Wednesday, July 29, 2020

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) લઈને આવી રહ્યું છે. "નમસ્તે ડોક્ટર સાહેબ" - ભાગ 4




મેડીકલ ક્ષેત્રના તજજ્ઞ ડોક્ટરો વચ્ચે વાર્તાલાપ - ડોકટર દ્વારા સવાલોની પ્રસ્તુતિ અને ડોકટર દ્વારા સાચું માર્ગદર્શન. ફેસબુક લાઈવના માધ્યમથી પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન - વિશ્વકર્મા ટિમ લઈને આવી રહ્યું છે. "નમસ્તે ડોક્ટર સાહેબ" - ભાગ 4

જેમના મુખ્ય અતિથિ મહેમાનો લાઈવ માધ્યમથી આપણી સમક્ષ રૂબરૂ થઈ માર્ગદર્શન આપશે...

ડૉ. જય પંચાલ
M.B.B.S D.N.B, P.G.D.P.M, F.I.P.M, F.E.S.D ( India, UK, Germany, Romania
(દુખાવાની સારવાર ના સ્પેશિયાલિસ્ટ)

ડૉ. ધર્મેન્દ્ર પંચાલ
MD, FID, CCEBDM, CCGDM, CCMTD, CCDR, ACMDC
ડાયાબિટીસ, ઓબેસીટી અને હોર્મોન્સના નિષ્ણાંત, અમદાવાદ

આ વખતનો મુખ્ય વિષય છે
ડાયાબિટીસથી કેવી રીતે બચવું અને શુ ધ્યાન રાખવું 
જેમના વિશે વિશેષ માર્ગદર્શન આપવા માં આવશે. તેમજ તમે કૉમેન્ટ માં તમારા પ્રશ્નો લખી શકો છો અને જવાબ મેળવી શકો છો
આપ આના વિષે અગાઉથી પ્રશ્નો પૂછવા અને માર્ગદર્શન મેળવવા માટે નીચે આપેલા નંબર પર ડૉ. જય પંચાલ ને વોટ્સએપ કરી શકો છો. ફોન નંબર:-7480908090

આ કાર્યક્રમ  તારીખ: 01/08/2020 ના શનિવારે રાત્રે 8 કલાકે નિહાળી શકશો

આ પ્રોગ્રામ નિહાળવા માટે અમારી નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને જોડાઓ અને આ મેસેજ વધુમાં વધુ શેર કરો જેથી અન્યને પણ લાભ થાય.

લિંક એડ્રેસ : https://www.facebook.com/groups/561285880973683/?ref=share

નોંધ:-  નમસ્તે ડોક્ટર પ્રોગ્રામ દર શનિવારે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ના પેજ પર અલગ-અલગ ક્ષેત્રના વિશ્વવિખ્યાત ડોક્ટરો લાઈવ આવશે અને અલગ અલગ રોગોના વિશે  માહિતી આપશે તો આ પેજને વધારે ને વધારે શેર કરો અને લાઈક કરો.

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com



Tuesday, July 28, 2020

બાબરા ITI ખાતે ટ્રેંડ ઈન્સ્ટક્ટર (લુહાર શિક્ષક) ના માર્ગદર્શન અનુસાર વિર્ધાર્થીઓએ ITI ખાતે 2 વર્ષ ની મહેનત બાદ એક રેશીંગ કાર બનાવી




લુહાર સમાજ નું ગૌરવ અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા લુહાર કેતનભાઈ કિશોરભાઈ રાઠોડ કે જેઓ નાના માચીયાળા ગામના વતની અને બાબરા ITI ખાતે ટ્રેંડ ઈન્સ્ટક્ટર (શિક્ષક) ની ફરજ બજાવી રહ્યા છે

અને તેમના માર્ગદર્શન અનુસાર બાબરા ITI ખાતે 2 વર્ષ ની મહેનત બાદ એક રેશીંગ કાર બનાવવામાં આવી છે


જે ગુજરાત મા  અત્યાર સુધી મા ITI ખાતે કાર બનાવવાનો ગુજરાત નો પહેલો કીસ્સો છે અને આ બાબતનો તમામ શ્રેય લુહાર સમાજ નું ગૌરવ અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા લુહાર કેતનભાઈ કિશોરભાઈ રાઠોડના ફાળે જાઈ છે...


