Monday, February 26, 2024

સાવકુંડલા ખાતે શ્રી લુહાર યુવા ગૃપ આયોજીત ચોથો સમુહલગ્ન સમારોહ યોજાયો..


સાવકુંડલા ખાતે શ્રી લુહાર યુવા ગૃપ આયોજીત ચોથો સમુહલગ્ન સમારોહ યોજાયો..


વિગતવાર અહેવાલ મુજબ જણાવવાનું કે સાવકુંડલાના લુહાર સમાજના વિકાસ અને ઉત્કર્ષ પ્રગતિ માટે ધણા વર્ષથી કાર્ય કરનાર લુહાર સમાજ સામાજિક ગૃપ શ્રી લુહાર યુવા ગૃપ દ્વારા સમુહલગ્નનુ જાજરમાન આયોજન સાવકુંડલામાં કરેલ હતું, જેમાં લુહાર સમાજની પાંચ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં 


આ સમુહલગ્ન માં લગ્નગ્રંથી થી જોડાયેલ નવદંપતી ઓને શ્રી ભારતી આશ્રમના મુખ્ય પ્રધાન 1008 મહા મંડલેશ્વર મહંતશ્રી હરિહરાનંદ ભારતી બાપુએ ખુબ ખુબ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવી દીકરીઓને કરિયાવરમાં સાડી અર્પણ કરી હતી, જયારે લુહાર સમાજના બીજાં ઘણાં મહંતો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સાથે સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા, 


જયારે પ્રેસ/મિડિયા ગ્રુપમાં સાવરકુંડલા તથા અમરેલી શહેરના સ્થાનિક પ્રેસ પ્રતિનિધિઓ અને પત્રકારો સાથે લુહાર સમાજનાં પ્રેસ/મિડિયા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતાં, 


જ્યારે લુહાર સમાજના પુત્ર જેમને ઉગતા સૂર્ય સમાન યુવા જ્યોતની વ્યાખ્યા આપી શકાય તેવા લુહાર સમાજ અણમોલ રત્ન સાહિત્યકાર શ્રી ભગીરથભાઈ રાઠોડે સમસ્ત લુહાર સમાજને પોતાનાં કુળભુષણ સંતો, મહંતો અને મહાત્માઓ નાં જીવન ચરિત્રો માંથી પ્રેરણા લઈ પોતાનાં સંતાનોને ઉત્તમ સંસ્કાર અને પોતે ઉચ્ચ ચરિત્ર જીવન અપનાવી એક તાંતણે બંધાય સંગઠિત થવાની ટકોર કરેલ હતી.


તારીખ: ૨૫-૦૨-૨૦૨૪ રવિવારના રોજ શ્યામજી બાપુ ઉપવન વાડી - સાવરકુંડલા ખાતે જે આ સમુહલગ્ન સમારોહનું આયોજન કરેલ હતું તેમા ઉપસ્થિત તમામ ગામ, બહારગામ નાં દરેક અગ્રણી આગેવાનો તથા રાજકીય લોકોનું શ્રી લુહાર યુવા ગૃપ સાવરકુંડલા દ્વારા સત્કાર સાથે સાલ તથા મોમેંન્ટો આપી બિરદાવી બહુમાન જાળવ્યું હતું.

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)


Friday, February 23, 2024

શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા (રાષ્ટ્રીય મહાસચિવ - અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા) આજ રોજ મોરબી (ગુજરાત) નાં મહેમાન બન્યા..


શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા (રાષ્ટ્રીય મહાસચિવ - અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા) આજ રોજ મોરબી (ગુજરાત) નાં મહેમાન બન્યા..


શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા (રાષ્ટ્રીય મહાસચિવ - અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા) આજ રોજ મોરબી (ગુજરાત) નાં મહેમાન બન્યા હતા, ત્યારે સમસ્ત લુહાર સમાજ મોરબી સમિતિ મેમ્બરશ્રી શ્રી રાજેશભાઈ મારૂ, શ્રી નરશીભાઈ પિત્રોડા, શ્રી ભરતભાઈ પિથવા, શ્રી વિનુભાઈ વાળા, શ્રી જગદીશભાઈ પરમાર, શ્રી મયુરભાઈ પિત્રોડા, શ્રી વિનોદભાઈ કવૈયા, શ્રી ભરતભાઈ પરમાર, શ્રી અતુલભાઈ મકવાણા, શ્રી મુકેશભાઈ પિથવા, સાથે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીના પ્રમુખશ્રી ધીરજલાલ પિત્રોડા અને શ્રી વિશ્વકર્મા વાડી (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી) ના પ્રમુખશ્રી હરિભાઈ પીઠવા (હરેશભાઈ) વગેરે દ્વારા તેમને આવકારી ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું.


