Saturday, June 20, 2020

સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામ (પોરબંદર) લુહાર યુવક મંડળ તરફથી દર્શનાર્થીઓ અને જ્ઞાતી બંઘુઓને ખાસ સુચના...






સમસ્ત લુહાર સમાજને જાણ થાય કે  કારોના વાયરસના હિસાબે  બોખીરા ધામે અષાઢી બીજ મહોત્સવ કાર્યક્રમ બંધ રાખેલ છે.આપ સૌ જાણો છો તેમ સરકારશ્રીના આદેશ પ્રમાણે અનલોક (૫) ના નિયમ પ્રમાણે. અષાઢી બીજના  તારીખ  ૨૩.૬.૨૦૨૦ને મંગળવાર  ના    દિવસે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે
ટાઇમ સમય સવારે ૯ થી ૧૨.૩૦ કલાક બપોર પછી ૪ થી સાંજના ૭  વાગ્યા  સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે  સમસ્ત લુહાર સમાજના વ્યક્તિએ દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી 

"દર્શન કરવા માટે સરકાર શ્રીના તમામે તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે"






1, મંદિરમાં બહાર હાથ ઘોઈ નેજ પ્રવેશ કરવો.
2, મંદિરમાં માસ્ક પહેરવુ ફરજીયાત છે.
3, મંદિરમાં હરેક વ્યક્તિએ સોશ્યલ ડિસ્ટન્સનુ કરવુ પડશે પાલન
4, મંદિરમાં ભિડ ભાળ કરનાર સામે મંદિર ટ્રસ્ટ લઈશકે છે પગલા માટે યોગ્ય તકેદારી રાખવી જરૂરી
5, નિજ મંદિર ગૃહમા કેવલ દર્શન કરીનેજ બહાર નિકળવુ 
6, મંદિર પરિસર માંકે બહાર થુંકવાપર સંમ્પુર્ણ પણે પ્રતિબંઘ રાખવામાં આવેલ છે

ઉપરોકત દરેક નિપમોનુ ચુસ્ત પણે પાલન કરવું પડશે જો કોઈ દોષી ઠેરાશેતો દંડ અથવા કાર્યવાહી થઈ શકે છે...

અષાઢી બીજ મહોત્સવ  
૨૦૨૦ માં જેમને અષાઢી બીજ મહોત્સવમાં દાતા તરીકે નામ નોંધણી કરાવેલું છે તે તે તમામ દાતાશ્રી ઓને અષાઢી બીજ મહોત્સવ વર્ષ ૨૦૨૧ માં રિફર કરેલ છે  તેની ખાસ નોંધ લેવી.

દર્શન માટે બહાર ગામથી આવતા વ્યક્તિઓએ ટ્રસ્ટને જાણ કરવા નમ્ર વિનંતી તથા ટ્રસ્ટને યોગ્ય સાથ સહકાર આપવા પણ અનુરોધ કરાયો છે...

લી... સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામ લુહાર યુવક મંડળ


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com

Wednesday, June 17, 2020

લુહાર સમાજનું ગૌરવ એટલે રીશી પરેશભાઈ કવૈયા




લુહાર રીશી પરેશભાઈ કવૈયાએ હાલ માર્ચ 2020મા લેવાયેલ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા આપેલ જેમાં રીશી કવૈયાએ જ્વલંત સફળતા મેળવી 99.56 P.R. માર્કસ સાથે ઉત્તિર્ણ થતા તેમણે પોતાની સ્કુલ શ્રી મુરલીધર વિર્ઘાલય - રાજકોટ ખાતે સ્કુલ લેવલે બીજા ક્રમાંકે પાસ થઈને પોતાનું


તેમજ માતા-પિતા અને સમગ્ર લુહાર સમાજ નુ ગૌરવ વધાર્યું છે જે રીશી કવૈયા ને તેમની સ્કૂલ તરફથી તેમજ તેમના મિત્રો -સગા સંબંધીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર લુહાર સમાજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ જીવનમાં આગળ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071

Tuesday, June 16, 2020

લુહાર કારેલીયા પરિવારના દીકરાએ ૯૯.૯૫ PR મેળવ્યા, તેમની CA બનવાની છે તમન્ના


ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020 માટે લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 189 A1-ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે સુરત જિલ્લો આગળ રહ્યો છે. જેમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં  અભ્યાસ કરતા કારેલીયા કેનીલ પંકજભાઈ  એ  ૯૯.૯૫  પર્સન્ટાઈલ મેળવી ઝળહળતી સિદ્ધી મેળવી છે.

