Sunday, January 12, 2025

પિઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોટીલા મુકામે સમસ્ત પિઠવા પરિવારના સ્નેહ મિલનનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો..

















સવંત ૨૦૮૧ પોષ સુદ ૧૨ તા:૧૧ જાન્યુ.૨૦૨૫ શનિવારના રોજ પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ ( કાર્યક્ષેત્ર :ગુજરાત ) આયોજિત સમસ્ત વિશ્વમાં વસતા પીઠવા પરિવારનું ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારંભ નું આયોજન ટ્રસ્ટને એક વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં માઁ ચંડી ચામુંડા માતાજી , ચોટીલાના સાંનિધ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું.


ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સ્નેહમિલન સમારંભમાં ઘણા નામાંકિત અગ્રણીઓ , ઉદ્યોગપતિઓ , આમંત્રિત મેહમાનો, વિવિધ જ્ઞાતિ મંડળના અગ્રણીઓ,લુહાર સમાજનાં ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ,સમાજનાં પત્રકાર મિત્રો,સમસ્ત વિશ્વમાં વસતા પીઠવા પરિવાર,સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ,ચોટીલાના પોલીસ અધિકારીઓ અને અન્યોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સમસ્ત સંચાલન પીઠવા પરિવારના યુવક -યુવતીઓ થકી પરિવારના વડીલોનાં માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યુ.


સમસ્ત કાર્યક્રમ આમંત્રણ પત્રિકામાં છાપેલ સમય મુજબ જ ચાલી રહ્યો હતો જે નોંધનીય બાબત રહી.આ કાર્યક્રમની સવિશેષતા એ રહી કે સમસ્ત લુહાર સુથાર સમાજનાં બાળકો,સમાજનાં જ કલાકાર ,મહિલાઓમાં છુપાયેલ કલાને આ મંચ પર ઉજાગર કરવાનો મોકો આપવામાં આવ્યો.અન્ય ફંક્શનોમાં જેમ જોવા મળે છે તેના કરતા આ કાર્યક્રમ દરમ્યાન વિષેશતા એ હતી કે દાતાશ્રીઓના બદલે કાર્યક્રમની શરૂઆત સમાજની જ કુંવારિકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.ત્યારબાદ ગણેશ વંદના અને ઇષ્ટદેવશ્રી વિશ્વકર્મા દાદાની આરતી પીઠવા પરિવારની મહિલાઓ દ્વારા કરવામાં આવી. 


નાના બાળકો એ વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજુ કરી હાજર સૌ કોઈના દિલ જીતી લીધા.સમાજના જ કલાકાર દ્વારા ડાયરાની મેહફિલ જમાવી ટ્રસ્ટ માટે દાનનો સ્ત્રોત વહાવ્યો.સમસ્ત કાર્યક્રમનું આયોજન જોતા જ ખબર પડી જાય કે આ કાર્યક્રમનું આયોજન કોઈ શિક્ષિત યુવા ટીમ અને વડીલશ્રીઓ થકી થઈ રહ્યુ હોય તે જણાઈ આવતું હતું.આવનાર દરેકના વાહનને સુવ્યવસ્થિત સ્ટીકર લગાવી પાર્ક કરાવવામાં આવતા,પ્રથમ રજીસ્ટ્રેશન કરાવી સૌ ના હાથ પર રજીસ્ટ્રેશન બેલ્ટ બાંધી એક બેગ કે જેમાં પરિચય પુસ્તિકા,પીવાના પાણીની બોટલ ફ્રી માં આપવામાં આવતી અને સ્વયંસેવક દ્વારા તેઓને સ્થાન પર બેસાડી ખેસ ઓઢાડી પુષ્પ કલગી અર્પણ કરી સ્વાગત કરવામાં આવતું.હાજર જનમેદની સમસ્ત કાર્યક્રમ કોઈપણ ખૂણેથી માણી શકે તે માટે વિશાળ સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સ્વચ્છતાને પ્રાધાન્ય આપનાર ટ્રસ્ટ દ્વારા બેઠક વ્યવસ્થા માટે અને ભોજન પ્રસાદી માટેનાં અલગ અલગ વિભાગ પાડી વિશાળ મંડપ બાંધવામાં આવ્યા હતા.