ALVS  ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે










બાબરા ITI ખાતે ટ્રેંડ ઈન્સ્ટક્ટર (લુહાર શિક્ષક) ના માર્ગદર્શન અનુસાર વિર્ધાર્થીઓએ ITI ખાતે 2 વર્ષ ની મહેનત બાદ એક રેશીંગ કાર બનાવી




લુહાર સમાજ નું ગૌરવ અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા લુહાર કેતનભાઈ કિશોરભાઈ રાઠોડ કે જેઓ નાના માચીયાળા ગામના વતની અને બાબરા ITI ખાતે ટ્રેંડ ઈન્સ્ટક્ટર (શિક્ષક) ની ફરજ બજાવી રહ્યા છે

અને તેમના માર્ગદર્શન અનુસાર બાબરા ITI ખાતે 2 વર્ષ ની મહેનત બાદ એક રેશીંગ કાર બનાવવામાં આવી છે


જે ગુજરાત મા  અત્યાર સુધી મા ITI ખાતે કાર બનાવવાનો ગુજરાત નો પહેલો કીસ્સો છે અને આ બાબતનો તમામ શ્રેય લુહાર સમાજ નું ગૌરવ અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા લુહાર કેતનભાઈ કિશોરભાઈ રાઠોડના ફાળે જાઈ છે...


ALVS  ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે








Sunday, July 26, 2020

સુરતમાં શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ અને બ્લેકસ્મિથ યુથ ક્લબ દ્વારા 30બેડ ની વ્યવસ્થા વાળા આઈસોલેશનવૉર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો






હાલમાં કોરોના વાઈરસ નો ખુબ જ વધારે પ્રમાણમાં ફેલાવો થઈ રહ્યો છે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ 14 દિવસ ઘરે કોરોન્ટાઈન થવાનું જણાવવામાં આવે છે ત્યારે ઘરે સુવિધા ન હોય તેવા દર્દીઓ માટે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરત સંચાલિત પેટામંડલ શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ અને લુહાર સમાજ સંચાલિત બ્લેકસ્મિથ યુથ ક્લબ દ્વારા સંયુક્ત રીતે 30 બેડની સુવિધાવાળું નિઃશુલ્ક આઈસોલેશન સેન્ટર સાગર સોસાયટી મરઘા કેન્દ્ર, કાપોદ્રા ખાતેના સુરત મહાનગરના કોમ્યુનિટી હોલમાં કાર્યરત કરવામાં આવ્યુ.


આ આઈસોલેશન વૉર્ડના શુભારંભ પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી, મેયર શ્રી ડો.જગદીશ પટેલ, ઓ.એસ.ડી. માકડીયા સાહેબ, વી.ડી.ઝાલાવાડિયા , શહેર મહામંત્રી શ્રી દામજીભાઈ માવાણી, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી કેયુરભાઈ ચપટવાલા, શહેર મંત્રી શ્રીમતી કોમલબેન પટેલ, પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેશભાઇ જોળીયા, કાપોદ્રા પી.આઈ. ગુજ્જર સાહેબ, હરેશભાઇ હૂંબલ , દેવિકાબેન જાદવાણી સહિત સમાજના પ્રમુખ કિશોરભાઈ ઉચડિયા, પ્રવિણભાઇ સોંડાગર એ હાજરી આપી હતી. બંને સમાજ દ્વારા આ સેન્ટર પર સુવિધા ઉભી કરી પ્રસાશનને સહયોગી બનવાનું નક્કી કરવામાં આવ્યું છે.


