Tuesday, January 30, 2024

મોરબીનાં વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને વિશ્વકર્મા ફાઉન્ડેશન સમુહ લગ્ન સમિતિ દ્વારા લુહાર સમાજ મોરબી માટે દ્વિતીય સમુહ લગ્ન યોજના માં આવ્યો...


































મોરબી પંથકની લુહાર સમાજની દીકરીઓ મોરબીનાં વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ટ્રસ્ટ થકી રચિત વિશ્વકર્મા ફાઉન્ડેશન સમુહ લગ્ન સમિતિ દ્વારા લુહાર સમાજ મોરબી માટે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું તારીખ: 30/01/2024 મંગળવાર નાં રોજ અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી પંથકની લુહાર સમાજની કુલ સાત દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.


આ સમારોહમાં શ્રી નકલંકધામ મંદિર - બગથળાનાં પૂજય મહંતશ્રી દામજી ભગત સાથે શ્રી નર્મદેશ્વર આશ્રમ - ટીકરનાં સાધ્વીશ્રી શીલાગીરી માતાજીએ ઉપસ્થીત રહી પોતાનાં આર્શીવચન પાઠવ્યાં હતાં.


જયારે આ લગ્નોત્સવમાં લુહાર સમાજના મોરબી સિવાય રાજકોટ,જામનગર,વાંકાનેર, ટંકારા સાથે બીજાં ગામોના લુહાર સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, 


તે સિવાય મોરબી-માળીયા વિધાનસભા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબે ઉપસ્થિત રહી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટના કાર્યને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી, જયારે મોરબી જિલ્લાનાં BJP પાર્ટીનાં કાર્યકરો પણ ઉપસ્થિત રહી ટ્રસ્ટનાં કાર્યને બિરદાવ્યું હતું.


આ સમૂહ લગ્નોત્સવ આશરે 3500 થી વધુ લોકોએ સમુહલગ્ન સ્થળે ઉપસ્થિત રહી નિહાળ્યો હતો.


____________________________________

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: 9512171071

No comments:

Post a Comment