વિશાળ જનમેદનીની સુરક્ષા માટે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સમસ્ત કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પણ ટ્રસ્ટના જ પુરુષ અને મહિલા સેવક દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની સૌથી વિશેષ નોંધનીય બાબત એ હતી કે કોઈને પણ સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું ના હતું અને હારતોરા -મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવાનો કોઈ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો ના હતો એક પરિવારની એકતા ભાવનાના દર્શન થયા કોઈ જ ઉંચ -નીચની ભેદભાવનીતિ વગર સમસ્ત કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો.હાજર સૌ એ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદી લઈ સૌ હર્ષભેર છૂટા પડ્યા અને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ સ્નેહમિલન સમારંભની સફળતા માટે જેહમત કરનારનો આભાર માનવામાં આવ્યો.આમ સમસ્ત પીઠવા પરિવારનો સ્નેહમિલન સમારંભ વિશ્વકર્મા લુહાર સુથાર સમાજને અનેક સંદેશાઓ આપી પૂર્ણ થયો

_____________________________________

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071





શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ (ગુજરાત રાજ્ય) દ્વારા આયોજીત હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા - ૨૦૨૪-૨૫ નું પરિમાણ જાહેર..




શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ (ગુજરાત રાજ્ય) દ્વારા આયોજીત હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા - ૨૦૨૪-૨૫ નું પરિમાણ જાહેર..














શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ (ગુજરાત રાજ્ય) દ્વારા આયોજીત હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા - ૨૦૨૪-૨૫ નું સુંદર આયોજન થયું જેમાં વિવિધ શહેરમાંથી વિશ્વકર્મા પરિવારના પાંચેય પુત્રો એટલે કે લુહાર સુથાર કડિયા કંસારા અને સોની પરિવારજનોના દીકરા-દીકરી તેમજ યુવાનો અને વરિષ્ઠ જ્ઞાતિજનોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો.

આ ચિત્ર સ્પર્ધા એ આપણાં સમસ્ત વિશ્વકર્મા સમાજ માટે આધ્યાત્મિક અને સંસ્કારથી પરિપૂર્ણ ઉત્સવ ગણી શકાય. ઉત્સવ એટલા માટે કે જેટલા સ્પર્ધકો સાથે અમારી સમસ્ત ટીમ ચિત્ર સ્પર્ધાના સમયગાળા દરમિયાન સંપર્કમાં રહી તેમની સાથેના સંવાદ અને ઉત્સાહને રૂબરૂ વાંચ્યો હતો. અમારા અનુભવ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ પરંપરાગત રીતે વિશ્વકર્મા સમાજનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. અમારી સાથે જેણે પણ આ સ્પર્ધા દરમિયાન ઉત્સાહને લઈને વાતચીત કરી ત્યારે સ્પર્ધકો અને તેમના પરિવારનો ખૂબ સાથ સહયોગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે આપણાં વિશ્વકર્મા સમાજના પરિવારોમાં આધ્યાત્મિક સંચાર જેવા દર્શન અને દર્પણ ના પણ દાખલા જોવા મળ્યા હતા. જેમણે આ ચિત્રો માં ખૂબ મહેનત કરી પોતાના રીતે મંતવ્યો દર્શાવી સાથે પત્રો પણ મોકલ્યા હતા. આપણાં વિશ્વકર્મા સમાજમાં પરિવારો પાસે વિશ્વકર્મા પુરાણ પણ ન હતી તેવા ઘણા પરિવારો દ્વારા વિશ્વકર્મા પુરાણ વસાવ્યું છે. આ એક એવો પ્રસંગ ગણી શકાય કે આપણાં સંસ્કાર અને પરંપરાગત કૌશલ ને બહાર લાવવા માટેનો આ પ્રયાસ છે. જ્યારે સ્પર્ધકોના ઘરમાં જ્યારે ચિત્ર દોરાઈ રહ્યું હતું ત્યારે તેમના ઘરનું વાતાવરણ અને સંસ્કાર દીપી ઉઠયા હતા તેવા પણ પ્રસંગો અમને રૂબરૂ અને ફોન પર વાતચીત કરી જણાવેલ હતા. આ સ્પર્ધાથી અમારી સંસ્થા ઘર ઘર સુધી વિશ્વકર્મા ભગવાનને પહોંચાડવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 174 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ઉમર કેટેગરી પ્રમાણે દરેક કેટેગરીમાં દસ દસ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. અને જેઓના ચિત્રો અને કૌશલ વિજેતામાં શામિલ ન થયેલ હોય તેવા સ્પર્ધકોને ખાસ વિનંતી કે આપનો ઉત્સાહ ખૂબ ઉત્તમ હતો સાથે એક વાત જરૂર યાદ રાખવી જોઈએ કે આ માત્ર સ્પર્ધા નહીં પણ આપની અંદરની કલા બહાર લાવવા માટેનો આ પ્રયાસ સફળ પ્રયાસ હતો જેમાં અમારી સંસ્થા દ્વારા સફળતા મેળવી છે. આપ સૌના ઉત્તમ પ્રયાસ જ અમારી કામગીરી છે.તમામ સ્પર્ધકોને શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા અનેક અનેક શુભકામનાઓ. 

