Wednesday, June 25, 2025

સમસ્ત લુહાર પંચાલ સમાજ દ્વારા મજેવડી, બોખીરા(પોરબંદર) અને સતી લોયણ ધામ આટકોટ ખાતે તારીખ 26-27 જુન અષાઢીબીજની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે..















- સંત શિરોમણી શ્રી દેવતણખીદાદાનું અને સતી લીરલમાતાજી ચેતન સમાધી મજેવડી

સંત, શૂરવીરો અને સતિઓની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર જ્યાં લુહાર કુળે જન્મ ધારણ કરી એક સંત શિરોમણી અને ભક્ત તરીકે ખુબ ખ્યાતિ પામ્યા એવા શ્રી દેવતણખીદાદા જેમણે પ્રસિદ્ધ દેવાયત પંડિતનાં તૂટી ગયેલા લોખંડના ધરાને શ્રી દેવતણખીદાદા પોતાની ઘૂંટી ઉપર તપી ગરમ લોખંડનો ધરો સાંધી આપે છે એ સૌ જગત જાણે છે એવા સંત શિરોમણી શ્રી દેવતણખીદાદા તથા લીરલમાતાજી ચેતનસમાધી મજેવડી ખાતે બે દિવસ દરમિયાન પૂજા,મહા આરતી,ભગવતી રાંદલમાતાજીનાં લોટા,માતાજીનાં મામેરા, શોભાયાત્રા,શ્રી નાથજીભગવાનની જાંખી,સંતવાણી અને મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.




- સંત શિરોમણી શ્રી દેવતણખીદાદાનું જન્મસ્થળ બોખીરાધામ (પોરબંદર)

     પોરબંદર બોખીરાધામ એ સંત શિરોમણી શ્રી દેવતણખીદાદાનું જન્મસ્થળ છે જ્યાં તારીખ 26 અને 27  જુનનાં રોજ ખુબ ભવ્ય રીતે અષાઢીબીજની ઉજવણી થસે જ્યાં બે દિવસ રોજ સંતો મહંતો મહેમાનની હાજરીમા વિવિધ ધાર્મિક- શૈક્ષણિક- આરોગ્યલક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યા છે જેમાં શ્રી રામદેવપીરબાપાનો પાઠ,શોભાયાત્રા તથા ધ્વજારોહણ,રાસ-ગરબા,સંતવાણી,નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ,રક્તદાન કેમ્પ, શૈક્ષણિક માર્ગદર્શન કેન્દ્ર, યુવક યુવતી પરિચય કેન્દ્ર તેમજ સન્માન સમારોહ વગેરે જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે વરસાદી વાતાવરણ હોવાથી ખુબ ભવ્ય ડોમ બનાવી આ ઉજવણી થશે આ બે દિવસના કાર્યક્રમમા મહાપ્રસાદનું પણ આયોજન છે તો સૌ ભાવિકભક્તો આ કાર્યક્રમમા સહભાગી થાઈ.




 - સતી લોયણ ધામ આટકોટ

"જયોત ભળી ગઈ જયોતમાં ઉજાળી ધર્મનાં ધામ,
હવે ગીત ભજનના ગુંજશે તારું નિશદિન લોયણધામ" 

આશરે 650 વર્ષ પહેલા ભાદરનદી કાંઠે સતી લોયણમાતા થઈ ગયા જે ભાદરનદીના કાંઠે સતી લોયણમાતાનું શિખરબંધ મંદિર છે આ લોયણધામ આટકોટ ખાતે મહાસતી લોયણદેવ સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા અષાઢીબીજ તારીખ 27  જુનનાં અષાઢીબીજ મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું છે. યજ્ઞ,શોભાયાત્રા,ધ્વજારોહણ, મહાપ્રસાદ અને સંતવાણી વગેરે જેવા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શનનો અવશ્ય લાભ લે.

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 9512171071

Monday, June 23, 2025

મોરબીમાં લુહાર સમાજ વિદ્યાર્થીઓ ને નિઃશુલ્ક નોટબૂક વિતરણ કરવામાં આવ્યું..














મોરબીનાં લુહાર સમાજ વિદ્યાર્થીઓ ને લુહારજ્ઞાતિની વાડીએ નોટબૂક વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રાપ્ત વિગત મુજબ હર વર્ષની જેમ મોરબીની શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે લુહારજ્ઞાતિ ટ્રસ્ટ અંતગર્ત શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ મોરબી દ્વારા મચ્છુકઠિયા લુહાર સમાજના મોરબી તેમજ મોરબી આસપાસ પંથકમાં રહેતાં ધોરણ K.G. થી કોલેજ સુધીના આશરે 570 થી વધુ વિદ્યાર્થીઓ ને 7000 થી વધું ફૂલસ્કેપ નોટબુકનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું 


આ સંસ્થા સમિતિ દ્વારા દર સાલ વિનામુલ્યે નોટબૂક વિતરણ સાથે અમુક જે બાળકો ભણતરમાં અવ્વલ હોઈ પરંતું આર્થીક નબળી પરિસ્થિતિ વારા હોઈ તેવા લુહાર સમાજનાં સ્ટુડન્ટોની સ્કુલ ફી પણ ભરી આપે છે તેમજ શાળામાં ચાલતા પાઠ્ય પુસ્તક અને નવનીત ગાઈડ પણ લઈ આપી એક ઉમદા જ્ઞાતિ સમાજ સેવાનું ઉદાહરણ પણ વિના સ્વાર્થે પુરું પાડી રહ્યાં છે


આ સામાજિક જ્ઞાતિ કાર્યમાં શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિનાં મોરબી જ્ઞાતિ રત્ન કહી શકાય તેવા સભ્યો જેમાં જીજ્ઞેશભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ રાઠોડ, દિપકભાઈ પિત્રોડા, પરેશભાઈ પઢારિયા, ચેતનભાઈ મકવાણા, નિલેશભાઈ પિત્રોડા, જગદીશભાઈ પરમાર તથા મનસુખભાઈ રાઠોડ પણ ઉમદા સેવા આપી રહિયા છે.


લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Contact : 9512171071
Email : alvsindia@gmail.com