Sunday, July 21, 2024

સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી દ્વારા મોરબી ખાતે પાંચ દીકરીઓને વિદ્યાર્થી રત્ન તેમજ લુહાર જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયા..




પ્રાપ્ત વિગત મુજબ તારીખ : 21/07/2024 રવિવારના રોજ મોરબીની શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" તથા સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ દ્વારા લુહાર સમાજના કૉલેજ અને માસ્ટર ડિગ્રી માં અવ્વલ આવેલી મોરબી જિલ્લાની પાંચ દીકરીઓ ને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન તેમજ લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો 


જેમાં મોરબીનાં લુહાર વાસુદેવભાઈ રમણીકભાઈ રાઠોડની બંને દીકરીઓ CA સેમ 4 તેમજ સેમ 3 માં અવ્વલ આવી હતી જેમાં કું ધારિણી રાઠોડ CA સેમ 4 માં ઉતીર્ણ થઈ CA ની પદવી મેળવી ચૂકી છે તેમને લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો, જ્યારે તેમની નાની બહેન કું વિધિ રાઠોડ CA સેમ 3 માં મોરબી જિલ્લામાં સેકન્ડ ગ્રેડ સાથે ઉતીર્ણ થઈ હતી જેમને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન  એવોર્ડ એનાયત કરાયો હતો


જ્યારે મેડીકલ સાયન્સમાં જિલ્લામાં ફસ્ટ રેન્ક લાવનાર કું શિતલ દિપકભાઈ (પિન્ટુભાઈ) પિત્રોડાને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમના પિતા દિપકભાઈ પિત્રોડા તે ફૂડ પ્રોસેસીંગ મશીનરી માટે પ્રખ્યાત ઇન્ડસ્ટ્રીઝ જે.કે. મશિન ટુલ્સનાં માલિક તેમજ શ્રી અશ્વિનભાઈ પિત્રોડાનાં પુત્ર છે..


જ્યારે મોરબી જિલ્લાની બીજી બંને દીકરીઓ જેમાં કું જાનવી વિનોદભાઈ પિત્રોડા જે MBA સેમ 4 ઉતીર્ણ થઈ છે તેમને લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ તેમજ કું પ્રિયા રામજીભાઈ કવૈયા જે LLM સેમ 4 ઉતીર્ણ થઈ એડવોકેટ ની પદવી પ્રાપ્ત કરેલ છે તેમને લુહાર જ્ઞાતિ ગૌરવશાલી પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071

Monday, July 15, 2024

બગસરામા વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો..




લુહાર સમાજ સમાચાર : બગસરા મા વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લુહાર સમાજ દ્વારા  સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમા વિદ્યાર્થી સન્માન સમારોહ માં ઉપસ્થિત રહેતા જૂનાગઢ થી ભારતી આશ્રમનાં મહામંડલેશ્વર 1008 પૂજય મહંતશ્રી હરિહરાનંદ બાપુ, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યશ્રી જે વી.કાકડીયા તથા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા સાથે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તથા બગસરા ના અલગ અલગ સંસ્થાઓના પ્રમુખો સહીત નામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 


જ્યારે સમસ્ત લુહાર સમાજના બહારથી આવેલા લુહાર સમાજના આગેવાનો તેમજ સમાજના ટ્રસ્ટીઓએ પણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી 


આ વિદ્યાર્થી સન્માન સમારંભમાં L,K,G થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, વિદ્યાર્થી સન્માન સમારંભમાં જૉકે સમસ્ત લુહાર સમાજના આગેવાનો તથા શહેર ના લુહાર સમાજ ના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી 


વિશેષમાં આ શૈક્ષણિક સમારંભમાં લુહાર સમાજના લોકોએ જે બહાર કારકિર્દી મેળવી હોય તેવા લોકોને વિશ્વકર્મા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા અને  વિદ્યાર્થી સન્માન સમારંભ વિશ્વકર્મા યુવા કમિટી તેમજ લુહાર સમાજ બગસરા દ્વારા ભારે જહમત કરી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ 


વિશ્વકર્મા યુવા કમિટી સભ્યો બગસરા 

વિશેષમાં વિશ્વકર્મા એવોર્ડ દ્વારા ઇન્ટરનેશનલ ગાયક કલાકાર આશાબેન કારેલીયા, સમાજસેવક પરેશભાઈ પોરબંદર, કપિલ વાઘેલા વિગેરે મહાનુભાવોને વિશ્વકર્મા એવોર્ડ આપી તેમની કલાને બિરદાવાય હતી સરસ્વતી સન્માન સમારોહ ભોજન અને સંતોના આગમનથી ત્રિવેણી સંગમ ઉત્સવ રૂપે ઉજવવામાં આવ્યો હતો.

