Friday, June 30, 2023

મોરબીની પાવડા માટે પ્રખ્યાત વિહાર એન્ટરપ્રાઇઝ ફેક્ટરી 2 નું હાપા, જામનગરમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું..





























મોરબી ખાતે આવેલી  "વિહાર એન્ટરપ્રાઇઝ" નું જામનગરનાં હાપા ખાતે ફેક્ટરી 2 નું તારીખ: 21/06/2023 બુધવારના રોજ દ્વારકાના MLA શ્રી પબુભા વિરમભા માણેક નાં જયેષ્ઠ સુપુત્રશ્રી નિલેશભા પબુભા માણેક નાં વરદ હસ્તે ઉદ્દઘાટન કરી ઇન્ડસ્ટ્રીઝનું ઓપનિંગ કરવામાં આવ્યું.


પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ખાતે સ્થિત  "વિહાર એન્ટરપ્રાઇઝ" નાં ઓનર (માલિક) શ્રી વિજયભાઈ જસવંતભાઈ કવૈયા નાં જણાવ્યાં મુજબ જામનગરનાં હાપા ખાતે તેમની નવી ફેક્ટરી 2, નું તારીખ: 21/06/2023 બુધવારના રોજ પ્લોટ નં.66, રામતીર્થ નગર, સુજાતા ઈન્ડ. પાછળ, હાપા. જામનગરમાં  દ્વારકાના MLA શ્રી પબુભા વિરમભા માણેક નાં જયેષ્ઠ સુપુત્રશ્રી નિલેશભા પબુભા માણેક નાં વરદ હસ્તે ઉદ્દઘાટન કરી ઇન્ડસ્ટ્રીઝનું ઓપનિંગ કરવામાં આવ્યું, આ ઇન્ડસ્ટ્રીઝમાં મુખ્યત્વે પત્રામાલા, રંધા, ઓરંભા, ચુનાયડા તેમજ દરેક જાતનાં પાવડા બનાવવામાં આવશે..


જેમાં આ ઉદ્દઘાટન સમારોહમાં શ્રી નિલેશભા પબુભા માણેક સાથે જામનગરનાં SOG PSI શ્રી જયદીપસિંહ પરમાર, દ્વારકા શહેર ભાજપ પ્રમુખશ્રી વિજયભાઈ બુજડ, ઓખા નગરપાલીકા પૂર્વ પ્રમુખશ્રી ચેતનભાઈ માણેક, ભાટિયા APMC ડાયરેક્ટર હરેશભાઈ બથીયા, દ્વારકાના ગૌભક્ત સેવાભાવી મિતેશભાઈ બૂજડ, સાથે જામનગરથી શ્રી મયુરસિંહ જાડેજા, શ્રી મયુરધ્વજસિંહ પરમાર, 


શ્રી લક્ષ્મીદાસભાઈ ભાનુશાલી, શ્રી હરેશભાઈ રાયઠઠા, શ્રી અશ્વિનભાઈ મકવાણા (એડવોકેટ), શ્રી રાકેશભાઈ પટેલ (એડવોકેટ), તેમજ લુહાર સમાજ અગ્રણીઓ જેમાં મુખ્યત્વે મોરબી, રાજકોટ અને જામનગરનાં મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email: alvsindia@gmail.com
Contact: 9512171071




No comments:

Post a Comment