આજના આધુનિક યુગમાં પણ સમાજમા એકતાનો અભાવ રહ્યો હોય તેમ છાશવારે બનાવો દરેક સમાજમાં બની રહ્યા છે જેમાં મોટાભાગે પરિવારિક કજિયા કંકાસ ના કારણે નાના મોટા બનાવો સમાજના પોલીસ મથકે પહોંચી અને કોર્ટ સુધી જાય છે જેમાં સાસુ સસરા નણંદ નો ત્રાસ અંગેની નોંધ મોટાભાગે જોવા મળે છે જે મોટું સ્વરૂપ ધારણ કરે છે તેનું કારણ સમજ ફેર હોય છે મોટાભાગે તેમાં પણ સમાજના અગ્રણી આગેવાનો નિષ્ફળ નીવડયા છે સામાન્ય બોલાચાલીમાં પરિવારિક વ્યક્તિના મોભી વડીલ નુ મર્ડર કરવું હત્યા જેવી ઘટના પણ બનતી હોય છે જેમાં મુતક ના પરિવારજનો અને હત્યા કરનાર ના પરિવારજનો માં પણ નફરતનું ઝેર ક્રોધીત બની ફેલાય છે તેનું મુખ્ય કારણ સમાજના આગેવાનોની આગેવાનીમાં નિષ્ફળતાની નિશાની રહી છે જયારે બાળકોની સામાન્ય જગડા માં સમજદાર વ્યક્તિ મોટા સમાજના અળુસી પડોશી કજિયા કંકાસ કરી પોલીસ ચોપડે ચડે છે ત્યારે કહેવાતા સોસાયટીના આગેવાનો સમાજના આગેવાનો આવી ઘટનાઓ થાય તેવા સમયે પોતાની આગેવાની માં જાણે નિષ્ફળ નીવડયા હોય તેનો ચિતાર છાશવારે જોવા મળે છે સમાજમાં એકતા સંગઠિત શિક્ષણ જેવી ચર્ચા વિચારણાઓ શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું લાગી રહ્યું છે હિન્દુ મુસ્લિમ સમાજવાદ જાતિવાદ ના પાઠો ભૂલી માનવતાના ભેરુ બનવું જોઈએ કુદરતે માનવજાતની સક્ષમ શક્તિ આપેલી છે તેનો શુદ્ધ ઉપયોગ કરે એ વ્યક્તિ જ સમાજ ના આગેવાન બની શકે પરંતુ મોટાભાગે જાતિવાદ સમાજવાદ ના કાર્યમાં આગેવાની પદ મેળવી રાજકીય ક્ષેત્રે અને પોતાના કાર્ય પદ્ધતિ ક્ષેત્રીય રચ્યા પચ્યા રહે છે સેવા વ્યક્તિ હોય એ પોતાનું કાર્યવાહી પદ છોડી દેવું જોઈએ સમાજવાદ નું બેનર લઈ જો સમાજમાં એકતા ભાઈચારો શિક્ષણ સંગઠિત કરવામાં નિષ્ફળતા મળતા હોય સોશિયલ મીડિયાના માધ્યમથી વાદવિવાદ સમાજના ગ્રુપમાં થતા હોય તેવા પણ ગ્રુપ બંધ કરી સમાજમાં ગુમરા તથા લોકોને અટકાવવા જોઈએ સમાજના વ્યક્તિમાં સમાજના વડીલ ની પ્રતિષ્ઠા સંસ્કારીક કાર્યથી દરેક સમાજ ઘણો દુર હોય જેવા ચિતારો દરેક પોલીસ મથકમાં જોવા મળે છે જેમાં મોટાભાગે પરિવારિક સમાજ જજીયા કંકાશ ના કેસો કોર્ટમાં વધુ હશે છૂટાછેડા ક્રર્યાવરણ દહેજ પ્રશ્ને માથાકૂટ ના પ્રશ્નો પણ કોર્ટમાં ચાલતા હોય છે ત્યારે સમાજના કહેવાતા આગેવાનો એ સમાજના પ્રશ્નો અંગે ગંભીર ચિંતક બનવું જોઈએ જે સમાજમાં વાદવિવાદ હશે તે સમાજનો વિકાસ ક્યારે કેવો થશે તે સમાજના આગેવાની ભૂલવું ના જોઈએ નેગેટીવ સોચને છોડી પોઝિટિવ વિચારો આગેવાને રાખવા જોઈએ મોટા મનના માનવી બની સમાજના નાનામાં નાના વ્યક્તિની સામાન્ય શબ્દ અભ્યાસ કરી સમાજના લોકોને ગુમરાહ થતાં અટકાવી સમાજને વિકાસ પ્રગતિ તરફ લાવો જોઈએ સમાજમાં શિક્ષણ લાવું સમાજને સંગઠિત કરવું સમાજમાં એકતા લાવું જેવા શબ્દો લખવાથી કહેવાથી આવતા નથી તેના માટે સમાજના આગેવાને સંઘર્ષ કરવો જોઈએ સમાજ ચિંતિત બની ખરા સમાજના પ્રશ્નો ને ધ્યાન એ રાખવું જોઈએ આજ ની તૈયારી છે ઘણા સમાજના વ્યક્તિઓને સરકારી યોજનાઓના લાભથી વંચિત રહ્યા છે તો ઘણી સમાજના વ્યક્તિઓ પાસે આધારકાર્ડ ચુંટણીકાર્ડ ની મહત્વની કામગીરી કાર્યથી નિષ્ફળ નીવડયા છે મોટાભાગે શહેર જિલ્લા ગામ વિસ્તાર તો ઠીક ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકતાનો અભાવ જોવા મળે છે તો તેનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે જે તે સમાજનું આગેવાન તેની આગેવાની થી નિષ્ફળ નિવડયુ છે એ વાતની કોઈ શંકાને સ્થાન નથી ખરેખર તો સમાજની ચિંતા હોય તો સમાજના નાનામાં નાના પ્રશ્નોને પોલીસ મથકે પહોંચ્યા પહેલા તેનું સમાધાન કરાવી સમાજમાં એકતા લાવી જોઈએ જે આજના આધુનિક યુગની લાગણી અને માંગણી જરૂરી બની છે તાજેતરમાં જ નાનકડા ભાઈની પત્નીને મોટોભાઈ ઉઠાવી ગયો સુરતમાં તે પ્રેમ પ્રકરણમાં પત્ની અને બાળકોનું ભવિષ્ય શું ? અત્રે નોંધનીય છે કે અગાઉ પણ વેવાઈ વેવાણ પ્રેમ પ્રકારની ઘટના સુરતમાં બની હતી જે સમાજ માટે લાલબત્તી સમાન ઘટનાઓ છે કોટડાસાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં ભત્રીજાએ કાકાની હત્યા જમીન ના વિવાદમાં કરી નાખી છે તે પણ એક લાલબત્તી સમાન ઘટના છે જે મોટા ભાગે સમાજના આગેવાનોની નિષ્ફળતાનું નજરાણું કહેવાય એવા ઘણા બધા બનાવોમાં એક જ જ્ઞાતિના લોકો ના કજિયા મોટું સ્વરૂપ ધારણ કરે છે તે જ્ઞાતિના આગેવાનોએ આ લાલબત્તી ઘટનાઓમાં એકતા નો પ્રકાશ આપવો જરૂરી બન્યું છે કહેવાથી સંગઠિત શિક્ષણ એકતા થતી નથી તેના માટે સંઘર્ષ આગેવાનોએ કરવો જોઈએ અને સમાજની ખરા અર્થમાં એકતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ દરેક સમાજમાં સમાજના આગેવાનોએ આગળ આવી સમાજમાં નાના પરિવારને મોટા બનાવવાના પ્ર.યાસો કરી સમાજને વિકાસ પ્રગતિ તરફ દોરવું જોઈએ તે આજના સમયની તાતી જરૂર છે
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
પત્રકાર મયુર પિત્રોડા...
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

Good
ReplyDeleteખુબ સરસ
ખરેખર આપણા જણાવ્યા પ્રમાણે થોડું પણ થાય તો પણ સમાજ ઘણો આગળ આવે