મહા સુદ આઠમનાં દિવસે આઈશ્રી ખોડિયાર માતાજીનું ગોહિલવાડનાં રોહિશાળા નેસમાં મોંમડિયા ચારણને ઘેર પોતાની બીજી છ બહેનો અને એક મેરખીયાભાઈ સાથે પ્રાગટય થયુ હોઈ તે દિવસને શ્રદ્ધાળુ ભક્તો શ્રી ખોડિયારમાં નાં પ્રાગટય દિવસ તરીખે ઊજવણી કરે છે ત્યારે આજ રોજ તારીખ: 05-02-2025 બુધવારના રોજ મહાસુદ આઠમનાં દિવસે આઈશ્રી ખોડિયાર માતાજીનાં તે પ્રાગટય દિવસ હોઈ જેમની લુહાર કવૈયા કુટુંબ દ્વારા ખેવારિયાગામે આવેલ તેમના મઢ અને શ્રી ખોડિયાર મંદિર ખાતે ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી છે,
આજ કવૈયા કુટુંબ દ્વારા ખેવારિયા ગામે નાની બાળાઓને ખોડિયારમાં સાથે બીજાં માતાજીઓની પણ વેષભૂષા રખાઈ હતી અને તે દરેક બાળાઓએ કેક કાપી માતાજીનાં પ્રાગટય દિવસની ઉજવણી કરી હતી, ત્યાર બાદ દરેક નાની બાળાઓને માતાજીની ગોઈની રૂપે જમાડી કુટુંબ દ્વારા યથા શક્તિ દાન ભેટ આપી હતી, ત્યાર બાદ કવૈયા કુટુંબે સાથે સમુહ ભોજન પ્રસાદ લિધો હતો.
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071












No comments:
Post a Comment