અંતે આ હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા માં આપણાં વિશ્વકર્મા સમાજની અનેક સ્નેહીઓ, સમાજ સેવકો અને ગત વર્ષના સ્પર્ધકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ ચિત્ર સ્પર્ધાનો મેસેજ દરેક સુધી પહોંચાડયો તે બદલ અમે તમારા ઘણાં ઘણાં આભારી છીએ. સાથે આ ચિત્ર સ્પર્ધાના શિલ્ડના દાતા પરિવાર અને નિર્ણાયક પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ. સાથે આ ચિત્ર સ્પર્ધામાં કોઈપણ પ્રકારની ભૂલ કે સુધારો કરવો યોગ્ય લાગે તો તે અચૂક જણાવવો જેથી આવતા વર્ષે અમારી સંસ્થા દ્વારા તેને યોગ્ય ન્યાય મળે તેવો પ્રયાસ જરૂર રહેશે. 

આ ચિત્ર સ્પર્ધાથી તમારા ઘર પરિવારનું વાતાવરણ વિશ્વકર્મા દાદાના સંસ્કાર પ્રકાશમય આશીર્વાદ અને તેમના વિશે જ્ઞાન મળી રહે તેવા પ્રયાસો અને ઉદ્દેશ સાથે અમારી સંસ્થા કરી રહી છે આ સ્પર્ધાથી ઘણા પરિવારના સભ્યો દ્વારા અમોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે તેના અમે આભારી છીએ. 

ઉમર કેટેગરી પ્રમાણેના વિજેતાઓ

કેટેગરી (૧) - ઉમર ૧૨ થી ઉમર ૨૫ વર્ષ સુધીના પ્રથમ દસ ચિત્ર વિજેતાઓ


(૧) સિદ્ધિ અતુલભાઈ ચિત્રોડા - ગોંડલ 
(૨) યાત્રી લલિતકુમાર પંચાસરા - જુનાગઢ 
(૩) કુલદીપ વિજયભાઈ હરસોરા - ઉપલેટા 
(૪) નિધિ બકુલભાઈ ડોડીયા - કઠોદરા (કામરેજ) 
(૫) મુદ્રા ધીરેનભાઈ પંચાલ - વસ્ત્રાલ (અમદાવાદ) 
(૬) હિમાની રાજેશભાઈ પઢારીયા - સુરેન્દ્રનગર 
(૭) અવની નારણભાઈ પરમાર - નિકોલ (અમદાવાદ) 
(૮) રિદ્ધિ વિજયભાઈ હરસોરા - ભાવનગર 
(૯) પાર્થિવ રાજુભાઈ મિસ્ત્રી - છાણી (વડોદરા) 
(૧૦) જનન મિતેશભાઈ પંચાલ - ઉકરડી (દાહોદ) 


કેટેગરી (૨) - ઉમર ૨૬ થી ઉમર ૪૫ વર્ષ સુધીના પ્રથમ દસ ચિત્ર વિજેતાઓ


(૧) ચેતનાબેન જતીનભાઈ પંચાલ - ખોખરા (અમદાવાદ) 
(૨) ગૌરવ જસવંતભાઈ પંચાલ - વડોદરા 
(૩) તુષાર ડી. વઘાડીયા - વડોદરા 
(૪) શૈલેષભાઈ આર. કડિયા - ઈશનપુર (અમદાવાદ) 
(૫) ઉષાબેન હસમુખભાઇ વાઘેલા - મેઘપર બોરીચી (આદિપુર) 
(૬) નીતલબેન નિતેશભાઈ સુથાર - નારોલ (અમદાવાદ) 
(૭) જીગીશાબેન દામજીભાઈ ખંભાયતા - વાંકાનેર 
(૮) દિક્ષિતાબેન કડિયા - ઉંઝા 
(૯) રિદ્ધિ વિનોદભાઈ ધ્રાંગધરીયા - પડધરી (રાજકોટ) 
(૧૦) સલોનીબેન માધવલાલ સુથાર - ડીસા 

