આજે વિશ્વ આખું કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે આ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે અનેક આરોગ્ય કર્મચારી, પોલીસકર્મી તેમજ સફાઈ કર્મચારીઓ જાનની પરવા કર્યા વગર દિવસ રાત સતત ખડા પગે લોકો ની સેવા કરી રહ્યા છે.
વિશ્વકર્મા વિચાર મંચ તમને આજે આપણા સમાજનો એક એવો પરિવાર કે જેના ચાર ચાર ભાઈઓ covid- 19 વૈશ્વિક મહામારી ની આ વિકટ પરિસ્થિતિમાં આ યોદ્ધાઓ આરોગ્ય શાખાના સતત ખડેપગે સેવા આપી રહ્યા છે.પાટડી તાલુકાના બજાણા ગામ ના વતની
(૧)શ્રી ડૉ.નારાયણભાઈ ચંદુલાલ પીઠવા (ઓમ્ ક્લિનિક પાટડી,જી.સુરેન્દ્રનગર),
(૨)શ્રી ગોપાલભાઈ ચંદુલાલ પીઠવા(તાલુકા હેલ્થ ઓફિસ નલિયા, જી.કચ્છ)
(૩)શ્રી અતુલભાઈ કાંતિલાલ પીઠવા(પ્રા.આ.કેન્દ્ર કટોસણ,તા.દેત્રોજ,જી.અમદાવાદ), અને
(૪) શ્રી વિપુલકુમાર ચંદુલાલ પીઠવા (પ્રા.આ. કેન્દ્ર સણોસરા,ચોટીલા, જી.સુરેન્દ્રનગર) માં કોરોના સામેની લડત માં એક જ પરિવારના ના ચાર ચાર યુવાનો રાષ્ટ્રહિત સર્વોપરી માનીને દિવસ રાત જોયા વગર સતત લોકો ની સેવામાં લાગેલા છે.લાખ લાખ વંદન છે આપણા સમાજ ના આવા લડવૈયાઓને જેમના કારણે આપણે સુરક્ષીત છીએ. આપ ચારેય ભાઈઓની સેવા અને સમર્પણ ભાવનાના હંમેશા વિશ્વકર્મા વિચાર મંચ ઋણી રહેશે તેવું પિન્ટુભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ છે
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com
આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે

No comments:
Post a Comment