જયારે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં રાષ્ટ્રીય બોર્ડ ચેરમેનશ્રી ગોપાલભાઈ લવજીભાઈ મારૂ સાથે LYS-SS નાં રાષ્ટ્રીય સંધ અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ હંસોરા દ્વારા શ્રી સિંહસ્થ સેનામાં કાલુરામ લુહાર વિશ્વકર્મા ને કારીગર વિકાસ બોર્ડ નિગમના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તરિકે નિમણુંક કરી નિમણુંક પત્ર એનાયત કર્યો હતો.


કાલુરામ લુહાર તારીખ: 22-02-2024 ના રોજ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક શહેર રાજકોટમાં વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા પ્રાકટ્ય દિવસની ઉજવણી પ્રસંગે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાંથી તેઓ 23-02-2024 નાં રોજ મોરબીનાં મહેમાન બન્યા હતા, હાલ જણાવતા આનંદ થાય છે કે શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા  - અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાનાં રાષ્ટ્રીય મહાસચિવ ના હોદ્દો પર રહી વંશ પરંપરાગત કારીગર સમાજ ની સરકારો સામે સામાજિક ન્યાય ની અવાજ ઉઠાવી રહ્યા છે, સાથે તેઓ પુર્વ રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય ભાજપા  કારીગર પ્રકોષ્ઠ નવી દિલ્લી ના હોદ્દા પર રહી  સેવા આપી ચૂક્યા છે તેવા મૂળ રાજસ્થાન ના વતની અને હાલ અમદાવાદનાં રહેવાસી અને સમસ્ત લુહાર સમાજના કારીગરોને વિકાસ અને ન્યાય બાબતે લડત આપનાર શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા  આજ રોજ મોરબી (ગુજરાત) નાં મહેમાન બન્યા હતાં.


જયારે કાલુરામજીએ આજે તેમના સંબોધનમાં મોરબી ખાતે જણાવ્યુ હતું કે છેલ્લા 15 વર્ષથી અન્ય સમાજોની જેમ વંશ પરંપરાગત કારીગર સમાજના ઉત્થાન માટે વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ બોર્ડ, કોર્પોરેશન અને કમિશનની રચનાની માંગની ગુજરાત સરકારની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા પણ. ભગવાન વિશ્વકર્મા જીનું નામ રાખીને અઢાર વર્ણ જ્ઞાતિ આધારિત પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ હાલમાં વંશ પરંપરાગત કારીગર સમુદાયને મળે છે તે નહિવત છે અને તેનો 70% લાભ અન્ય સમાજો મેળવી રહ્યા છે.  આ યોજનાનો લાભ લેવા માટે જ્યારે અમે રજીસ્ટ્રેશન કરાવવા જઈએ છીએ ત્યારે સરકારની સર્વર સાઈડ અમને હંમેશા કહે છે કે તે બંધ છે.આર્થિક સહાયના સ્ત્રોત ખૂબ ઓછા છે જેના કારણે વિશ્વકર્મા સમાજમાં નિરાશા ફેલાઈ ગઈ છે, સાથે સાથે આ યોજના હેઠળ બોર્ડ કે સરકારી વિભાગમાં નિમણૂંક ન થવાને કારણે સમાજની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર લોકોમાં નિમણૂક થઈ રહી છે અને ચૂંટણીલક્ષી લાભ માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હોવાની ચર્ચા સમાજના લોકોમાં થઈ રહી છે. આ માટે પણ વડાપ્રધાનને પત્ર દ્વારા તેમાં સુધારો કરવા જાણ કરવામાં આવી હતી. અને સામાજિક રાજકીય ચર્ચા પણ કરવામાં આવી હતી.

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)

વાંકાનેરમાં શ્રી મચ્છુકઠીયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ તથા યુવકમંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવેલ..