કેટેગરી (૩) - ઉમર ૪૬ થી ઉમર ૭૫ વર્ષ સુધીના પ્રથમ દસ ચિત્ર વિજેતાઓ


(૧) હિનાબેન એમ. ગજ્જર - અમદાવાદ 
(૨) વસંતભાઈ મનુભાઈ મેવાડા - ઊંઝા 
(૩) દિલીપભાઈ હરિભાઈ કવા - ભાલકા (વેરાવળ) 
(૪) જતીનભાઈ ભીખુભાઈ પંચાલ - ખોખરા (અમદાવાદ) 
(૫) લલ્લુભાઈ દુર્લભજીભાઈ મકવાણા - શેલા (અમદાવાદ) 
(૬) વિનોદભાઈ સોમનાથ ગજ્જર - કલોલ 
(૭) ગીતાબેન પરાગભાઈ પંચાલ - શાહીબાગ (અમદાવાદ) 
(૮) બંસીધરભાઈ મગનભાઈ ગજ્જર - સી ટી એમ (અમદાવાદ) 
(૯) મૃણાલીબેન પંચાલ - વડોદરા 
(૧૦) જયેશભાઈ સી. સુથાર - વડોદરા 

_____________________________________

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071


Thursday, January 9, 2025

સંત શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળ મજેવડી દ્વારા ત્યાર કરવામાં આવતાં નૂતન સંકુલના બાંધકામ માટે ફંડ નોંધાવવા લુહાર સમાજને અપીલ..















સમસ્ત લુહાર સમાજના આસ્થાનું પાવન કેન્દ્ર એટલે સમર્થ સંત શ્રી દેવતણખીબાપા નું સમાધી સ્થળ પાવન ધામ મજેવડી.


જ્યાં સંત શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળ દ્વારા મજેવડીમાં હાલ સમાજ ઉપયોગી અને સામાજિક દ્રષ્ટિકોણ ને ધ્યાને લઈને નવા નૂતન સંકુલનું બાંધકામ સમાજના દાતાશ્રી ઓનાં મળેલ અનુંદાન થકી ચાલું કરેલ છે..


અને આ કામગીરીને વેગવંતી અવિરત ચાલું રાખવા સંત શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજના દાનવીરશ્રી ઓ તથા સમગ્ર સમાજના જુદા જુદા ગામ, શહેર મંડળના પદાધિકારી, ટ્રસ્ટીશ્રી, સમાજ શ્રેષ્ઠિશ્રીઓ, સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનો, ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો, સામાજિક સેવામાં જોડાયેલ ભાઈઓ બહેનો, સમાજના સર્વ મિડિયા તંત્રીશ્રી તથા પત્રકારો, જ્ઞાતિના ઉચ્ચ અધિકારીઓ તથા નાના મોટા સૌ જ્ઞાતિજનોને આપની યથા શક્તિ દાન આપી, સમાજની એકતા તથા સમાજ ઉપયોગી થાવ તેવા શુભ હેતુ થી 
સવેચ્છીત ફાળો નોંધાવે તેવી સંત શ્રી દેવતણખીબાપા ના સમાધી સ્થળ પાવન ધામ મજેવડી નાં ટ્રસ્ટ મંડળ દ્વારા સમાજને અપીલ કરવામાં આવેલ છે..

નોંધ: આપ online પણ આપનું દાન નોંધાવી શકો છો..
જે સંસ્થા 80G નું પ્રમાણપત્ર ધરાવે છે, તેઓ ને આપની દાનની રકમનો ચાલું નાણાકીય વર્ષમાં ઇંકમટેક્ષ માંથી નિયમ મુજબ કપાતનો લાભ મેળવી શકે છે.

