રાજકોટના રહેવાસી શ્રી મનસુખભાઈ તથા રીટાબેન સોલંકી ના સુપુત્ર યુ.કે. (લંડન) માં માસ્ટર ડિગ્રી મેળવી વિશ્વકર્મા વિશ્વ , લુહાર સમાજ તથા સોલંકી પરિવારનું નામ રોશન કર્યું છે.
દીપ સોલંકીના પિતાશ્રી મનસુખભાઈ સોલંકી પોતે LYS-SS ગૃપ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી - લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાનાં રાષ્ટ્રીય બોર્ડ ટીમ મેમ્બર્સ છે સાથે લુહાર સેવા સમાજ, રાજકોટ લુહાર બોર્ડિંગ તેમજ સોમનાથ ધર્મશાળાના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેઓ ભારત મિકેનિકલ વર્કસ નામની કંપની માં પ્રોપરાઇટર છે. જેમાં બાંધકામને લગતી મશીનરી નો વ્યવસાય કરવાની સાથે સમાજસેવામાં પણ ખૂબ આગળ પડતા છે.
સમાજના આગેવાન હોવાને લીધે દીપ ના પિતાએ હંમેશા તેના પરિવારના બાળકોની સાથે દીપને પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે. દીપ એ પોતાનો નાનપણ નો અભ્યાસ રાજકોટની સુપ્રસિદ્ધ શાળા એસ. એન. કણસાગરા (S.N.K.) મા કર્યો અને બેચલર ડિગ્રી (B.B.A.) નો અભ્યાસ વડોદરા ની પારુલ યુનિવર્સિટીમાં કયૉ અને માસ્ટર ડિગ્રી કરવા માટે યુ. કે. જઈ ત્યાની કોન્વેન્ટરી યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ મા માસ્ટર ઑફ સાયન્સ ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
લુહાર સમાજ સમાચાર વેબ ન્યુઝ પર મેળવો માત્ર
2999/- રૂપિયામાં એક વર્ષ સુધી જાહેરાત
(ઓફર ટૂંક સમય માટે..)
હાલ દીપ સોલંકી લંડનમા કોન્વેન્ટરી સિટીમાં પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત છે. દીપ સોલંકી આ રીતે ઉચ્ચતર સિદ્ધિ પ્રાપ્ત કરી બધાનું નામ રોશન કરે તેવી LYS-SS GROUP (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી) સાથે વિશ્વકર્મા વિશ્વ પરિવાર તરફથી શુભેચ્છા.
પિતા મનસુખભાઈ સોલંકી - મો. 9825216385
લુહાર સમાજ સમાચાર વેબ ન્યુઝ
Email: alvsindia@gmail.com
Contact: 9512171071






















No comments:
Post a Comment