કોઈપણ બીમારી સામે લડવા માટે જરૂરી હોય છે રોગ પ્રતિકારક શક્તિની. અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, યાદ શક્તિ વધારવા, શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થાય, ગુસ્સો અને ચીડચીડિયા પણું દૂર કરવા, પાચનતંત્ર સુધારવા, શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શનથી બચવા તથા બાળકો માટે બીજા અનેક રીતે લાભદાયી એવા આયુર્વેદના ૩૦૦૦ વર્ષ જુના ગ્રંથમાં બતાવ્યા છે સુવર્ણપ્રાશન ટીપા.
આયુર્વેદિક જીવનશૈલી તથા સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળના સયુંકત ઉપક્રમે આ આયુર્વેદિક રસીકરણ વિનામૂલ્યે તા. 30-03-23 ગુરૂવારે સમય સવારે 10 થી 1:30 વાગ્યા સુધી શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાયો.
જેમાં 6 મહિનાથી 12 વર્ષ સુધીના તમામ બાળકો તથા પ્રેગ્નેન્ટ લેડીઝને વિનામૂલ્યે ટીપા પીવડાવવામાં આવ્યા. આ કેમ્પમાં ટોટલ 1863 બાળકો ને ટીપા પીવડાવ્યા માં આવ્યાં અને દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામા આવી હતી, આ કેમ્પને સફળ બનાવવા માટે લુહાર રાજભાઈ પરમાર તથા તેમના પરિવાર દ્વારા વધુ જહેમત ઉઠાવવામાં આવી હતી..
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Cell - 9512171071



No comments:
Post a Comment