હાલમાં કોરોના વાઈરસ નો ખુબ જ વધારે પ્રમાણમાં ફેલાવો થઈ રહ્યો છે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ 14 દિવસ ઘરે કોરોન્ટાઈન થવાનું જણાવવામાં આવે છે ત્યારે ઘરે સુવિધા ન હોય તેવા દર્દીઓ માટે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરત સંચાલિત પેટામંડલ શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ અને લુહાર સમાજ સંચાલિત બ્લેકસ્મિથ યુથ ક્લબ દ્વારા સંયુક્ત રીતે 30 બેડની સુવિધાવાળું નિઃશુલ્ક આઈસોલેશન સેન્ટર સાગર સોસાયટી મરઘા કેન્દ્ર, કાપોદ્રા ખાતેના સુરત મહાનગરના કોમ્યુનિટી હોલમાં કાર્યરત કરવામાં આવ્યુ.
આ આઈસોલેશન વૉર્ડના શુભારંભ પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી, મેયર શ્રી ડો.જગદીશ પટેલ, ઓ.એસ.ડી. માકડીયા સાહેબ, વી.ડી.ઝાલાવાડિયા , શહેર મહામંત્રી શ્રી દામજીભાઈ માવાણી, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી કેયુરભાઈ ચપટવાલા, શહેર મંત્રી શ્રીમતી કોમલબેન પટેલ, પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેશભાઇ જોળીયા, કાપોદ્રા પી.આઈ. ગુજ્જર સાહેબ, હરેશભાઇ હૂંબલ , દેવિકાબેન જાદવાણી સહિત સમાજના પ્રમુખ કિશોરભાઈ ઉચડિયા, પ્રવિણભાઇ સોંડાગર એ હાજરી આપી હતી. બંને સમાજ દ્વારા આ સેન્ટર પર સુવિધા ઉભી કરી પ્રસાશનને સહયોગી બનવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જરૂર પડ્યે સિવિલ અને સ્મીમેરમાંથી અન્ય વિશ્વકર્મા સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને કોરોન્ટાઈન થવા માટે અહીંયા રીફર કરવામાં આવશે તોપણ અહીંયા તેમને સુવિધા આપવામાં આવશે. અહીંયા આવતા દર્દીઓ માટે ભોજન , ઉકાળો, લીંબુ પાણી, ફ્રુટ, પ્રાથમિક દવા, મનોરંજન માટે પ્રોજેક્ટર, વાંચનાલય સહિત અનેક સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. સમાજના સેવાભાવી 7 થી 8 ડોક્ટરો દ્વારા દિવસ દરમિયાન 3 વાર ચેકઅપ કરવામાં આવશે..જરૂર પડ્યે પ્રાથમિક ધોરણે ઓક્સિઝન બોટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 2 દિવસના ટૂંકાગાળામાં આ સેન્ટર કાર્યરત કરવા માટે ડાયાભાઇ ઉજેણીયા, અશ્વિનભાઈ જાદવાણી, અશોકભાઈ માંડવીયા , અજય સોંડાગર, સુહાગભાઈ મિસ્ત્રી, વિમલભાઈ, પરેશભાઈ, ઘનશ્યામભાઈ,ગીરીશભાઈ તથા સંસ્થાના તમામ સભ્યો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટર સંજય સોલંકી રાજકોટ
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com
આપના લેખ અને મંતવ્યો આવકાર્ય છે...




No comments:
Post a Comment