કેનીલ ના પિતા પંકજભાઈ મિસ્ત્રી કામ કરે છે ,સામાન્ય પરિવાર માંથી આવતા કેનીલ એ A1 ગ્રેડ મેળવતા પરિવાર માં ખુશી ની લાગણી છે.   હાલ કેનીલ સરથાણા જકાતનાકા વિસ્તારમાં રાજહંસ સ્વપ્ન માં ભાડા ના મકાન માં રહે છે.

મૂળ અમરેલી જીલ્લાના  ચિતલ ગામનાના રેહવાશી અને હાલ સુરત રેહતા કેનીલએ પોતાની સફળતાથી ,પોતાની અથાગ મહેનતથી શાળા પરિવાર અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું.

કેનીલને  ધો.10 માં ૯૫.૦૦ PR મેળવ્યા હતા. કેનીલ ધો.૬ થી આશાદીપ સંકુલ માં અભ્યાસ કરે છે.

કેનીલ એ આ સિદ્ધિ મેળવવા દરરોજ ૫ થી ૬ કલાક વાંચન ની આદત પડી હતી.

વધુમાં કેનીલ ને આગળ હવે C.A. ના અભ્યાસ માં આગળ વધવાની રૂચી છે.

___________________________________________________

ALVS  ઈન્ડિયા ન્યુઝ

લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ

કોન્ટેક : +919512171071

Email : alvsindia@gmail.com 


બાબરા લુહાર સમાજ નુ ગૌરવ પરમાર તુલસી કનુભાઈ એ ધો.૧૨ માં કે.પી.આશરા ગર્લ્સ સ્કૂલ માં પાંચમા ક્રમે ૯૫ પી.આર.મેળવી પાસ થયા.


'ખૂબ ખૂબ અભિનંદન'








બાબરાના પત્રકાર કનુભાઈ પરમાર કે જેઓ  ALVS ઈન્ડિયા ન્યુઝ, RR ન્યુઝ રિપોર્ટર અને  જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના અમરેલી જિલ્લા પ્રમુખ પણ છે. તેમની પુત્રી પરમાર તુલસી કનુભાઈ ગામ - બાબરાની કે.પી.આશરા ગર્લ્સ સ્કૂલ માં અભ્યાસ કરી ઘો. ૧૨ ના સામાન્ય પ્રવાહમાં માર્ચ ૨૦૨૦  ની બોર્ડ દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ૯૫ પી.આર. મેળવી સમગ્ર શાળામાં પાંચમા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનું નામ રોશન કર્યું છે તેમજ તેમના માતા-પિતા, પરમાર પરીવાર તેમજ સમગ્ર લુહાર સમાજ નુ ગૌરવ વધાર્યું છે.

તેમને તેની શાળાના શિક્ષકો, આચાર્ય શ્રી ટ્રસ્ટી મંડળ અને મિત્રો,સગા - સંબંધીઓ, માતા-પિતા તેમજ સમગ્ર પરમાર પરીવાર અને લુહાર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં અને આગળ પણ ઉતરોતર અભ્યાસમાં પ્રગતિ કરી યોગ્ય ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહિ છે

ત્યારે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ) ના એડિટર આરતીબેન પિત્રોડા અને તમામ ALVS ઈન્ડિયા ન્યુઝના રિપોર્ટર મિત્રો તથા તમામ ઓફિસ સહ કર્મચારી દ્વારા પણ ખુબ ખુબ અભિનંદનો....



ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

Thursday, June 11, 2020

લુહાર સમાજ અમરેલીનુ ગૌરવ અંશ પ્રફુલ્લ ભાઈ દાવડા




અમરેલી જિલ્લા ના બાંભણિયા ગામના વતની અને હાલ અમરેલી ખાતે રહેતા લુહાર પ્રફુલ્લ ભાઈ જયંતી ભાઈ દાવડા ના પુત્ર અંશ પ્રફુલ્લ ભાઈ દાવડા એ હાલ માર્ચ 2020મા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષા આપેલ જેમાં અંશ દાવડા એ જ્વલંત સફળતા મેળવી 97.29% ટકા માર્કસ સાથે ઉત્તિર્ણ થતા તેમણે પોતાની સ્કૂલ તેમજ માતા-પિતા અને સમગ્ર લુહાર સમાજ નુ ગૌરવ વધાર્યું છે જે બદલ અંશ દાવડા ને તેમની સ્કૂલ તરફથી તેમજ તેમના મિત્રો -સગા સંબંધીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર લુહાર સમાજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ જીવનમાં આગળ ઉતરોતર પ્રગતિ   કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી


ALVS ઈન્ડિયા ન્યુઝ
રિપોર્ટર કનુભાઈ પરમાર બાબરા...
Email : alvsindia@gmail.com 

Tuesday, June 9, 2020

લુહાર સમાજ વાંકાનેરનુ ગૌરવ - હંસોરા તુષાર હિતેષભાઈ





મુળ મોરબી જિલ્લાના વાંકાનેર ગામના હંસોરા તુષાર હિતેષભાઈ
મારૂતી મધરલેન્ડ શૈક્ષણીક સ્કુલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરી ને 99.41 pr મેળવ્યા છે અને સ્કુલમાં ત્રીજા ક્રમાંકે ઉર્તિર્ણ થઈને હંસોરા પરિવારનુ અને લુહાર સમાજનુ ગૌરવ વઘાર્યુ છે સાથે તેઓ ઉતરોતર પ્રગતીના સોપાન પાર કરી પોતાનુ અને લુહાર સમાજનુ ગૌરવ વઘારે તેવી હાર્દિક શુભેચ્છાઓ...

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com

કહેવાય છે કે જો "કરવુ હોય તો કંઇજ અશક્ય નથી" તેનુ ઉદાહરણ - મારૂ આરતી જયેશભાઈ






ભણવા ની સાથે સાથે ગાયક કલાકાર પણ....
મુળ મોરબી ના ચકમપર ગામ ની મારૂ આરતી  જયેશ ભાઈ એ ધોરણ ૧૦ માં અભ્યાસ કરી ને 97.13 pr મેળવ્યા છે , અભ્યાસ કરતી હતી, પરંતુ બીજા વિદ્યાર્થી ની જેમ આરતી ની  સરળ જિંદગી નહોતી.... કારણ, પરિસ્થિતિ એવી હતી કે મજબૂરી માં આરતી ને રાત્રે શિયાળા ની ઠંડી મા મોબાઈલ ની ફ્લેશ થકી તથા બપોરે તડકા માં  ધાબા ના પગથીયા પર બેસી ને કેટલીક વાર વાંચવું પડતું હતુ, જ્યારે આરતી ના માતા પિતા મુળ મોરબી(ચકમપર) રહે છે  જેથી આરતી માતા પિતા થી દુર રહી ને કાકા કાકી સાથે નડિયાદ ના અલીન્દ્રા ગામ માં રહી ને ધોરણ  ૧૦ સારા ખુબ પરિણામ સાથે પાસ કર્યું છે


આરતી માત્ર ભણવા માજ નહિ પરંતુ ધોરણ ૧૦ માં તેને ૬ થી વધારે પ્રોગ્રામ કર્યા છે, આરતી રાત્રે ૧૧ વાગે પ્રોગ્રામ માંથી ઘરે આવતી અને સવારે ૧૦ વાગે શાળા ની પરિક્ષા આપતી આ પરિસ્થિતિ માં પણ આરતી ના ૯૦% જેટલા માર્ક્સ આવતા હતા... પ્રોગ્રામ માં   ધોરણ ૧૦ દરમિયાન તેને ૫૦૦૦ જેટલી રકમ ઈનામ માં મળેલ છે તથા તેને ૪ થી વધારે ગાયક કલાકાર હોવા ના એવોર્ડ પણ મળી ચૂકેલ છે આમ ભણવા ની સાથે આરતી ગાયક કલાકાર પણ છે...
For result: B8012022


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com 




Monday, June 1, 2020

અમરેલી જિલ્લા ના બગસરા ગામે લુહાર સમાજ દ્વારા ત્રૃતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો





હાલમાં સમગ્ર વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાનો કહેર વર્તાયો છે ત્યારે સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આવા મહામારીના સમય માં અમરેલી જિલ્લાના બગસરામાં લુહાર સમાજ દ્વારા ત્રૃતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો 


જેમાં સરકાર શ્રી ના માર્ગદર્શન મુજબ સરકાર શ્રી ના આદેશનું ચુસ્તપણે પાલન થાય તે રીતે સોસિયલ ડીસ્ટન્સ રાખીને સેનિટાઇઝર , માસ્ક તેમજ સિમીત લોકો ની હાજરી માં તા.૨૯/૫/૨૦ થી તા. ૩૧/૫/૨૦ સુધી મા  ત્રણ દિવસ માં ત્રણ લગ્નોત્સવ નુ સુંદર અને સફળ આયોજન કરી ત્રણ યુગલો ને લગ્ન ગ્રંથી થી જોડવા નુ પૂણ્ય પ્રાપ્ત કરેલ છે. 


જે બદલ બગસરા લુહાર સમાજ ને સમગ્ર લુહાર સમાજ દ્વારા અભિનંદન આપી રહ્યા છે...


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
અહેવાલ - રિપોર્ટર કનુભાઈ પરમાર બાબરા.


આપના લેખ અને મંતવ્ય આવકાર્ય છે, આપના લેખ વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા ટાઈપ કરીને મોકલવા સાથે આપનુ નામ,સરનામું અને ફોટોગ્રાફ મોકલવો.
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com