જરૂર પડ્યે સિવિલ અને સ્મીમેરમાંથી અન્ય વિશ્વકર્મા સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને કોરોન્ટાઈન થવા માટે અહીંયા રીફર કરવામાં આવશે તોપણ અહીંયા તેમને સુવિધા આપવામાં આવશે. અહીંયા આવતા દર્દીઓ માટે ભોજન , ઉકાળો, લીંબુ પાણી, ફ્રુટ, પ્રાથમિક દવા, મનોરંજન માટે પ્રોજેક્ટર, વાંચનાલય સહિત અનેક સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. સમાજના સેવાભાવી 7 થી 8 ડોક્ટરો દ્વારા દિવસ દરમિયાન 3 વાર ચેકઅપ કરવામાં આવશે..જરૂર પડ્યે પ્રાથમિક ધોરણે ઓક્સિઝન બોટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 2 દિવસના ટૂંકાગાળામાં આ સેન્ટર કાર્યરત કરવા માટે ડાયાભાઇ ઉજેણીયા, અશ્વિનભાઈ જાદવાણી, અશોકભાઈ માંડવીયા , અજય સોંડાગર, સુહાગભાઈ મિસ્ત્રી, વિમલભાઈ, પરેશભાઈ, ઘનશ્યામભાઈ,ગીરીશભાઈ તથા સંસ્થાના તમામ સભ્યો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિપોર્ટર સંજય સોલંકી રાજકોટ
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com





આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે...

Thursday, July 23, 2020

કોરોના વોરિયર્સ લુહાર સમાજનું ગૌરવ - એટલે આરોગ્ય શાખાના સતત ખડેપગે સેવા આપનાર પાટડી તાલુકાના બજાણા ગામનો વતની પરિવાર



આજે વિશ્વ આખું કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે આ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે અનેક આરોગ્ય કર્મચારી, પોલીસકર્મી તેમજ સફાઈ કર્મચારીઓ જાનની પરવા કર્યા વગર દિવસ રાત સતત ખડા પગે લોકો ની સેવા કરી રહ્યા છે. 

વિશ્વકર્મા વિચાર મંચ તમને આજે આપણા સમાજનો એક એવો પરિવાર કે  જેના ચાર ચાર ભાઈઓ covid- 19  વૈશ્વિક મહામારી ની આ વિકટ પરિસ્થિતિમાં આ યોદ્ધાઓ આરોગ્ય શાખાના સતત ખડેપગે સેવા આપી રહ્યા છે.પાટડી તાલુકાના બજાણા ગામ ના વતની 
(૧)શ્રી ડૉ.નારાયણભાઈ ચંદુલાલ પીઠવા (ઓમ્ ક્લિનિક પાટડી,જી.સુરેન્દ્રનગર),
(૨)શ્રી ગોપાલભાઈ ચંદુલાલ પીઠવા(તાલુકા હેલ્થ ઓફિસ નલિયા, જી.કચ્છ)
(૩)શ્રી અતુલભાઈ કાંતિલાલ પીઠવા(પ્રા.આ.કેન્દ્ર કટોસણ,તા.દેત્રોજ,જી.અમદાવાદ), અને
(૪) શ્રી વિપુલકુમાર ચંદુલાલ  પીઠવા (પ્રા.આ. કેન્દ્ર સણોસરા,ચોટીલા, જી.સુરેન્દ્રનગર) માં કોરોના સામેની લડત માં એક જ પરિવારના ના ચાર ચાર યુવાનો રાષ્ટ્રહિત સર્વોપરી માનીને દિવસ રાત જોયા વગર સતત લોકો ની સેવામાં લાગેલા છે.લાખ લાખ વંદન છે આપણા સમાજ ના આવા લડવૈયાઓને જેમના કારણે આપણે સુરક્ષીત છીએ. આપ ચારેય ભાઈઓની સેવા અને સમર્પણ ભાવનાના હંમેશા વિશ્વકર્મા વિચાર મંચ ઋણી રહેશે તેવું પિન્ટુભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ છે


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે

કોરોના વોરિયર્સ લુહાર સમાજનું ગૌરવ - એટલે આરોગ્ય શાખાના સતત ખડેપગે સેવા આપનાર પાટડી તાલુકાના બજાણા ગામનો વતની પરિવાર



આજે વિશ્વ આખું કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે આ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે અનેક આરોગ્ય કર્મચારી, પોલીસકર્મી તેમજ સફાઈ કર્મચારીઓ જાનની પરવા કર્યા વગર દિવસ રાત સતત ખડા પગે લોકો ની સેવા કરી રહ્યા છે. 