બેંક ખાતાનું નામ :
શ્રી મજેવડી ગામે લુહારજ્ઞાતિ ની દેવતણખીબાપા તથા લિરલબાઈ ની જગ્યાં
બેંકનું નામ : 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા - શાખા મજેવડી 
બેંક ખાતા નંબર :
36328319087
IFS કોર્ડ : 
SBIN0060067
MICR કોર્ડ :
362002518

વધુ માહિતી માટે સંત શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળનો સંપર્ક કરવો. 
મોં.- 8460023732  /  7043425125  /  9825078976  /  9601649650  /  9998110535  /  9925771201

_____________________________________

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071





અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આગામી લુહારજ્ઞાતિનું સ્નેહમિલન ૧૦ તથા જીવનસાથી પસંદગી સંમેલન કચ્છના અંજાર શહેરમાં યોજાશે..




અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન ૧૦ તથા જીવનસાથી પસંદગી સંમેલનનું સુંદર આયોજન સાંસ્કૃતિક વારસો અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વ વિખ્યાત એવા કચ્છના અંજાર શહેર ખાતે આગામી તા.૧૨/૦૧/૨૦૨૫ રવિવારના રોજ બપોરે ૧ થી ૬ કલાક દરમ્યાન  તદ્દન નિઃશુલ્ક રીતે યોજાશે. આ સ્નેહમિલનમાં કોઈ પણ રાજ્ય, શહેર કે ગામડાના અપરણિત, વિધવા, છુટાછેડાવાળા જ્ઞાતિજનો ભાગ લઈ શકશે. અંજારમાં આયોજિત જીવનસાથી પસંદગી સંમેલનમાં જ્ઞાતિજનોને પરિવાર સાથે જ્ઞાતિ ગંગાના દર્શન કરવા પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. 


સાદાઈ અને સમર્પણની પ્રેરણામૂર્તિ એવા સમાજ સેવાના ભેખધારી શ્રી અમૃતભાઈ વાઘેલા દ્વારા પ્રેરિત જીવનસાથી સંમેલન વર્તમાન સમયની સળગતી સગપણની સમસ્યા દૂર કરવાનો એક સફળ પ્રયાસ છે.


યુવક અને યુવતીઓ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનમાં ભાગ લેવાનો નિર્ણય એ જીવનમાં એક નવો અધ્યાય ખોલવાનું સૂચન કરે છે. આ સંમેલનમાં ભાગ લેનાર અપરણિત યુવક અને યુવતીઓને આ અનુભવ પોતાના ભાવિ જીવનસાથીને મળવાની એક અમૂલ્ય તક પૂરી પાડશે. 


"પ્રયત્ન વગર કંઈ જ પ્રાપ્ત થતું નથી." અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજિત જીવનસાથી પસંદગી સંમેલન દરમિયાન બહોળી સંખ્યામાં સમાજ સેવકો અને સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આગામી જીવનસાથી સંમેલનમાં ભાગ લેનાર તમામ યુવક અને યુવતીઓને પોતાના ભાવિ જીવનસાથીને શોધવાની આ યાત્રામાં ઉપયોગી બનશે.
 

જો...જો... આ જીવનસાથી સંમેલનમાં જવાનું ચૂકશો નહિ, યાદ રાખો કે સાચો પ્રેમ તમારી રાહ જોઈ રહ્યો છે. સંમેલનમાં સહભાગી થવાનો આપનો એક નિર્ણય આપના જીવનમાં ખૂટતા રંગોને ભરીને રંગીન બનાવવાનું એક પગલું છે.
 

અંજાર શહેરમાં આગામી યોજાનાર જીવનસાથી પસંદગી સંમેલનમાં ભાગ લેવાનો યુવક અને યુવતીઓનો નિર્ણય એ  પોતાના વ્યક્તિગત જીવનમાં એક મહત્વપૂર્ણ પગલું બનીને જીવનસાથીને શોધવામાં મદદરૂપ બનીને એક સુખી અને સંપૂર્ણ જીવન જીવવાની અમૂલ્ય તક પૂરી પાડશે. અંજારમાં આયોજિત જીવનસાથી પસંદગી સંમેલનમાં સહભાગી થનાર દરેક યુવક અને યુવતીઓને સ્વપ્નરૂપી જીવનના નવા અધ્યાય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ!

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071