Wednesday, August 31, 2022

લુહાર સમાજની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા પ્રમુખશ્રીનાં ઘરે ગણપતિ મહારાજના વધામણાં...





લુહાર સમાજ સમાચાર માં આપની જાહેરત એડ બૂક કરાવવા આજેજ સંપર્ક કરો.



















મોરબી લુહાર સમાજનાં અગ્રણી તથા લુહાર સમાજની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા પ્રમુખશ્રી શ્રી લુહાર વિનોદભાઈ ભુદરભાઈ કવૈયાનાં ઘેર ગણપતિ મહોત્સવ પ્રસંગે ગણપતિ બાપાનું શુભ આગમન કરાયું, 





આ પ્રસંગે ગુજરાતનાં યુવા વક્તા અને કથાકાર શાસ્ત્રીશ્રી નીખીલભાઈ જોષી વિશેષ ઉપસ્થિત રહી ગણેશ આગમન પ્રસંગને પોતાનાં આર્શીવચન થકી દીપાવ્યો હતો.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com






Friday, August 26, 2022

ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી નાં નિવાસ સ્થાને વિશ્વકર્મા સમાજનો સ્નેહમિલન સમારોહ કાર્યક્ર્મ યોજાયો, સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી રહ્યાં ખાસ ઉપસ્થિત..





















ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી નાં નિવાસ સ્થાને વિશ્વકર્મા સમાજ નાં સ્નેહ મિલન સમારોહનાં આમંત્રણને માન આપી સમસ્ત લુહાર સમાજની રાષ્ટ્રીય પાર્ટી એવી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી રાજુભાઈ કવા સાહેબ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા..


ગાંધીનગર ખાતે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નિવાસ સ્થાને ગુજરાત સરકારના મંત્રી તથા વિશ્વકર્મા સમાજના અગ્રણીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં રાજ્યભરના વિશ્વકર્મા સમાજની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો.


વિશ્વકર્મા સમાજના દરેક સંસ્થાના આગેવાનો, ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ માટે મુખ્યમંત્રીજી નાં નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાવાનો હોઈ ત્યારે ગુજરાત સરકારના મંત્રી તથા વિશ્વકર્મા સમાજના અગ્રણીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી નાં આમંત્રણને માન આપી સમસ્ત લુહાર સમાજની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી એવી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી રાજુભાઈ કવા સાહેબ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા), વિશ્વકર્મા સમાજના આગેવાનશ્રી ભગવાનદાસ પંચાલ,પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ઉદયભાઈ કાનગડ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી મયંકભાઈ નાયક,શ્રી સનમભાઈ પટેલ વગેરે સાથે મિટિંગ બાદ ચેમ્બર્સમાં બેસી સમાજનાં ઉસ્થાન બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરી હતી.
સાથે ગુજરાત સરકારની રાજ્યના છેવાડાના માનવીના વિકાસ પ્રત્યેની કટિબદ્ધતા અને અવિરત પ્રયાસોને રાજુભાઈ કવા સાહેબે બિરદાવ્યા હતાં તેમજ જગદીશભાઈ વિશ્વકર્માની જ્ઞાતિ પ્રત્યેની નિષ્ઠા ને પણ વખાણી હતી.


આ પ્રસંગે LYS-SS ટીમ માંથી રાજુભાઈ કવા સાહેબ સાથે સિંહસ્થ સેના જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિનેશભાઈ પિઠવા, સિંહસ્થ સેના જુનાગઢ જિલ્લા યુવાબોર્ડ પ્રમુખશ્રી નયનભાઈ કવા, માંગરોળ લુહાર સમાજનાં પ્રમુખશ્રી પ્રદીપભા પીઠવા, ઉપપ્રમુખશ્રી બાબુભાઈ પિઠવા, ધોળકા લુહાર સમાજ અગ્રણીશ્રી નારણભાઈ પીઠવા તથા સિંહસ્થ સેના વેરાવળ તાલુકા પ્રમુખશ્રી હસમુખભાઈ કવા વગેરે જોડાયા હતાં.


આ તકે ગાંધીનગરનાં રાજય સરકાર ભવનમાં પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમ સાથે શુભેચ્છા મુલાકાત તેમની ચેમ્બરમાં કરી હતી.

Tuesday, August 9, 2022

લુહાર સમાજ મોરબી જિલ્લાનું જગમગતું ગૌરવ, મોરબીની આર.ઓ. પટેલ વુમન કોલેજની વિર્ધાર્થીની BCA sem - 1, 2022ની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે...























આમતો મોરબી લુહાર સમાજનાં સ્ટુડન્ટ્સ છાસવારે સમાજમાં અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજમાં ચમકતાં રહે છે ત્યારે આજ એક વધું નામ પોતાની મહેનત સાથે ખુમારીની સિધ્ધિ મેળવી લુહાર સમાજનાં ગૌરવ દર્શાવતી યાદીમાં ઉમેરાયું છે..


પ્રાપ્ત માહિતી મુજબ મુળ લજાઈ  અને હાલ મોરબી સ્થાઈ મધ્યમવર્ગય લુહાર પરિવારની દિકરી ધારા પ્રવીણભાઈ મારૂ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલ BCA sem 1 ની પરિક્ષા આપી હતી. (ધારા મોરબી R.O. પટેલ વુમન કોલેજની સ્ટુડન્ટ્સ છે.) જેમાં પોતાની જાત મહેનત, લગન અને ખુમારીથી વગર ટ્યુશન કે એક્સ્ટ્રા કલાસ વગર BCA sem-1 ની વર્ષ-2022 ની પરિક્ષા પાસ કરી અને એટલુજ નહિ પરંતુ 88.83% સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઈ પોતાનાં માતા મીનાક્ષીબેન પ્રવીણભાઈ મારૂ, પિતા પ્રવીણભાઈ જયંતીભાઈ મારૂ તથા સમસ્ત મારૂ લુહાર પરિવાર મોરબી સાથે લુહાર સમાજ મોરબીનાં નામને પણ રોશન કર્યું છે,.


ત્યારે ધારા પ્રવીણભાઈ મારૂને આ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી, લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાનાં મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેશભાઈ વી. પિત્રોડા દ્વારા સિંહસ્થ સેનાનો  વિર્ધાર્થી વર્ગ માટેનો સૌથી મોટો અવોર્ડ તેવો લુહાર સમાજ વિર્ધાર્થી રત્ન એવોર્ડ - 2022 ધારા પ્રવીણભાઈ મારૂ ને આપવાની જાહેરાત કરાઈ છે


ત્યારે લુહાર સમાજ સમાચાર સાથે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબી, સિંહસ્થ સેના મોરબી, શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી સાથે શ્રી સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબીનાં ટ્રસ્ટી મંડળ દ્વારા પણ કું. ધારા પ્રવીણભાઈ મારૂ ને તેમની સિધ્ધિ બદલ ખુબ ખુબ શુભકામનાઓ સાથે શુભેકછાઓ પાઠવી છે..

પત્રકાર જયદિપ પિત્રોડા મોરબી.
લુહાર સમાજ સમાચાર
Email :  alvsindia@gmail.com