Monday, May 15, 2023

સાવરકુંડલા શ્રી લુહારજ્ઞાતિ સમાજ વાડી ટ્રસ્ટ દ્વારા લુહાર સમાજ જોગ મહત્વની સુચના..






















સાવરકુંડલા શ્રી લુહાર જ્ઞાતિ સમાજ વાડી ના મુખ્ય ગેટ પાસે ભરાતા પાણીના કારણે થતી ગંદકીના પ્રશ્નને હલ કરવા માટે આજરોજ તારીખ 15 5 2023 થી બ્લોક ઉચકાવી અને ફરી પાણીનો યોગ્ય નિકાલ થાય એ રીતે બ્લોક બેસાડવાની કામગીરી આગામી ૧૦ થી ૧૨ દિવસ સુધી ચાલવાની છે દરેક લુહાર બંધુએ સહકાર આપવા વિનંતી.


લુહાર જ્ઞાતિ વાડીમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી જીવેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થી ભાઈઓ બહેનોને વિનંતી આપ દર્શન કરવા આવો ત્યારે વાહન શ્રી લોહાણા મહાજન વાડી પાસે અથવા તકદીર પાન પાસે પાર્ક કરવું અને રોડના સમારકામની કામગીરીમાં સહકાર આપવા વિનંતી.


તારીખ 16 5 2023 થી 30 5 2023 સુધી લુહાર જ્ઞાતિ વાડીમાં જે જ્ઞાતિબંધુઓના પ્રસંગ હોય તેમણે વાડીમાં આવવા જવા માટે વાડીની બાજુમાં નેરડી વિસ્તારમાં વાડીમાં આવવા જવા માટેનું હલાણ છે તેનો ઉપયોગ કરી વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
લુહાર સમાજ સમાચાર
પત્રકાર મયુર રાઠોડ સાવરકુંડલા
Email: alvsindia@gmail.com


No comments:

Post a Comment