વિશ્વકર્મા વિચાર મંચ તમને આજે આપણા સમાજનો એક એવો પરિવાર કે  જેના ચાર ચાર ભાઈઓ covid- 19  વૈશ્વિક મહામારી ની આ વિકટ પરિસ્થિતિમાં આ યોદ્ધાઓ આરોગ્ય શાખાના સતત ખડેપગે સેવા આપી રહ્યા છે.પાટડી તાલુકાના બજાણા ગામ ના વતની 
(૧)શ્રી ડૉ.નારાયણભાઈ ચંદુલાલ પીઠવા (ઓમ્ ક્લિનિક પાટડી,જી.સુરેન્દ્રનગર),
(૨)શ્રી ગોપાલભાઈ ચંદુલાલ પીઠવા(તાલુકા હેલ્થ ઓફિસ નલિયા, જી.કચ્છ)
(૩)શ્રી અતુલભાઈ કાંતિલાલ પીઠવા(પ્રા.આ.કેન્દ્ર કટોસણ,તા.દેત્રોજ,જી.અમદાવાદ), અને
(૪) શ્રી વિપુલકુમાર ચંદુલાલ  પીઠવા (પ્રા.આ. કેન્દ્ર સણોસરા,ચોટીલા, જી.સુરેન્દ્રનગર) માં કોરોના સામેની લડત માં એક જ પરિવારના ના ચાર ચાર યુવાનો રાષ્ટ્રહિત સર્વોપરી માનીને દિવસ રાત જોયા વગર સતત લોકો ની સેવામાં લાગેલા છે.લાખ લાખ વંદન છે આપણા સમાજ ના આવા લડવૈયાઓને જેમના કારણે આપણે સુરક્ષીત છીએ. આપ ચારેય ભાઈઓની સેવા અને સમર્પણ ભાવનાના હંમેશા વિશ્વકર્મા વિચાર મંચ ઋણી રહેશે તેવું પિન્ટુભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ છે


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે

સમાજના આગેવાનો આગળ આવો અને સમાજ મા એકતા શિક્ષણ સમાજના વ્યક્તિઓને સંગઠિત બનાવો - પત્રકાર મયુર પિત્રોડા




