારે શુભેચ્છા મુલાકાત લીધી હતી


શ્રી બળવંતભાઈ મિસ્ત્રી દ્વારા પી સી પરમાર છાત્રાલય ખાતે કરેલ  રુ.૧૧૦૦૦/-( અગિયાર હજાર) નું કરેલું તિથિ ભોજનદાન બોર્ડિંગનાં  પ્રમુખશ્રી આશિષભાઈ રાઠોડ તથા  હોદ્દેદારો સાથે ભૂતકાળમા પોતે રહેલા તેની ગાથા વર્ણવેલ.


સાથે છાત્રાલયનાં  પ્રમુખશ્રી આશિષભાઈ રાઠોડ તથા  ટ્રસ્ટી  તેમજ સ્ટાફની સેવાકીય પ્રવૃતિઓને તેમણે બિરદાવી હતી, અને સ્વચ્છ અને સુઘડ વાતાવરણ સાથે વ્યવસ્થા જાળવી રાખવા બાબત ટ્રસ્ટ સંચાલકોની પ્રશંસા પણ કરી હતી.બોર્ડિંગ તથા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરેલ.હોદ્દેદારો તથા જ્ઞાતિબંધુઓ હાજર રહી નોટબુક અને પુષ્પગુરછ દ્વારા સ્વાગત  સન્માન કરેલ. શ્રી મિસ્ત્રીની સાથે તેમના પત્ની તેમજ મોટાભાઈનો પરિવાર સાથે હાજર રહેલ.ત્યારબાદ અલ્પાહાર લઈ છૂટા પડેલ..   

લુહાર સમાજ સમાચાર
માહિતી : શ્રી પી.સી.પરમાર છાત્રાલય
રિપોર્ટ બાય : ભરતભાઈ રાઠોડ - વિશ્વકર્મા ટુડે ભાવનગર

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com


No comments:

Post a Comment