Tuesday, May 23, 2023

શ્રી ભાવેશભાઈ પિત્રોડા દ્વારા સમસ્ત લુહાર સમાજ વતી સ્વ: શ્રી રાજકપુર સાહેબનાં યાદગાર ગીતોની મ્યુઝિકલ નાઈટનું રાજકોટ ખાતે આયોજન..






















રાજકોટનાં રોયલ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક શ્રી ભાવેશભાઈ પિત્રોડા દ્વારા  સમસ્ત લુહાર સમાજ વતી આયોજિત સમાજ સંગઠન એકતા નાં ભાગ રૂપે  જગ વિખ્યાત મશહૂર એક્ટર સ્વ: શ્રી રાજકપુર સાહેબનાં ફિલ્મોના યાદગાર ગીતોના  ગુલદસ્તા થી ભરપુર મ્યુઝિકલ નાઈટ તારીખ: 03/06/23 શનિવાર રાત્રે 09 કલાકે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય રીતે ઉજવાશે.


આ પ્રોગ્રામમાં સમસ્ત લુહાર સમાજ અગ્રણીઓ સાથે  આમંત્રિત મહેમાનો, રાજકીય આગેવા આ સંગીતથી ભરપૂર નાઈટનો વિષેશ આનંદ પ્રાપ્ત કરશે જૉકે આ મ્યુઝિકલ પ્રોગ્રામમાં રાજકોટનાં મેયરશ્રી શ્રી પ્રદીપભાઈ ડવ તથા ડેપ્યુટી મેયરશ્રી કંચનબેન સિધ્ધપુરા વિશેષ ઉપસ્થિત રહી સુરમધુર સંગીતનો આનંદ માણશે તેવું શ્રી ભાવેશભાઈ પિત્રોડાએ લુહાર સમાજ સમાચાર બ્યુરો રિપોર્ટમાં જણાવેલ છે.

લુહાર સમાજ સમાચાર
E-mail: alvsindia@gmail.com
Contact: 9512171071





Sunday, May 21, 2023

લુહાર કુમારી ક્રિશ્વી નિખિલભાઈ પરમારને ખૂબ ખૂબ અભિનંદન..






















લુહાર સમાજ સમાચાર - કુ.ક્રિશ્વી પરમાર નામ પડે એટલે એક્દમ નાની ઉંમર માં ઉજ્જવળ કારકિર્દી બનાવનાર દિકરી ની જ યાદ આવી જાય  ઍ ડૉ નિખિલભાઇ અને ડૉ.માધવિબેન ની તે સુપુત્રી છે  જન્મ તારીખ : ૫-૧૦-૨૦૧૫ છે   ઉદગમ સ્કુલ માં ધોરણ ૨ માં અભ્યાસ કરતી આ દિકરી ને  ચેસ,બેડમિંટન,ડ્રામા,વકતૃત્વ સ્પર્ધા,સ્ટોરી રાઈટીંગ,ડ્રોઇંગ,પેન્ટીંગ અને સાયકલીંગ માં ખુબજ રસ છે.


બેડમિંટન માં તા.૨/૫/૨૦૨૩ ના રોજ લોકલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી આવી છે.
ચેસ સ્પર્ધા માં ગુજરાત રાજ્ય લેવલે ૬ પોઇટ સાથે ૨ જા નંબરે આવી છે. રાષ્ટ્રિય સ્પર્ધા માં ગુજરાત રાજ્ય તરફથી પસંદગી પામેલ છે. ગુજરાત સરકાર તરફથી દર  મહિને અંકે રૂ ૯૦૦૦/- સ્કોલરશીપ મળે છે. શાળામાં પણ હંમેશા અવ્વલ રહી છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન ની સ્પર્ધાત્મક પરીક્ષા  , નેશનલ લેવલ, સ્ટેટ લેવલ માં  બીજો,ત્રીજો ક્રમ અને અમદાવાદ શહેરમાં  પ્રથમ ક્રમે આવે છે.અંગ્રેજી સ્ટોરી રીડીંગ નો અતિશય શોખ છે.ખાસ બાબત હિંદુ સંસ્કૃતિ - રામાયણ અને મહાભારતનુ જ્ઞાન પણ  મેળવેલ છે,પંચતંત્ર ની વાર્તાઓ પણ વાંચે છે.પ્રહ્લાદ,ચેલઇયો,શ્રવણ અને રાષ્ટ્રિય નેતાઓ વિષેનું જ્ઞાન પણ મેળવ્યુ છે. ધાર્મિકતા અંગે નું જ્ઞાન  તેમના દાદી હંસાબેન તરફ થી મળે છે કે જેઓ પોતે ગ્રેજ્યુએટ છે. નિવ્રુત્ત શિક્ષક દાદા શ્રી કેશુભાઈ મેઘજીભાઈ પરમાર નો પણ તેની કારકીર્દિ માં સવિશેષ ફાળો રહેલ છે 


ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુ ના ચરણ માં પ્રાર્થના કરીએ કે તેઓ જીવન માં ખૂબ જ આગળ વધે અને પ્રગતિ ના સોપાન સર કરી પરમાર પરિવાર અને જ્ઞાતિ નું નામ રોશન કરે તેવી લુહાર સમાજ સમાચાર આશિષ આપીએ છીએ, ક્રિશ્વી ને અભિનંદન આપવા માટે આપ તેના પિતા ડૉ. નિખિલભાઈ ના મોબાઈલ નંબર ૯૮૨૫૬૦૩૦૫૪ પર અને દાદા શ્રી કેશુભાઈ ના નંબર ૯૮૨૫૫૮૦૪૫૩ પર પણ ફોન કરી શકો છો 

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact- 9512171071



Monday, May 15, 2023

વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન (GVBO) ના વડોદરા ચેપટરની ત્રીજી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું..



















વડોદરામાં વસતા વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકો માટે વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન (GVBO) ના વડોદરા ચેપટરની ત્રીજી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- મીટીંગ સવારે હાઇ ટી અને લન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે. બધા લન્ચ સાથે કરીશું

- મીટીંગમાં આવવા ઇચ્છતા ઉધોગકારોને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ : 16/05/2023

DATE : 18/05/2023, ગુરૂવાર
TIME : 09:30 AM TO 01:00 PM
PLACE : THE BARODA RESIDENCY HOTEL, 16 Opp C H Jewelers, Alkapuri, Vadodara, Gujarat 390007

આવો‌ સૌ ભેગા મળી સમાજને પ્રગતિ ના શિખરે લઈ જઈએ.
" Let's grow together "
વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે
9898991110, 8460666600

_________________________________________

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: +91 9512171071