આજના આધુનિક યુગમાં પણ સમાજમા એકતાનો અભાવ રહ્યો હોય તેમ છાશવારે બનાવો દરેક સમાજમાં બની રહ્યા છે જેમાં મોટાભાગે પરિવારિક કજિયા કંકાસ ના કારણે નાના મોટા બનાવો સમાજના પોલીસ મથકે પહોંચી અને કોર્ટ સુધી જાય છે જેમાં સાસુ સસરા નણંદ નો ત્રાસ અંગેની નોંધ મોટાભાગે જોવા મળે છે જે મોટું સ્વરૂપ ધારણ કરે છે તેનું કારણ સમજ ફેર હોય છે મોટાભાગે તેમાં પણ સમાજના અગ્રણી આગેવાનો નિષ્ફળ નીવડયા છે સામાન્ય બોલાચાલીમાં પરિવારિક વ્યક્તિના મોભી વડીલ નુ મર્ડર કરવું હત્યા જેવી ઘટના પણ બનતી હોય છે જેમાં મુતક ના પરિવારજનો અને હત્યા કરનાર ના પરિવારજનો માં પણ નફરતનું ઝેર ક્રોધીત બની ફેલાય છે તેનું મુખ્ય કારણ સમાજના આગેવાનોની આગેવાનીમાં નિષ્ફળતાની નિશાની રહી છે જયારે બાળકોની સામાન્ય જગડા માં સમજદાર વ્યક્તિ મોટા સમાજના અળુસી પડોશી કજિયા કંકાસ કરી પોલીસ ચોપડે ચડે છે ત્યારે કહેવાતા સોસાયટીના આગેવાનો સમાજના આગેવાનો આવી ઘટનાઓ થાય તેવા સમયે પોતાની આગેવાની માં જાણે નિષ્ફળ નીવડયા હોય તેનો ચિતાર છાશવારે જોવા મળે છે સમાજમાં એકતા સંગઠિત શિક્ષણ જેવી ચર્ચા વિચારણાઓ શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું લાગી રહ્યું છે હિન્દુ મુસ્લિમ સમાજવાદ જાતિવાદ ના પાઠો ભૂલી માનવતાના ભેરુ બનવું જોઈએ કુદરતે માનવજાતની સક્ષમ શક્તિ આપેલી છે તેનો શુદ્ધ ઉપયોગ કરે એ વ્યક્તિ જ સમાજ ના આગેવાન બની શકે પરંતુ મોટાભાગે જાતિવાદ સમાજવાદ ના કાર્યમાં આગેવાની પદ મેળવી રાજકીય ક્ષેત્રે અને પોતાના કાર્ય પદ્ધતિ ક્ષેત્રીય રચ્યા પચ્યા રહે છે સેવા વ્યક્તિ હોય એ પોતાનું કાર્યવાહી પદ છોડી દેવું જોઈએ સમાજવાદ નું બેનર લઈ જો સમાજમાં એકતા ભાઈચારો શિક્ષણ સંગઠિત કરવામાં નિષ્ફળતા મળતા હોય સોશિયલ મીડિયાના માધ્યમથી વાદવિવાદ સમાજના ગ્રુપમાં થતા હોય તેવા પણ ગ્રુપ બંધ કરી સમાજમાં ગુમરા તથા લોકોને અટકાવવા જોઈએ સમાજના વ્યક્તિમાં સમાજના વડીલ ની પ્રતિષ્ઠા સંસ્કારીક કાર્યથી દરેક સમાજ ઘણો દુર હોય જેવા ચિતારો દરેક પોલીસ મથકમાં જોવા મળે છે જેમાં મોટાભાગે પરિવારિક સમાજ જજીયા કંકાશ ના કેસો કોર્ટમાં વધુ હશે છૂટાછેડા ક્રર્યાવરણ દહેજ પ્રશ્ને માથાકૂટ ના પ્રશ્નો પણ કોર્ટમાં ચાલતા હોય છે ત્યારે સમાજના કહેવાતા આગેવાનો એ સમાજના પ્રશ્નો અંગે ગંભીર ચિંતક બનવું જોઈએ જે સમાજમાં વાદવિવાદ હશે તે સમાજનો વિકાસ ક્યારે કેવો થશે તે સમાજના આગેવાની ભૂલવું ના જોઈએ નેગેટીવ સોચને છોડી પોઝિટિવ વિચારો આગેવાને રાખવા જોઈએ મોટા મનના માનવી બની સમાજના નાનામાં નાના વ્યક્તિની સામાન્ય શબ્દ અભ્યાસ કરી સમાજના લોકોને ગુમરાહ થતાં અટકાવી સમાજને વિકાસ પ્રગતિ તરફ લાવો જોઈએ સમાજમાં શિક્ષણ લાવું સમાજને સંગઠિત કરવું સમાજમાં એકતા લાવું જેવા શબ્દો લખવાથી કહેવાથી આવતા નથી તેના માટે સમાજના આગેવાને સંઘર્ષ કરવો જોઈએ સમાજ ચિંતિત બની ખરા સમાજના પ્રશ્નો ને ધ્યાન એ રાખવું જોઈએ આજ ની તૈયારી છે ઘણા સમાજના વ્યક્તિઓને સરકારી યોજનાઓના લાભથી વંચિત રહ્યા છે તો ઘણી સમાજના વ્યક્તિઓ પાસે આધારકાર્ડ ચુંટણીકાર્ડ ની મહત્વની કામગીરી કાર્યથી નિષ્ફળ નીવડયા છે મોટાભાગે શહેર જિલ્લા ગામ વિસ્તાર તો ઠીક ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકતાનો અભાવ જોવા મળે છે તો તેનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે જે તે સમાજનું આગેવાન તેની આગેવાની થી નિષ્ફળ નિવડયુ છે એ વાતની કોઈ શંકાને સ્થાન નથી ખરેખર તો સમાજની ચિંતા હોય તો સમાજના નાનામાં નાના પ્રશ્નોને પોલીસ મથકે પહોંચ્યા પહેલા તેનું સમાધાન કરાવી સમાજમાં એકતા લાવી જોઈએ જે આજના આધુનિક યુગની લાગણી અને માંગણી જરૂરી બની છે તાજેતરમાં જ નાનકડા ભાઈની પત્નીને મોટોભાઈ ઉઠાવી ગયો સુરતમાં તે પ્રેમ પ્રકરણમાં પત્ની અને બાળકોનું ભવિષ્ય શું ? અત્રે નોંધનીય છે કે અગાઉ પણ વેવાઈ વેવાણ પ્રેમ પ્રકારની ઘટના સુરતમાં બની હતી જે સમાજ માટે લાલબત્તી સમાન ઘટનાઓ છે કોટડાસાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં ભત્રીજાએ કાકાની હત્યા જમીન ના વિવાદમાં કરી નાખી છે તે પણ એક લાલબત્તી સમાન ઘટના છે જે મોટા ભાગે સમાજના આગેવાનોની નિષ્ફળતાનું નજરાણું કહેવાય એવા ઘણા બધા બનાવોમાં એક જ જ્ઞાતિના લોકો ના કજિયા મોટું સ્વરૂપ ધારણ કરે છે તે જ્ઞાતિના આગેવાનોએ આ લાલબત્તી ઘટનાઓમાં એકતા નો પ્રકાશ આપવો જરૂરી બન્યું છે કહેવાથી સંગઠિત શિક્ષણ એકતા થતી નથી તેના માટે સંઘર્ષ આગેવાનોએ કરવો જોઈએ અને સમાજની ખરા અર્થમાં એકતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ દરેક સમાજમાં સમાજના આગેવાનોએ આગળ આવી સમાજમાં નાના પરિવારને મોટા બનાવવાના પ્ર.યાસો કરી સમાજને વિકાસ પ્રગતિ તરફ દોરવું જોઈએ તે આજના સમયની તાતી જરૂર છે


