લુહાર સમાજ સમાચાર - કુ.ક્રિશ્વી પરમાર નામ પડે એટલે એક્દમ નાની ઉંમર માં ઉજ્જવળ કારકિર્દી બનાવનાર દિકરી ની જ યાદ આવી જાય ઍ ડૉ નિખિલભાઇ અને ડૉ.માધવિબેન ની તે સુપુત્રી છે જન્મ તારીખ : ૫-૧૦-૨૦૧૫ છે ઉદગમ સ્કુલ માં ધોરણ ૨ માં અભ્યાસ કરતી આ દિકરી ને ચેસ,બેડમિંટન,ડ્રામા,વકતૃત્વ સ્પર્ધા,સ્ટોરી રાઈટીંગ,ડ્રોઇંગ,પેન્ટીંગ અને સાયકલીંગ માં ખુબજ રસ છે.
બેડમિંટન માં તા.૨/૫/૨૦૨૩ ના રોજ લોકલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી આવી છે.
ચેસ સ્પર્ધા માં ગુજરાત રાજ્ય લેવલે ૬ પોઇટ સાથે ૨ જા નંબરે આવી છે. રાષ્ટ્રિય સ્પર્ધા માં ગુજરાત રાજ્ય તરફથી પસંદગી પામેલ છે. ગુજરાત સરકાર તરફથી દર મહિને અંકે રૂ ૯૦૦૦/- સ્કોલરશીપ મળે છે. શાળામાં પણ હંમેશા અવ્વલ રહી છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન ની સ્પર્ધાત્મક પરીક્ષા , નેશનલ લેવલ, સ્ટેટ લેવલ માં બીજો,ત્રીજો ક્રમ અને અમદાવાદ શહેરમાં પ્રથમ ક્રમે આવે છે.અંગ્રેજી સ્ટોરી રીડીંગ નો અતિશય શોખ છે.ખાસ બાબત હિંદુ સંસ્કૃતિ - રામાયણ અને મહાભારતનુ જ્ઞાન પણ મેળવેલ છે,પંચતંત્ર ની વાર્તાઓ પણ વાંચે છે.પ્રહ્લાદ,ચેલઇયો,શ્રવણ અને રાષ્ટ્રિય નેતાઓ વિષેનું જ્ઞાન પણ મેળવ્યુ છે. ધાર્મિકતા અંગે નું જ્ઞાન તેમના દાદી હંસાબેન તરફ થી મળે છે કે જેઓ પોતે ગ્રેજ્યુએટ છે. નિવ્રુત્ત શિક્ષક દાદા શ્રી કેશુભાઈ મેઘજીભાઈ પરમાર નો પણ તેની કારકીર્દિ માં સવિશેષ ફાળો રહેલ છે
ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુ ના ચરણ માં પ્રાર્થના કરીએ કે તેઓ જીવન માં ખૂબ જ આગળ વધે અને પ્રગતિ ના સોપાન સર કરી પરમાર પરિવાર અને જ્ઞાતિ નું નામ રોશન કરે તેવી લુહાર સમાજ સમાચાર આશિષ આપીએ છીએ, ક્રિશ્વી ને અભિનંદન આપવા માટે આપ તેના પિતા ડૉ. નિખિલભાઈ ના મોબાઈલ નંબર ૯૮૨૫૬૦૩૦૫૪ પર અને દાદા શ્રી કેશુભાઈ ના નંબર ૯૮૨૫૫૮૦૪૫૩ પર પણ ફોન કરી શકો છો
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact- 9512171071