Monday, February 24, 2025

ભારતી આશ્રમ ખાતે શિવરાત્રી પર્વની ઉજવણી તેમજ શ્રી ભારતીબાપુના નામથી નૂતન અતિથિભુવન નું ખાત મુહર્ત કરાયું..














દત અને દાતારની પ્રવિત્ર ભૂમિ જૂનાગઢ શહેરમાં ગરવા ગિરનારની ગોદમાં શ્રી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વના મેળાના ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે.


જૂનાગઢના શ્રી ભારતી આશ્રમમાં ખુબ મોટી સંખ્યા શ્રી સાધુ સંતો મહંતો તેમજ ભાવિક ભક્તો પધારી રહ્યા છે.
     

મહાશિવરાત્રી પર્વ નિમિતે ભારતી આશ્રમ ખાતે આજ રોજ શ્રી ભારતીબાપુના નામથી નૂતન અતિથિભુવન બનવા જઈ રહ્યું છે તેનું ખાત મુહૂર્ત આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ 1008 શ્રીહરીહરાનંદ ભારતી બાપુ તેમજ મહામંડલેશ્વર શ્રી મહાદેવભારતીબાપુ તેમજ અનેક નામી અનામી સંતો તેમજ સેવકગણની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું, આ તકે ગુજરાતનાં અનેક ગામોથી લુહાર સમાજ અગ્રણીઓ પણ મહેમાન બની ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "LYS-SS" સિંહસ્થ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષો જેમાં બગસરા (ધારી) થી શ્રી ચિરાગભાઈ પરમાર અને સમઢિયાળા (ગીર) થી શ્રી રાજેશભાઈ કવા બંને રાષ્ટ્રીય અધ્યક્ષો આ તકે.. 


આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ 1008 શ્રીહરીહરાનંદ ભારતી બાપુ તેમજ મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતીબાપુ સાથે જોડાયા હતા, જ્યારે લુહાર સમાજ અગ્રણીઓમાં સુરત થી રાજેશભાઈ ડોડીયા, વડોદરાથી નિલેશભાઈ કનાડિયા અને અમદાવાદ થી અશ્વિનભાઈ ચોહાણ વગેરે જોડાયા હતાં, સાથે જુનાગઢ, કેશોદ, મેંદરડા થી પણ લુહાર સમાજ અગ્રણીઓ જોડાયા હતાં.


આ ઉપરાંત શ્રી ભારતી આશ્રમમાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિક ભક્તો ખુબ મોટી સંખ્યમાં લાભ લઇ રહ્યા છે તેમજ  ભાવિક ભક્તો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ,નિઃશુલ્ક પ્રસાદી વિતરણ, નિઃશુલ્ક ચા વિતરણ અવિરત ચાલુ છે.ધન્ય છે ભારતી આશ્રમની પરંપરા ધન્ય છે ભારતી આશ્રમના સંત ગણ ધન્ય છે શિવ.

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071



Wednesday, February 5, 2025

લુહાર કવૈયા પરિવાર કુટુંબના મઢે કુળદેવીશ્રી આઈશ્રી ખોડિયાર માતાજીનાં જન્મોત્સવ ની ઊજવણી કરાઈ, જાણો વધુ..














મહા સુદ આઠમનાં દિવસે આઈશ્રી ખોડિયાર માતાજીનું ગોહિલવાડનાં રોહિશાળા નેસમાં મોંમડિયા ચારણને ઘેર પોતાની બીજી છ બહેનો અને એક મેરખીયાભાઈ સાથે પ્રાગટય થયુ હોઈ તે દિવસને શ્રદ્ધાળુ ભક્તો શ્રી ખોડિયારમાં નાં પ્રાગટય દિવસ તરીખે ઊજવણી કરે છે ત્યારે આજ રોજ તારીખ: 05-02-2025 બુધવારના રોજ મહાસુદ આઠમનાં દિવસે આઈશ્રી ખોડિયાર માતાજીનાં તે પ્રાગટય દિવસ હોઈ જેમની લુહાર કવૈયા કુટુંબ દ્વારા ખેવારિયાગામે આવેલ તેમના મઢ અને શ્રી ખોડિયાર મંદિર ખાતે ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી છે, 


