Thursday, March 30, 2023

મોરબીમાં વિનામૂલ્યે બાળકો માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજયો..



કોઈપણ બીમારી સામે લડવા માટે જરૂરી હોય છે રોગ પ્રતિકારક શક્તિની. અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, યાદ શક્તિ વધારવા, શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થાય, ગુસ્સો અને ચીડચીડિયા પણું દૂર કરવા, પાચનતંત્ર સુધારવા, શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શનથી બચવા તથા બાળકો માટે બીજા અનેક રીતે લાભદાયી એવા આયુર્વેદના ૩૦૦૦ વર્ષ જુના ગ્રંથમાં બતાવ્યા છે સુવર્ણપ્રાશન ટીપા.


આયુર્વેદિક જીવનશૈલી તથા સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળના સયુંકત ઉપક્રમે આ આયુર્વેદિક રસીકરણ વિનામૂલ્યે તા. 30-03-23 ગુરૂવારે સમય સવારે 10 થી 1:30 વાગ્યા સુધી શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાયો.


જેમાં 6 મહિનાથી 12 વર્ષ સુધીના તમામ બાળકો તથા પ્રેગ્નેન્ટ લેડીઝને વિનામૂલ્યે ટીપા પીવડાવવામાં આવ્યા. આ કેમ્પમાં ટોટલ 1863 બાળકો ને ટીપા પીવડાવ્યા માં આવ્યાં અને દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામા આવી હતી, આ કેમ્પને સફળ બનાવવા માટે લુહાર રાજભાઈ પરમાર તથા તેમના પરિવાર દ્વારા વધુ જહેમત ઉઠાવવામાં આવી હતી..

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Cell - 9512171071


Wednesday, March 29, 2023

LYS SS સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટીનાં મોરબી જિલ્લા અધ્યક્ષશ્રી દ્વારા શ્રી હનુમાન ચાલીસા કથા યોજાઈ...



મોરબી શહેરમાં ચૈત્ર સુદ ૬, તારીખ: 27/03/23 સોમવારથી તારીખ: 29/03/23 બુધવાર સુધી રાત્રી નાં 09 થી 12 વાગ્યાં દરમિયાન સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં મોરબી જિલ્લા પ્રમુખશ્રી સાથે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીનાં કારોબારી સભ્ય અને શ્રી હનુમાન ચાલીસા કથાના યજમાનશ્રી


લુહાર શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા દ્વારા પોતાનાં સવગસ્થ પિતાશ્રી લુહાર સ્વ: ભુદરભાઈ મગનભાઈ કવૈયાનાં આત્મશાંતિ કલ્યાણ માટે શ્રી હનુમાન ચાલીસા કથાનું મોરબીનાં વાવડી રોડ પર, ઉમિયા પાર્ક પાછળ, સ્વાતિ પાર્ક ખાતે આયોજન કરેલ છે.




આ કથામાં મોરબીનાં પ.શ્રદ્ધેય પૂ. શાસ્ત્રીશ્રી નિખિલભાઈ જોષી પોતાનાં મધુર કંઠે કથાનું રસપાન કરાવી રહિયા છે.


જેમનો મોરબી પંથકના તથા બીજા ગામોના ધર્મપ્રેમી સમસ્ત લુહાર સમાજ જ્ઞાતિજનો અને મોરબીનાં વાવડી રોડ પરના ઉમિયા પાર્ક, સ્વાતિ પાર્ક, શિવમ પાર્ક, સત્યમ નગર, કુબેર નગર, ગાયત્રી નગર, સોમૈયા સોસાયટી, જનક નગર, મીરા પાર્ક વગેરે તમામ સોસાયટીઓ નાં શ્રોતા ગણોસાથે મોરબીની બીજા વિસ્તારની સોસાયટી ઓના રહીશોએ બહોળી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લીધો હતો.


આ કથા દરમિયાન શ્રી હનુમાન પ્રાગટય ઉત્સવ દરમિયાન અન્નકૂટ દર્શન સાથે મનોહર દિવ્ય અવલોકિક દર્શન કહીયે તો શ્રી રામ, સીતા, લક્ષ્મણજી દર્શન ઝાંખી તથા શ્રી હનુમાન દર્શન વેષભુસા ધારણ કરાય હોઈ જેમણે કથા શ્રવણ કરવા પધારેલ દરેક લોકોના મન જીતી લીધાં હતાં 


આ ઉત્સવ દરમિયાન લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાની મોરબી જિલ્લા કારોબારી સમિતિ સાથે મોરબી તાલુકા એને શહેર ટીમ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખશ્રી જે કથાના યજમાન પણ છે તે બંને દંપતિ અને શ્રી વિનોદભાઈ કવૈયા નાં માતૃશ્રી લલીતાબેન નું પણ સન્માન કરવામાં આવ્યું હતું, 



સાથે તાજેતર માં થોડાં દિવસો પેલાજ શ્રી વિનોદભાઈ ની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોઈ તે અનુસંધાને જિલ્લા પ્રમુખશ્રી નો નિમણુંક પત્ર પણ તેઓને એનાયત કરવામાં આવ્યો હતો.