વાંકાનેરમાં શ્રી મચ્છુકઠીયા  લુહારજ્ઞાતિ  હિતેચ્છુ મંડળ તથા યુવકમંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવેલ..



અહેવાલ મુજબ લુહારવાડી ખાતે સવારના 8:30 એ વિશ્વકર્મા દાદા નુ પુજન ત્યારબાદ મહિલા મંડળ દ્વારા ધૂન ભજન ત્યારબાદ શ્રી નરેન્દ્રમોદી સાહેબની કેન્દ્ર સરકારની  વિશ્વકર્મા યોજનાનું વધુમાં વધુ લાભલે એવું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સમાજના વડીલ પોપટભાઈ ગોહેલ તથા દેવરાજભાઈ મારુ સાથે લુહારજ્ઞાતિ મંડળ તેમજ યુવકમંડળ તથા મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ 


ત્યારબાદ યુવક મંડળ દ્વારા આયોજિત જ્ઞાતિમા વિદ્યાર્થી. વિદ્યાર્થીનીઓને L.k.G  થી ધોરણ 12 સુધીના ઉત્તીર્ણ આવેલ તેમને  ૧.૨.૩ ક્રમાંકથી દાતાશ્રી દિલીપભાઈ વલ્લભભાઈ હંસોરા તરફથી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવેલ  


જ્યારે શિલ્ડના દાતાશ્રીનું  યુવકમંડળ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ વિશ્વકર્મા દાદાના   જયધોસ સાથે મહાઆરતી વાંકાનેર મહિલા મંડળ દ્વારા ઉતારવામાં આવેલ  જ્ઞાતિજનોએ બોડી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલ.

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)

શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા જ્ઞાતિબંધુ માટે વાડીએ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો..

શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા જ્ઞાતિબંધુ માટે વાડીએ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો..


શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા સોરઠીયા લુહારજ્ઞાતિ વાડીએ તારીખ: 22-02-2024 ગુરૂવાર ના રોજ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો 


જેમાં સવારે 09:00 વાગ્યે લુહાર સમાજ મોરબી જ્ઞાતિબંધુ દ્વારા સમુહ વિશ્વકર્મા પુજન કરી મહા આરતી કરવામાં આવી ત્યારબાદ સવારે 11:00 વાગ્યે સમુહજ્ઞાતિ ભોજન મહાપ્રસાદનો તમામ સોરઠીયા લુહાર સમાજ મોરબીનાં જ્ઞાતિબંધુઓ એ ભાગ લઈ આ પ્રસંગને દીપાવી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવવામાં સહભાગી બની શ્રી વિશ્વકર્મા પ્રભની જયંતિની ઉજવણી કરવામાં આવી,
 

આ પ્રસંગને દિપાવવા માટે શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળના ટ્રસ્ટ મંડળ સભ્યો, યુવક મંડળના સભ્યો સાથે મહિલા મંડળની બહેનોએ પણ ભારે જહેમત ઊઠાવી હતી.

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)

શ્રી મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી જ્ઞાતિ બંધુ માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી સમાજની વાડીએ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો..

શ્રી મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી જ્ઞાતિ બંધુ માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી સમાજની વાડીએ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો..


શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે તારીખ: 22-02-2024 ગુરૂવાર ના રોજ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો 


જેમાં સવારે 08:00 વાગ્યે સર્વ મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી જ્ઞાતિબંધુ દ્વારા સમુહ વિશ્વકર્મા પુજન કરવામાં આવયુ, ત્યારબાદ સવારે 09:00 વાગ્યે મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબીનાં વિર્ધાર્થી બાળકોને શ્રી વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ ના મેમ્બરો દ્વારા શિલ્ડ વિતરણ કરવામાં આવયુ, 


જયારે સવારે 11:00 વાગ્યે સમુહજ્ઞાતિ ભોજન મહાપ્રસાદનો તમામ મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબીનાં જ્ઞાતિબંધુઓ એ ભાગ લઈ આ પ્રસંગને દીપાવી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવવામાં સહભાગી બની શ્રી વિશ્વકર્મા પ્રભની જયંતિની ઉજવણી કરવામાં આવી, 


આ પ્રસંગને દિપાવવા માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીનાં ટ્રસ્ટ મંડળ, કારોબારી સમિતિ તથા યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)