શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન ૯ તથા જીવનસાથી પસંદગી સંમેલનનું ભવ્ય મેગા આયોજન ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ઔધોગિક વિકાસનું શહેર એવા જામનગર ખાતે તા.૧૫/૧૨/૨૦૨૪ રવિવારના રોજ બપોરે ૧ થી ૭ વાગ્યા દરમ્યાન તદ્દન નિઃશુલ્ક રીતે કરવામાં આવેલ.
આ સ્નેહમિલનમાં ગુજરાતનાં અનેક ગામો તેમજ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુંવારા યુવક યુવતીઓ સાથે વિધવા/વિધુરો, છુટાછેડાવાળા યુવક યુવતીઓ થઈ 250 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. તેમજ જામનગરના લુહાર જ્ઞાતિજનો આદર, સેવા અને નિષ્ઠાના ભાવ સાથે બહોળી સંખ્યામાં પધારી કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. જેમાં જામનગર શહેરના લુહાર સમાજના વિવિઘ વાડી - સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ દ્વારા પણ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અમૃતલાલ વાઘેલાને પૂરતો સહયોગ આપ્યો હતો, તથા શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટની તમામ કાર્યકર મહિલા સભ્યોએ જે જામનગર સિવાય વિવિઘ શહેરોથી પધારી આ આયોજનમાં જહેમત ઊઠાવી હતી. આ કાર્યકર અંદાજે 1700 થી વધુ લુહારજ્ઞાતિ જનોએ નિહાળ્યો હતો.
શ્રી અમૃતભાઈ વાઘેલા દ્વારા પ્રેરિત જીવનસાથી સંમેલન વર્તમાન સમયની સળગતી સગપણની સમસ્યા દૂર કરવાનો એક ઉત્તમ પ્રયાસ છે. યોગ્ય જીવનસાથીની પસંદગી એ પ્રેમ અને સંબંધોની શોધમાં આગળ વધવાની એક અદ્ભુત અને રોમાંચક યાત્રા હોય છે.
જીવનસાથી સંમેલનમાં ભાગ લેવાનો નિર્ણય એ આપના જીવનમાં એક નવો અધ્યાય ખોલવાનું સૂચન કરે છે. આ અનુભવ તમને લુહાર જ્ઞાતિની નવી વ્યક્તિઓને મળવા, નવા સંબંધો બાંધવા અને તમારા ભાવિ જીવનસાથીને મળવાની તક આપે છે.
"પ્રયત્ન વગર કંઈ જ પ્રાપ્ત થતું નથી." તે કહેવત અનુસાર શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજિત જીવનસાથી સંમેલન દરમિયાન તમે વિવિધ પ્રકારના સમાજ શ્રેષ્ઠીઓને મળવા અને તેમના વિચારો, અનુભવો અને મૂલ્યોને સમજવાની વિશાળ તક પણ મળશે. આ સંમેલન દ્વારા તમારા પોતાના મૂલ્યો અને જીવનમાં શું મહત્વનું છે તે વધુ સ્પષ્ટ રીતે સમજવામાં પણ દિકરા દિકરીને મદદ રૂપ થાય છે. જૉકે તમારા ભાવિ જીવનસાથીને શોધવાની આ યાત્રામાં ધીરજ અને સકારાત્મક વિચારસરણી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શ્રી અમૃતલાલ વાઘેલા નાં શબ્દે કહીએ તો સંમેલન દરમિયાન તમે કદાચ નિરાશા અનુભવો, પરંતુ હાર ન માનો, જીવનમાં આવનાર દરેક વ્યક્તિની મુલાકાત એ નવી વસ્તુ શીખવાની તક છે. તમારા અનુભવોને સ્વીકારો અને તેમાંથી શીખો.
સંમેલન એ ફક્ત નવા લોકોને મળવાની જગ્યા નથી, પરંતુ તમારી જાતને વધુ સારી રીતે સમજવાની તક પણ છે. તમે તમારી શક્તિઓ અને ક્ષમતાઓને શોધી શકો છો અને તમારા ભવિષ્ય માટે નવા લક્ષ્યો નક્કી કરી શકો છો.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
Contact : 09512171071
No comments:
Post a Comment