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com 
Contact : 9512171071

જૂનાગઢ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયા પ્રથમ સમૂહ લગ્ન, ત્રણ નવદંપતિઓએ ભર્યા પ્રભુતામાં પગલાં..




પત્રકાર વિનોદભાઈ મકવાણા - જુનાગઢ : જૂનાગઢના સરદાર પટેલ ભવન ખાતે તારીખ 14 જુલાઈ રવિવારના રોજ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં 3 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં ભર્યા હતા, આ પ્રસંગે દાતાશ્રીઓ, સમાજના અગ્રણી મહાનુભાવો, સમાજના પ્રેસ મીડિયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, 


આ પ્રથમ સમૂહ લગ્નમાં કન્યાઓને અંદાજીત 100 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી, 


આ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ પ્રસંગે સમૂહ જ્ઞાતિ ભોજન, જન્માષ્ટમી મહોત્સવ, રામનવમી ઉત્સવ, સરસ્વતી સન્માન સમારોહ, મેડિકલ સહાય, તેમજ અંતિમ સમયે નિઃશુલ્ક અન્નપૂર્ણા ટિફિન સેવા , સહિતની વિવિધ સમાજ ની સદપયોગી કાર્યો કરવામાં આવે છે, તેમજ આ ચાલુ વર્ષે દરમ્યાન નવરાત્રી દરમ્યાન પનઘટ રાસોત્સવ સમસ્ત લુહાર સમાજ માટે ફ્રી આયોજન કરવાનો નિર્ણય યુવક મંડળ ટ્રસ્ટનું પગલું આવકારદાયક છે, આ પ્રથમ સમૂહ લગ્નમાં વિવિધ શહેરોમાંથી જ્ઞાતિ પ્રમુખો, ડોકટર જલપન કારેલીયા, મજેવડી પ્રમુખ શાંતિભાઈ ગોહેલ, રાજુભાઇ સમઢીયાળા વાળા, રાજુભાઇ પિત્રોડા, શાંતિભાઈ કવા, તેમજ સિનિયર પત્રકાર વિનોદ મકવાણા, હરેશભાઈ કારેલીયા, જનકભાઈ પીઠવા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યકમને સફળ બનાવવા સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ મકવાણા, કિશનભાઈ જિલકા, અજયભાઈ ગોહેલ, મુકેશભાઈ ચૌહાણ, હિતેસભાઈ કારેલીયા, હરેશભાઇ કારેલીયા, કિશોરભાઈ પરમાર, દિવ્યેશભાઈ મકવાણા, હિરેનભાઈ હરસોરા, અને સુધીરભાઈ ડોડીયા એ રાત દિવસ તનતોડ મહેનત કરી આ પ્રથમ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવ્યો હતો, 


સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશભાઇ ચૌહાણે સુંદર રજુઆત સાથે કર્યું હતું, જ્યારે આભાર વિધિ કિશનભાઈ જિલકા એ કરી સર્વોનો આભાર વ્યક્ત કર્યો હતો, આ પ્રસંગે ખાસ જૂનાગઢ ભારતી આશ્રમના મહંત મહાદેવ ભારતી બાપુએ ઉપસ્થિત રહી નવદંપતિઓ આશ્રિવચન પાઠવ્યા હતા.

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com

Thursday, July 11, 2024

મોરબીમાં લુહાર સમાજ વિદ્યાર્થીઓ ને નિઃશુલ્ક નોટબૂક વિતરણ કરવામાં આવ્યું..