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
પત્રકાર મયુર પિત્રોડા...
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com


Wednesday, July 22, 2020

શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ - રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે...







શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા મિટિંગમા લેવાયેલો નિર્ણય સાતમ/આઠમના તહેવારોમાં લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે 




મળતી માહીતી મુજબ રાજકોટના શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા તા.22/07/20 ના દિવસે જ્ઞાતી ઉત્કર્ષ વિચાર વિમર્શ માટે અગત્યની મિટિંગ મળી હતી જેમાં સર્વાનું મતે નિર્ણય લેવાયો છેકે લોકડાઉન ના  કપરા કાળમાં ધંધા/રોજગાર શરૂ થયા પછી પણ ધણા ખરા આપણા જ્ઞાતી ભાયો હજુ ધણી હાડમારી નો સામનો કરી રહ્યાં છે તો તેવા જરૂરિયાત મંદ લુહાર જ્ઞાતિ ભાઈઓ ને મીઠાઈ તથા ફરસાણ ની કીટ નું વિતરણ કરિએ જેથી સાતમ/આઠમ જેવા આપણા મહતમ ઉત્સવમાં તેમના પરિવારમાં ઉત્સાહ જણવાઈ રહે અને ત્યાર બાદ સર્વાનું મતે નિર્ણય લેવાયો કે આ વખતે સાતમ/આઠમ ના તહેવાર નિર્મિતે આપણે આપણા લુહાર ભાઈઓ જે ખરેખર જરૂરિયાત મંદ છે તેઓને શ્રી લુહાર સમાજ સોશ્યલ ગ્રૂપ દ્વારા મીઠાઈ તથા ફરસાણ ની કીટનું વિતરણ કરાશે અને આ કિટનો લાભ લેવા માટે રાજકોટના જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ અને બહેનોએ તા. 23 જુલાઈથી 2 અગષ્ટ સુઘીમાં કંચનબેન સિધ્ધપુરા મો.- 9924844843 ટાઈમ સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન ફોન કરી પોતાનુ નામ/સરનામું અને મોબાઈલ નંબર લખાવી  પોતાની કિટ બુક કરાવી લેવા શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા અનુરોઘ કરાયો છે