આજ કવૈયા કુટુંબ દ્વારા ખેવારિયા ગામે નાની બાળાઓને ખોડિયારમાં સાથે  બીજાં માતાજીઓની પણ  વેષભૂષા રખાઈ હતી અને તે દરેક બાળાઓએ કેક કાપી માતાજીનાં પ્રાગટય દિવસની ઉજવણી કરી હતી, ત્યાર બાદ દરેક નાની બાળાઓને માતાજીની ગોઈની રૂપે જમાડી કુટુંબ દ્વારા યથા શક્તિ દાન ભેટ આપી હતી, ત્યાર બાદ કવૈયા કુટુંબે સાથે સમુહ ભોજન પ્રસાદ લિધો હતો.

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071



Monday, February 3, 2025

શ્રી ભારતી આશ્રમ ભવનાથનાં લઘુમહંતશ્રી મહાદેવ ભારતીજી ને પ્રયાગ ખાતે કુંભ મહોત્સવમાં 1008 શ્રી મહામંડલેશ્વરની પદવી મળતા ભવનાથ ખાતે તેઓનું લુહાર સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યુ, વાંચો પુર્ણ અહેવાલ..


















શ્રી ભારતી આશ્રમ ભવનાથ તળેટીનાં લઘુમહંત શ્રી મહાદેવ ભારતીજી જેઓને તીર્થરાજ પ્રયાગ ખાતે મહાકુંભ મહોત્સવ દરમિયાન 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી તરિકે વરણી કરવામાં આવી જે તારીખ: 01-02-2025 શનિવારના રોજ મહાકુંભ માંથી ભવનાથ તળેટી ભારતી આશ્રમ ખાતે પરત આવતાં સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના તથા લુહાર સમાજ જુનાગઢ જિલ્લા અગ્રણીઓ દ્વારા ઉમળકાભેર ફટાકડા બેન્ડબાજા અને પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..


પ્રાપ્ત માહિતી મુજબ શ્રી ભારતી આશ્રમ ભવનાથ તળેટીનાં લઘુમહંત શ્રી મહાદેવ ભારતીજી ને તીર્થરાજ પ્રયાગ ખાતે મહાકુંભ મહોત્સવ દરમિયાન 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી તરિકે વરણી કરવામાં આવી હતી જેઓ તારીખ: 01-02-2025 શનિવારના રોજ મહાકુંભ માંથી ભવનાથ તળેટી શ્રી ભારતી આશ્રમ ખાતે પરત આવ્યાં હતાં 


ત્યારે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેનાનાં સંધ સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શ્રીરાજુભાઈ કવા તથા ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી દિનેશભાઈ પીઠવા ની આગેવાની હેઠળ શ્રી મહાદેવ ભારતીજી નું ભવનાથ તળેટી ખાતે ઉમળકાભેર ફટાકડા, બેન્ડબાજા અને પુષ્પ વર્ષા સાથે ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં ગિરનારની ગોદમાં આવેલા શ્રી ભારતી આશ્રમ ખાતે તેઓની આરતી ઉતારી સ્તુતિ વંદના કરી ધન્યતા અનુભવી હતી, 


આ કાર્યમાં લુહાર સમાજ જુનાગઢ અગ્રણીઓ જેમાં શ્રીઅતુલભાઈ મકવાણા, શ્રીબીપીનભાઈ મકવાણા, શ્રી યોગેશ વાઘેલા વગેરે જોડાયા હતાં, તેમજ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં ગુજરાત પ્રદેશ સહપ્રભારી મંત્રીશ્રી શ્રીકિશોરભાઈ વાઘેલા પણ આ ઉત્સવમાં જોડાયા હતાં, 


આ ઉત્સવ બાદ LYS-SS નાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શ્રીરાજુભાઈ કવા ગામ: સમઢિયાળા ગીર દ્વારા સમસ્ત લુહાર સમાજ "સિંહસ્થ સેના" પરિવાર તરફથી 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતીજીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.



લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071