મોરબીનાં લુહાર સમાજ વિદ્યાર્થીઓ ને લુહારજ્ઞાતિની વાડીએ નોટબૂક વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રાપ્ત વિગત મુજબ હર વર્ષની જેમ મોરબીની શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે લુહારજ્ઞાતિ ટ્રસ્ટ અંતગર્ત શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ મોરબી દ્વારા મચ્છુકઠિયા લુહાર સમાજના મોરબી તેમજ મોરબી આસપાસ પંથકમાં રહેતાં ધોરણ K.G. થી કોલેજ સુધીના આશરે 570 થી વધુ વિદ્યાર્થીઓ ને 7000 થી વધું ફૂલસ્કેપ નોટબુકનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું 


આ સંસ્થા સમિતિ દ્વારા દર સાલ વિનામુલ્યે નોટબૂક વિતરણ સાથે અમુક જે બાળકો ભણતરમાં અવ્વલ હોઈ પરંતું આર્થીક નબળી પરિસ્થિતિ વારા હોઈ તેવા લુહાર સમાજનાં સ્ટુડન્ટોની સ્કુલ ફી પણ ભરી આપે છે તેમજ શાળામાં ચાલતા પાઠ્ય પુસ્તક અને નવનીત ગાઈડ પણ લઈ આપી એક ઉમદા જ્ઞાતિ સમાજ સેવાનું ઉદાહરણ પણ વિના સ્વાર્થે પુરું પાડી રહ્યાં છે


આ સામાજિક જ્ઞાતિ કાર્યમાં શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિનાં મોરબી જ્ઞાતિ રત્ન કહી શકાય તેવા સભ્યો જેમાં જીજ્ઞેશભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ રાઠોડ, દિપકભાઈ પિત્રોડા, પરેશભાઈ પઢારિયા, ચેતનભાઈ મકવાણા, નિલેશભાઈ પિત્રોડા, જગદીશભાઈ પરમાર તથા મનસુખભાઈ રાઠોડ પણ ઉમદા સેવા આપી રહિયા છે.



લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email: alvsindia@gmail.com
Contact : 9512171071


લુહાર સમાજ મોરબીનાં વિદ્યાર્થી સિતારાઓનું C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ) ની પરીક્ષામાં અનેરૂ પ્રફોર્મ્સ..




આ વર્ષ દરમિયાન લુહાર સમાજમાં શરૂવાત થીજ યુવા વિદ્યાર્થીઓ માં સ્કુલ અને કોલેજ રિઝલ્ટમાં ગૌરવ શાળી પ્રફોર્મ્સ જૉવા મળી રહ્યું છે, ત્યારે તાજેતરમા C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ) ની પરિક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, જેમાં મોરબીથી લુહારજ્ઞાતિ માં એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીની ઓ અવ્વલ ગ્રેડ સાથે ઉતીર્ણ થઈ લુહાર સમાજ મોરબી નું ગૌરવ વધારી સાથે પોતાનાં માતા પિતા નું નામ રોશન કર્યું છે..


પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમા C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ) ની પરિક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, જેમાં મોરબીથી લુહારજ્ઞાતિ માં એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓ એમ ટોટલ ત્રણ વિદ્યાર્થી જિલ્લા લેવલે અવ્વલ નંબરે આવેલ છે,


જેમાં લુહાર જયેશભાઈ રણછોડભાઈ પિત્રોડાનાં સુપુત્ર ધ્રુવ જયેશભાઈ પિત્રોડા C.A. બીજા વર્ષમાં અવ્વલ નંબરે પાસ થયેલ છે,


જ્યારે જ્ઞાતિ માટે ગૌરવ અને ખુશીની વાત કહી શકાયકે લુહાર શ્રી વાસુદેવભાઇ રમણીકભાઇ રાઠોડ ની બંને સુપુત્રીઓ C.A. ની પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થયેલ છે..
કું. ધારિણી વાસુદેવભાઈ રાઠોડ છેલ્લા વર્ષમાં ઉતીર્ણ થઈ C.A. ની પદવી મેળવી ચૂકી છે જ્યારે તેમની નાની બહેન કું. વિધિ વાસુદેવભાઈ રાઠોડ બીજા વર્ષમાં અવ્વલ આવી છે..

લુહાર સમાજ સમાચાર પત્રક પરિવાર લુહાર સમાજ મોરબીનાં આ ત્રણેય વિદ્યાર્થી રત્નોને ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવે છે..

______________________________________

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
Contact : 9512171071