ત્યાર બાદ તા. 7 અગષ્ટ થી 9 અગષ્ટ એમ કુલ ત્રણ દિવસ સુઘી બપોરના 03:30 થી 07:30 સુધી આ કિટનું વિતરણ કરાશે

આ કામગીરીમાં લુહાર સોશ્યલ ગૃપના મુખ્યત્વે 
કમલેશભાઈ સિદ્ધપુરા
શૈલેષભાઇ કવૈયા
કાચનબેન સિદ્ધપુરા ભાજપ
મનસુખભાઈ ડોડિયા
સંજયભાઈ સોલંકી
સુરેશભાઇ પરમાર
હરેશભાઈ પરમાર
પ્રકાશભાઈ ડોડિયા વગેરે મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે 

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કપરા સમયમાં જ્ઞાતી ભામાશાના રૂપે શ્રી લુહાર સમાજ સોશ્યલ ગૃપ દ્વારા 1100 અનાજ ની કિટનું વિતરણ કરાયું હતુ અને તેયવિતરણ કર્યા બાદ સાતમ/આઠમના તહેવારોમાં જરૂરિયાત મંદ જ્ઞાતી ભાઈઓ ને મિઠાઈ તથા ફરશાણ કિટનુ વિતરણ કરવામાં આવશે


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email - alvsindia@gmail.com 

જ્ઞાતી બંધુઓના મંતવ્ય અને લેખ આવકાર્ય છે...






Friday, July 17, 2020

લુહાર સમાજ મોરબીના યુવા પત્રકારનો આજ તા.18/07/2020ના છે જન્મ દિવસ...










લુહાર સમાજ મોરબીના યુવા, બાહોશ અને સમાજના અગ્રીમ પ્રશ્નોને વાંચા આપનાર જોશીલા પત્રકાર કિશોર ભુદરભાઈ કવૈયાનો આજ જન્મ દિવસ છે

નાનપણ થીજ તેઓ સમાજ સેવાના રંગે રંગાયેલા છે તેમના પિતાશ્રી પણ સ્વ: ભુદરભાઈ મગનભાઈ કવૈયા એક જ્ઞાતી અગ્રણીના રૂપે લુહાર સમાજના દરેક જ્ઞાતીબંધુઓને એક વડિલની જેમ સલા, સુચન સાથે જરૂર જણાઈ ત્યા આર્થિક મદદ પણ કરતા તેવા ઉમદા વ્યક્તિ ત્વના સૌથી નાના પુત્ર કિશોર કવૈયા પણ પત્રકાર સાથે સમાજ સેવી પણ છે અને તેઓ મોરબી શહેરના તખ્તસિંહજી રોડ પર ખેત ઓજારોની દુકાન પણ ધરાવે છે 







પ્રખર સખ્ત કલમ દ્વારા સમાજના મહત્વના પાસાઓને ઉજાગર કરનાર કિશોર કવૈયાનો આજ જન્મ દિવસ હોય તેમના અનુસંધાને અમારી સમસ્ત ન્યુઝ ટીમ દ્વારા તેમને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

કિશોર કવૈયા - 9904957763

_______________________________________

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com