આ તકે ત્યા LYS SS ગૃપ તરફથી પત્રકાર મયુરભાઈ પિત્રોડા, મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી વાસુદેવભાઈ રાઠોડ, મોરબી જિલ્લા યુવાબોર્ડ પ્રમુખશ્રી પરેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા બોર્ડ ટીમ મેમ્બર્સ શ્રી કિશોરભાઈ કવૈયા, મોરબી તાલુકા પ્રમુખશ્રી પરેશભાઈ પિત્રોડા, 


મોરબી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળાનાં ટ્રસ્ટી ગોપાલભાઈ તથા રાજેશભાઈ મારૂ, મનસુખભાઈ રાઠોડ, રાજકોટ શ્રી લુહાર વિર્ધાર્થી ભુવન (રાષ્ટ્રીય શાળા પાસે) ટ્રસ્ટીશ્રી મનસુખભાઈ સોલંકી તથા મનીષભાઈ મારૂ વગેરે લુહારજ્ઞાતિ અગ્રણીઓ કથા સ્થળે કથાના યજમાન પરિવારનાં સન્માન સત્કાર સમારંભમાં હાજર રહ્યાં હતાં.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Cell - 9512171071

Sunday, March 12, 2023

લુહાર સમાજ પત્રકાર સાથે સિંહસ્થ નારી શક્તિ દળનાં ગુજરાત પ્રદેશ બોર્ડ મેમ્બર્સશ્રી કાજલબેન જીલ્કાનો આજ જન્મ દિવસ...





જુનાગઢ શહેરના વતની લુહાર દર્પણ સમાચાર પત્ર ચલાવતા નિર્મલભાઈ લુહારનાં ધર્મ પત્નિ લુહાર સમાજનાં નિડર નિરપેક્ષ યુવા પત્રકાર સાથે સિંહસ્થ નારી શક્તિ દળનાં ગુજરાત પ્રદેશ બોર્ડ મેમ્બર્સશ્રી શ્રી કાજલબેન જીલ્કાનો આજ 13 માર્ચ 2023 સોમવારના રોજ જન્મ દિવસ છે..


કાજલબેન જીલ્કા વ્યવસાયે શ્રી વિશ્વકર્મા ઉદય સમાચાર પત્ર ચલાવે છે તેમજ સામાજિક પ્રવુતિમાં તેઓ ગુજરાત પ્રદેશ બોર્ડટીમ મેમ્બર - સિંહસ્થ નારી શક્તિ દળ (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી) અને 
મહિલા મોરચા પ્રમુખ જુનાગઢ
 - આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે 


તેવાં શ્રી કાજલબેન જીલ્કાનો આજ જન્મ દિવસ હોઈ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી - લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના, સિંહસ્થ નારી શક્તિ દળ સાથે લુહાર સમાજ સમાચાર પરિવાર ટીમ દ્વારા આપને જન્મ દિવસ ખુબ ખુબ શુભકામનાઓ..

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email: alvsindia@gmail.com
Mo.- 09512171071


Saturday, March 11, 2023

LYS-SS દળના મોરબી જિલ્લા યુવાબોર્ડ પ્રમુખને ઘેર રાંદલ માતાજી ની પધરામણી...


















આજ રોજ મોરબી લુહાર સ્વ: મહેન્દ્રભાઈ વિરજીભાઈ રાઠોડ (જોડીયાવાળા) નાં ઘેર
રાંદલમાઁની પધરામણી તેમના પુત્રો શ્રી પરેશભાઈ રાઠોડ અને પંકજભાઈ રાઠોડને ત્યાં 10 લોટા રાંદલ રાખેલ છે, જેમનો શણગાર મોરબીનાં પ્રસિદ્ધ શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજી (મોમાઈ જ્યોતિષ વાળા) મોં. 9924076828 દ્વારા કરેલ છે.


શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજી દ્વારા યજમાન શ્રી પરેશભાઈ રાઠોડ માટે આર્શીવાદ પાઠવેલ છે કે તેઓ ખુબ ભાગ્યશાળી છે કારણકે આજ રાંદલ પધરામણી સાથે આ જન્માષ્ટમી મા જ શ્રીકૃષ્ણ જન્મ કથા હરિદ્વારમાં શ્રી ગંગાજી નાં પાવન તટપર કરે છે તેવા પરેશભાઈ તેમજ પંકજભાઈ ને ખુબ ખુબ અભિનંદન સહ આશિર્વાદ પાઠવેલ છે


ઉલ્લેખનીય છેકે પરેશભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ પોતાનાં લુહાર સમાજમાં પણ અનેરૂ પ્રભુત્વ ધરાવે છે સાથે હાલ તેઓ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી - લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ માં મોરબી જિલ્લા યુવાબોર્ડ પ્રમુખશ્રી તરિકે પણ કાર્યરત છે.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
મોં.- 9512171071