ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી નાં નિવાસ સ્થાને વિશ્વકર્મા સમાજ નાં સ્નેહ મિલન સમારોહનાં આમંત્રણને માન આપી સમસ્ત લુહાર સમાજની રાષ્ટ્રીય પાર્ટી એવી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી રાજુભાઈ કવા સાહેબ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા..
ગાંધીનગર ખાતે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નિવાસ સ્થાને ગુજરાત સરકારના મંત્રી તથા વિશ્વકર્મા સમાજના અગ્રણીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં રાજ્યભરના વિશ્વકર્મા સમાજની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો.
વિશ્વકર્મા સમાજના દરેક સંસ્થાના આગેવાનો, ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ માટે મુખ્યમંત્રીજી નાં નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાવાનો હોઈ ત્યારે ગુજરાત સરકારના મંત્રી તથા વિશ્વકર્મા સમાજના અગ્રણીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી નાં આમંત્રણને માન આપી સમસ્ત લુહાર સમાજની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી એવી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી રાજુભાઈ કવા સાહેબ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા), વિશ્વકર્મા સમાજના આગેવાનશ્રી ભગવાનદાસ પંચાલ,પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ઉદયભાઈ કાનગડ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી મયંકભાઈ નાયક,શ્રી સનમભાઈ પટેલ વગેરે સાથે મિટિંગ બાદ ચેમ્બર્સમાં બેસી સમાજનાં ઉસ્થાન બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરી હતી.
સાથે ગુજરાત સરકારની રાજ્યના છેવાડાના માનવીના વિકાસ પ્રત્યેની કટિબદ્ધતા અને અવિરત પ્રયાસોને રાજુભાઈ કવા સાહેબે બિરદાવ્યા હતાં તેમજ જગદીશભાઈ વિશ્વકર્માની જ્ઞાતિ પ્રત્યેની નિષ્ઠા ને પણ વખાણી હતી.
આ પ્રસંગે LYS-SS ટીમ માંથી રાજુભાઈ કવા સાહેબ સાથે સિંહસ્થ સેના જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિનેશભાઈ પિઠવા, સિંહસ્થ સેના જુનાગઢ જિલ્લા યુવાબોર્ડ પ્રમુખશ્રી નયનભાઈ કવા, માંગરોળ લુહાર સમાજનાં પ્રમુખશ્રી પ્રદીપભા પીઠવા, ઉપપ્રમુખશ્રી બાબુભાઈ પિઠવા, ધોળકા લુહાર સમાજ અગ્રણીશ્રી નારણભાઈ પીઠવા તથા સિંહસ્થ સેના વેરાવળ તાલુકા પ્રમુખશ્રી હસમુખભાઈ કવા વગેરે જોડાયા હતાં.
આ તકે ગાંધીનગરનાં રાજય સરકાર ભવનમાં પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમ સાથે શુભેચ્છા મુલાકાત તેમની ચેમ્બરમાં કરી હતી.